ADindia

ADindia વનસ્પતિ ની ઓળખ અને ઉપયોગ

11/12/2025

લીવર અને બરોળના વિકારમાંપણ આ ઔષધી દ્રોણપુષ્પીના મૂળનું ચૂર્ણ બનાવી લો ખુબ ફાયદાકારક નીવડશે . આ ચૂર્ણ સાથે એક ભાગ પીપળી ચૂર્ણ ભેળવી દો. 1 થી 2 ગ્રામની માત્રામાં નિયમિત સેવન કરવાથી લીવર અને બરોળમાં ખુબ લાભ થાય છે. આ ઔષધી સોજો મટાડવાના પણ ગુણ ધરાવતી હોવાથી તે બરોળ અને યકૃતનો સોજો મટાડવામાં મદદ કરે છે.

11/12/2025

રસ્તાઓને કાંઠે, નાળાં અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતા ભાગમાં ઉગી નીકળે છે. તેનાં પોલા પુષ્પોમાંથી મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેતાં જખમ પાકતો નથી અને રૂઝ ઝડપી થાય

11/12/2025

પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે પીળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. શુક્રાણુઓ વધારવા માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. જેથી પથરીના રોગી તથા કિડનીની સમસ્યા હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે.

10/12/2025

આ આશરે ૨ થી ૫ મીટર ઊંચું નાનું ઝાડ (ક્ષુપ) છે. તેના પાંદડા મોટા અને હૃદય આકારના હોય છે, અને તેના પર ગુલાબી કે સફેદ ફૂલો આવે છે. તેના ફળને 'ડોડા' કહેવાય છે, જે કાંટાળા હોય છે. પાક્યા પછી તે લીલામાંથી લાલ કે મરૂન રંગના થઈ જાય છે.​સિંદૂર બનાવવાની રીત: જ્યારે આ ફળ સુકાઈને ફાટે છે, ત્યારે તેમાંથી નીકળતા બીજ પર લાલ આવરણ હોય છે. આ બીજને મસળવાથી કુદરતી લાલ રંગ નીકળે છે, જેમાંથી અસલી સિંદૂર પાવડર બને છે.આયુર્વેદ મુજબ, તેના પાંદડા અને મૂળનો ઉપયોગ તાવ, કમળો અને ચામડીના રોગોના ઇલાજમાં થાય છે.

09/12/2025

આયુવેદીક વનસ્પતિ લાબડી

09/12/2025

નાનો વર્ષાયુ છોડ દરેક જગ્યાએ પડતર અને પાંખા વન વિસ્તારમાં ઉગે છે. પાન ગોળ અને તેની ઉપર નીચે સુક્ષ્મ કાળી ગ્રંથીઓ દાણા જેવી હોય છે. ભૂરા કે જાંબલી રંગના ૧૦-૩૦ ફૂલ અને કાળા ગોળ ફળ થાય છે. પાનની લુગદી ફોલ્લા ઉપર લગાડવામાં આવે છે. મૂળ દાંતના પેઢાં ગળી જવામાં તથા પાન અતિસાર-મરડામાં વપરાય છે. બીજ મૂત્ર વિરેચક અને કૃમિનાશક છે. બીજ હાર્ટના દર્દમાં અસ્થમા અને કુષ્ઠ ઉપર લગાડવામાં આવે ઉપયોગી છે.

08/12/2025

વધારે પડતર જમીન મા જોવા મળે છે નાગરમોથ સ્વાદે તીખી-તૂરી તથા ગુણે શીતળ અને કફ-પિત્ત દોષનાશક છે. તે કફ-પિત્તના દર્દો,આયુર્વેદીય ઔષધ 'મુસ્તા'ને આપણે ગુજરાતીમાં 'મોથ' કહીએ છીએ. આ મોથ આપણે ત્યાં ઘણાં વર્ષોથી કેશતેલ અને માનસિક રોગોનો ઇલાજ થાય

08/12/2025

જમીન ઉપર ફેલાતી રસદાળ વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે. જેના પાન અનિયમીત જોડીમાં દરેક ગાંઠ ઉપર લંબગાળો અને જાડા હોય છે. જાંબલી રંગના ફૂલ બારેમાસ જોવા મળે છે. મૂળનો ઉપયોગ દમ, પેટના દર્દો, કમળો, મસા, હૃદયરોગ, કફ માટે દવામાં વપરાય છે. પાનમાં પુર્નજીવન નામનો આલ્કેલાઈડ થાય છે. જે મૂત્રવિરેચક છે અને જલંધર, કમળો અથવા પ્રમેહમાં વપરાય છે.

07/12/2025

આ છોડનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે

07/12/2025

કેરડાનો આયુવેદીક ઉપયોગ

07/12/2025

આયુવેદીક ઔષધી વનસ્પતિ ભોય આબલી

06/12/2025

15 દિવસ સતત રસ પીવાથી હરસ મસા નાબૂદ થાય છે

Address

Botad

Website

Alerts

Be the first to know and let us send you an email when ADindia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ADindia:

Share