
06/07/2025
*આપણા સમાજનું ગૌરવ અને એક એવું વ્યક્તિ કે જેમને માન સન્માન અપેક્ષા વગર સમાજમાં નિરંતર સેવામાં જોડાઈને સમાજમાં શિક્ષણ પર કામ કામ કરનાર સામાજિક યુવા કાર્યકર એવા "રજનીશ વલ્લભભાઈ મકવાણા" નો આજે જન્મ દિવસ છે તેમના જન્મની નિમિતે ખુબ ખુબ અભિનંદન*
💐💐💐💐💐💐💐
*તેઓનુ મૂળ વતન- સાંગાવદર તા.જી.બોટાદ છે.*
*હાલ 15 વર્ષ થી અમદાવાદમાં રિલાયન્સ કંપનીમાં કોમ્પ્યુટર એન્જીનીયરમાં નોકરી કરે છે.*
*સમાજની અંદર શિક્ષણનો પાયો મજબૂત થાય અને યુવાનો વ્યસન મુક્તિ બને,કુરિવાજો નાબૂદી,જેવા કાર્યક્રમો સાથ અને સહકાર આપીને જન જાગૃતતા લાવવાનું કામ કરીને નિઃસ્વાર્થ સેવા પૂરી પાડે છે.*
*આપણા સમાજમાં વિવિધ સંસ્થાઓ સંગઠન મંડળ જેવાકે 🤝જય વિર મેહૂર દાદા વોટસઅપ ગૃપ,🤝ગુજરાત રાજ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી મેમ્બર્સ, 🤝શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી ટ્રસ્ટી,🤝વિકાસ કમિટી યુવા ગ્રુપ બોટાદ,🤝 ઉડાન ટ્રસ્ટ ભાવનગરના ઉપપ્રમુખ,🤝 ભાવનગર છાત્રાલય સભ્ય, 🤝સવેન્દના ગોષ્ટી,🤝ભાવનગર મહા સંમેલન,🤝 સમસ્ત હિન્દુ બાબર સમાજ ગુજરાત સોશિયલ મીડિયા ન્યુઝ આ વગેરે સંસ્થા મંડળ સંગઠન માં સભ્ય અને "ટ્રસ્ટી" તરીકે સેવા આપી રહિયા છે.*
*ગુજરાતમાં આપણા સમાજનો કાર્યક્રમ હોય ત્યારે રજનીશભાઈ ની હાજરી અચૂક જોવા મળે છે. તેમની કુશળ આવડત થી સમાજના દરેક કાર્યક્ર્મમાં સ્ટેજ સંચાલન પ્રોગ્રામ મેનેજમેન્ટ કરતા હોય છે. કોઈ પણ રાગ દ્વેષ વગર સમાજની પ્રગતિમાં સાથ સહયોગ આપે છે.સમાજના દરેક નાના મોટા કાર્યમાં અને કાર્યક્રમોમાં સાથ સહયોગ જોવા મળે છે*
*👉યુવાનોને શિક્ષણ, રોજગાર,સરકારની વિવિધ પરીક્ષાઓનું માર્ગદર્શન નિઃસ્વાર્થ ભાવે પૂરું પાડે છે.* *અને અમદાવાદઃ ખાતે પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનને રહેવા જમવાની તમામ સગવડતા ઉપલબ્ધ કરી આપે છે.*
*ગુજરાતમાં દરેક જિલ્લામાં અને તાલુકામાં આપણા સમાજની ચાલતી વિવિધ સંસ્થાઓ અને સંગઠનોમાં નિઃસ્વાર્થ સેવા કરે છે. સાથે ગુજરાતમાં આપણા સમાજનું સૌથી મોટું સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉભુ કરનાર જેમાં એક લાખ થી વધુ આપણા સમાજ જોડાયેલ છે ફેસબુક વોટ્સએપ ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યુબ વગેરે સોશિયલ મીડિયા દ્વારા સમાજને ન્યૂઝ આપવાનું કામ કર્યું છે.*
*સમાજના વડીલ અગ્રણીઓ સાધુ સંતો વગેરે સમાજના કાર્યકર ભાઈઓ બહેનો સાથે રહીને માર્ગદર્શન લઈને સેવામાં જોડાયેલા રહેતા હોય છે.*
*દિવ્યાંગ સંસ્થાઓમાં વર્ષો થી સેવા પૂરી પાડી છે.*
*સામાજિક સેવા કાર્ય બદલ સરકાર દ્વારા અને સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે*.
*સમાજના લોક લાડીલા યુવાન જીવનમા ઉતરોતર પ્રગતિ કરી મકવાણા પરિવાર તથા સમાજનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભ કામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ*
🎄🎄🎂🎂🎂🎂
*જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા*
*9904283912 મેસેજ શકો છો.*
*સુંદર આલેખન - સમસ્ત હિન્દુ બાબર સમાજ ગુજરાત સોશિયલ મીડિયા ન્યૂઝ ટીમ*