Gujarat One24

Gujarat One24 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat One24, Media/News Company, VB media networks, Borsad.

Gujarat’s First AI-Powered News Channel
📍 Local Stories | 🔍 Real Updates | 🧠 Smart News
24x7 Gujarati News | Breaking • Politics • Weather • Analysis
🎥 Subscribe on YouTube. | 📲 Follow us for daily updates

01/06/2026

પ્રેમમાં અંધ બનેલા યુવકે માસૂમ આરવની કરી હત્યા

ઉત્તર પ્રદેશના Firozabad માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, આરોપી યુવક પરિણીત મહિલાને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. મહિલાએ ઇનકાર કરતા આરોપીએ મહિલાના દોઢ વર્ષના માસૂમ પુત્ર આરવને પોતાના રસ્તાનો અવરોધ માન્યો.

આરોપી આરવને ચોકલેટ અને ટોફી અપાવવાના બહાને ઘરેથી બહાર લઈ ગયો હતો. ત્યારબાદ રસ્તા પર તેની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી છે.

31/05/2026

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણધીન બ્રિજ નો એક ભાગ ધરશય

30/05/2026

બોટાદ DYSPની કારથી સર્જાયો ગંભીર અકસ્માત, હાઈવે પર ઉભેલા 5 લોકોને અડફેટે લીધા
આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક ગુરુવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બોટાદના DYSP એ.એ. સૈયદની કાર હાઈવે પર રસ પી રહેલા 5 લોકોને અડફેટે લઈ ગઈ હતી. ઘટનામાં શીતલ તલપદા અને સંજય તલપદાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વાસદ પોલીસે DYSP વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

30/05/2026

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં નકલી ડોક્ટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર એક શખ્સને બોરસદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરિફમહંમદ અબ્દુલકાદર કાઝી નામનો ઈસમ કોઈપણ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ક્લિનિકમાંથી આયુર્વેદિક અને એલોપેથીક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

28/05/2026

કેનેડામાં બોરસદની યુવતીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા
🇨🇦 અભ્યાસ માટે ગયેલી ગુજરાતી યુવતીની નાયગ્રામાં કરૂણ હત્યા

28/05/2026

🚨 બોરસદમાં ઈદ પહેલાં પોલીસની કાર્યવાહી, ત્રણ વાછરડા કબ્જે
🐄 કતલ માટે બાંધી રાખેલા વાછરડાં સાથે મહિલા ઝડપાઈ

25/05/2026

પેટલાદના બાંધણી ગામે આંબેડકર હોલની જમીન મુદ્દે દલિત સમાજનો ઉગ્ર વિરોધ
ONGC માટે રસ્તા ફાળવણીની કામગીરી સામે દલિત સમાજમાં રોષ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિરોધના વીડિયો વાયરલ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામે આંબેડકર હોલની જગ્યા બચાવવા મુદ્દે દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હોવાના વીડિયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગામમાં ONGC માટે રસ્તા બનાવવા જમીન ફાળવણીની કામગીરી હાથ ધરાતા દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

25/05/2026

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી મયુરીબેન પટેલ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી જીલુભા પરબતસિંહ સિંધાની બિનહરીફ વરણી

23/05/2026

પેટલાદ તાલુકા પંચાયત ના હોદ્દેદારો નામ મેન્ડેટ મુજબ સત્તાવાર રીતે બીનહરીફ જાહેર કરવામાં આવ્યા.

નાયબ કલેક્ટર વી.એ. પંચાલ ની અધ્યક્ષતા માં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ બાકીના હોદ્દેદારો ના નામ ની જાહેરાત કરવામાં આવી.

પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ -
રણજીતસિંહ મંગળભાઈ પરમાર (બામરોલી)

ઉપપ્રમુખ -
જ્યોતિબેન રજનીકાંત સોલંકી (સુંદરણા)

કારોબારી ચેરમેન -
બ્રિજેશભાઈ જયેશભાઈ પટેલ (પંડોળી)

દંડક -
કાનજીભાઈ ગેંદાભાઇ ઠાકોર (ખડાણા)

પક્ષના નેતા -
વિજયભાઈ રામાભાઈ ગોહેલ (સિંહોલ)
તરીકે જાહેર થયા.

પેટલાદ વિધાનસભા ના ધારાસભ્ય અને રાજય કક્ષા મંત્રી એ તમામ હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા

પેટલાદ તાલુકા પંચાયત ની 28 બેઠક ઉપર 26 બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો ત્યારે કોંગ્રેસ 1 શીટ ઉપર અને અપક્ષ 1 શીટ ઉપર વિજેતા થયા હતા.

23/05/2026

Address

VB Media Networks
Borsad
388540

Alerts

Be the first to know and let us send you an email when Gujarat One24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share