Kutchmitra Daily Newspaper

Kutchmitra Daily Newspaper Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kutchmitra Daily Newspaper, Media/News Company, Bhuj.

રાષ્ટ્રીય કક્ષાની હિન્દી ન્યૂઝ ચેનલ અને પ્રાદેશિક કક્ષાની ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના બે પત્રકારને મહિને રૂા. ૨૦ હજારની ખં...
16/07/2025

રાષ્ટ્રીય કક્ષાની હિન્દી ન્યૂઝ ચેનલ અને પ્રાદેશિક કક્ષાની ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના બે પત્રકારને મહિને રૂા. ૨૦ હજારની ખંડણી માગવાના ગુનામાં આરોપી વાજીદ ચાકી (ભુજ) અને અલી ચાકી (નાના રેહા)ની પશ્ચિમ કચ્છની એલસીબીએ આ પંકાયેલા પત્રકારોની ધરપકડ કરતાં કચ્છના મીડિયા ક્ષેત્રમાં ચક્ચાર પ્રસરી છે.

ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન માટેની ગતિવિધિઓ તેજ થઈ છે. સરકાર દ્વારા ૧૩ વોર્ડ નક્કી કરીને મંજૂર કરવામાં આવ્યા છ...
16/07/2025

ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન માટેની ગતિવિધિઓ તેજ થઈ છે. સરકાર દ્વારા ૧૩ વોર્ડ નક્કી કરીને મંજૂર કરવામાં આવ્યા છે. વસ્તી ધતિવિર કરવા હોવાથી વહીવટી તંત્ર દ્વારા વોર્ડ સીમાંકન માટે ટૂંક સમયમાં વસ્તીના આંકડા સંહિતનો ડેટા એકત્રીકરણ કરવાનું શરૂ કરવામાં આવશે. १ જાન્યુઆરી ૨૦૨૫ના મહાનગરપાલિકા બની તેને છ મહિનાથી વધુનો સમય વીતી ગયા બાદ વોર્ડ સીમાંકનની ગતિવિધિ શરૂ થઈ છે. ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરો અને શિણાય, અંતરજાળ, કીડાણા, ગળપાદર મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી સુધી પહોંચી હોવાનું અનુમાન છે, તો પ્રતિ ચોરસ કિલોમીટર ૨૪૩૪ વસ્તી ગીચતા વધી છે.

શહેરના હાર્દસમાં એવા ઘનશ્યામનગર વિસ્તાર જે નગરપાલિકાની કચેરી પાસેનો જ વિસ્તાર છે, ત્યાં ગટરનાં વહેતાં પાણીનાં કારણે તળાવ...
16/07/2025

શહેરના હાર્દસમાં એવા ઘનશ્યામનગર વિસ્તાર જે નગરપાલિકાની કચેરી પાસેનો જ વિસ્તાર છે, ત્યાં ગટરનાં વહેતાં પાણીનાં કારણે તળાવ જેવું દૃશ્ય સર્જાયું છે. રાહદારીઓ રસ્તે ચાલી શક્તા નથી, છતાં ગટરનું ગંદુ પાણી બંધ થતું નથી. અહીંના વેપારીઓ અને રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગટરની કુંડીમાંથી ગંદું પાણી નીકળ્યા રાખે છે ને જાહેર રસ્તા પર ભરાઈ જવામાં કે અમારી દુકાનોમાં ગ્રાહકોને આવવામાં ગંદાં પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. જતાં અમે ચાલી શક્તા નથી. ઘરે અઠવાડિયાથી જાહેર રસ્તા પર ગટર વહે છે છતાં પગલાં નહીં

*૨૦૦૫ પછી નિમાયેલાઓની પાંચ વર્ષની ફિકસ સેવાને કેરિયર એડવાન્સ સ્કીમમાં ગણાશે*રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ...
16/07/2025

*૨૦૦૫ પછી નિમાયેલાઓની પાંચ વર્ષની ફિકસ સેવાને કેરિયર એડવાન્સ સ્કીમમાં ગણાશે*
રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે. અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. વર્ષ ૨૦૦૫ પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે. ૨૦૦૫ના ઠરાવના અધ્યાપકોને પાંચ વર્ષના ફિક્સ પગારદારને તેનો લાભ મળશે. અધ્યાપકોને એરીયર્સની રકમ ત્રણ ત્રણ હપ્તામાં ચૂકવાશે. ૧૦૦ કરોડની રકમ અધ્યાપકોને ત્રણ ત્રણ મહિનાના હપ્તા ચૂકવાશે.

• ૭૦ હેક્ટરના સંરક્ષિત વનમાં વન્યજીવોની વિવિધતા જાળવવા વન વિભાગને સહાય• જામનગર વનતારાથી ખાસ એમ્બ્યુલસમાં સ્થળાંતરિત કરાય...
16/07/2025

• ૭૦ હેક્ટરના સંરક્ષિત વનમાં વન્યજીવોની વિવિધતા જાળવવા વન વિભાગને સહાય
• જામનગર વનતારાથી ખાસ એમ્બ્યુલસમાં સ્થળાંતરિત કરાયેલા હરણોને છોડવાની કામગીરી હાથ ધરાઇ

મંગળવારે લંડનના ક્લેરેન્સ હાઉસ ખાતે ભારતીય ક્રિકેટ ટીમો, પુરુષ અને મહિલા બંને, કિંગ ચાર્લ્સ III ને મળ્યા. કિંગે જસપ્રીત ...
15/07/2025

મંગળવારે લંડનના ક્લેરેન્સ હાઉસ ખાતે ભારતીય ક્રિકેટ ટીમો, પુરુષ અને મહિલા બંને, કિંગ ચાર્લ્સ III ને મળ્યા. કિંગે જસપ્રીત બુમરાહ, ઋષભ પંત, શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓ સાથે વાતચીત કરી. કિંગ ચાર્લ્સે ભારતીય ટીમને એ પણ ઉલ્લેખ કર્યો કે તેમણે લોર્ડ્સમાં ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટના હાઇલાઇટ્સ જોયા, જે ગિલની આગેવાની હેઠળની ટીમ પાંચમા દિવસે ખૂબ જ વહેલા આઠ રનથી પાછળ હોવા છતાં માત્ર 22 રનથી હારી ગઈ હતી. મોહમ્મદ સિરાજ છેલ્લી ભારતીય વિકેટ હતી જે શોએબ બશીરની બોલિંગમાં પડી હતી કારણ કે બોલ સ્ટમ્પ પર પડ્યો હતો.

કેલિફોર્નિયાના સાન ડિએગોમાં સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનના સ્પ્લેશડાઉન પછી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્...
15/07/2025

કેલિફોર્નિયાના સાન ડિએગોમાં સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનના સ્પ્લેશડાઉન પછી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળી ગયા છે. તેમના સાથી અવકાશયાત્રીઓ પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ અવકાશયાનમાંથી બહાર નીકળી ગયા છે. સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન આજે બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયામાં સ્પ્લેશડાઉન થયું. અવકાશયાને 14 જુલાઈના રોજ સવારે 7.05 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ સાંજે 4.35 વાગ્યે) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ના હાર્મની મોડ્યુલને અનડોક કર્યું હતું.

ડી પી વર્લ્ડ, દિન દયાલ પોર્ટ  અને નેવોમો વચ્ચે મેગ્નેટિક રેલ પ્રોજેક્ટ ની સંભાવના અંગે ના પાયલોટ પ્રોજેક્ટ વચ્ચે થયા એમ....
15/07/2025

ડી પી વર્લ્ડ, દિન દયાલ પોર્ટ અને નેવોમો વચ્ચે મેગ્નેટિક રેલ પ્રોજેક્ટ ની સંભાવના અંગે ના પાયલોટ પ્રોજેક્ટ વચ્ચે થયા એમ.ઓ.યુ ભારતમાં પ્રથમ વખત પોર્ટ માં કાર્ગો માટે મેગ રેલ ની શક્યતા ચકાસવા કરાયો પ્રયાસ, ૭૫૦ મીટર સુધી ટ્રેક પથરાશે

મેદસ્વિતાની સમસ્યા સામે નવતર અભિયાન : જંક ફૂડથી થતી સમસ્યાઓની ચેતવણી આપવામાં આવશે દેશમાં વધી રહેલી મેદસ્વીતાની સમસ્યા સા...
15/07/2025

મેદસ્વિતાની સમસ્યા સામે નવતર અભિયાન : જંક ફૂડથી થતી સમસ્યાઓની ચેતવણી આપવામાં આવશે
દેશમાં વધી રહેલી મેદસ્વીતાની સમસ્યા સામેનાં અભિયાનમાં સરકાર હવે જંક ફૂડ સામે કડક પગલા ભરવાની તૈયારીમાં છે. જાણવા મળતી વિગતો અનુસાર સિગારેટની જેમ હવે સર્માસા, જલેબી જેવા લોકપ્રિય નાશ્તા પણ ચેતવણી સાથે જ પીરસવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવી ચેતવણી માટેની યોજના તૈયાર કરવામાં આવી છે.

આઈસીએમઆર-એનઆઈઈનો ચેતવણી આપતો અહેવાલઃ શહેરોમાં નિયત પ્રમાણ કરતાં નમકનો બમણો ઉપયોગભારતમાં નમકનો વધુ ઉપયોગ મોટી સમસ્યા બની ...
15/07/2025

આઈસીએમઆર-એનઆઈઈનો ચેતવણી આપતો અહેવાલઃ શહેરોમાં નિયત પ્રમાણ કરતાં નમકનો બમણો ઉપયોગ
ભારતમાં નમકનો વધુ ઉપયોગ મોટી સમસ્યા બની રહ્યો છે. ભારતીય આયુર્વિજ્ઞાન (આઈસીએમઆર)ના રાષ્ટ્રીય મહામારી વિજ્ઞાન સંસ્થાન (આસીએમઆર-એનઆઈઈ)ના વૈજ્ઞાનિકો અનુસાર વધુ પડતા નમકના ઉપયોગથી લોકોને હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદયની બીમારી અને કિડનીની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યાને ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ નવી રીત શોધી છે અને ઓછું સોડિયમ ધરાવતા નમકના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. પંજાબઅને તેલંગણમાં ત્રણ વર્ષનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી લોકોને ઓછૂ નમકખાવા સમજાવી શકાય અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય.

Address

Bhuj

Website

Alerts

Be the first to know and let us send you an email when Kutchmitra Daily Newspaper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share