05/11/2025
આજરોજ કચ્છ જીલ્લા દ્વારા સ્મૃતિવન ભૂજ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ભવ્ય બાઇક રેલી તેમજ સાધુ-સંતો અને જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકર્તાઓને મળી પ્રદેશ અધ્યક્ષએ આશિર્વાદ મેળવ્યા.
અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું જીલ્લાના કાર્યકર્તાઓ દ્વારા 1 લાખ 51 હજાર બુકથી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કે અન્ય લોકો આજે ગુજરાતમાં આવે છે તેમને પુછજો કે તમારા મેન્ડેટમાં રાષ્ટ્રના હિત માટે એવી કઇ વસ્તુ હતી અને જે કામને વળગીને કામ પુર્ણ કર્યુ. – જગદીશભાઇ વિશ્વકર્મા
ભાજપે જેટલા વચનો મતદારોને આપ્યા છે તે વચનો પુર્ણ કર્યા છે.
– જગદીશભાઇ વિશ્વકર્મા
આજે અલગ-અલગ રાજયોમાંથી કેટલાક લોકો આવે છે ત્યારે મારે તેમને કહેવુ છે કે તમે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનો મીજાજ ઓળખો છો,ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ ન કરતા . – જગદીશભાઇ વિશ્વકર્મા
ગુજરાતની જનતાએ કોંગ્રેસને 25 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે અને હજુ આવનાર 25 વર્ષ સુધી તમને સત્તા પર નહી આવવા દે – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
આજે સરકાર દ્વારા 9 તારીખથી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે અને ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે.
– જગદીશભાઇ વિશ્વકર્મા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કોઇ પણ વિદેશી મહેમાન આવે ત્યારે મોંઘી વસ્તુ થી સ્વાગત નથી કરતા પણ આપણા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વસ્તુથી તેમનુ સન્માન કરે છે. – જગદીશભાઇ વિશ્વકર્મા
આપત્તિને અવસરમાં પલટવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. – જગદીશભાઇ વિશ્વકર્મા
કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ગુજરાતની જનતાનું દુખ ક્યારેય દેખાયુ નથી. – જગદીશભાઇ વિશ્વકર્મા
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કચ્છના પુર્નવસન માટે કોઇ કચાસ બાકી નોહતી રાખી. – વિનોદભાઇ ચાવડા