Daily Bodeli News

Daily Bodeli News DAILY BODELI NEWS please follow page and subscribe YouTube channel https://youtube.com/c/%E0%AA%B8%E
(1)

તાલુકા આરોગ્ય કચેરી બોડેલી ખાતેદિપક ફાઉન્ડેશન વડોદરા નાં સહયોગ થી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દી...
15/07/2025

તાલુકા આરોગ્ય કચેરી બોડેલી ખાતે
દિપક ફાઉન્ડેશન વડોદરા નાં સહયોગ થી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

બોડેલી. તા. 15/7/2025

જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અધ્યક્ષતામાં દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ટીબી રોગના દર્દીઓ માટે સરકાર શ્રી તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૧૦૦૦ જમા કરાવવા માટે ની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવા માં આવે છે આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે પૌષ્ટિક આહાર ની જરૂર હોય છે તે માટે ઘણા નિક્ષય મિત્ર સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરી ને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ટીબી ની સારવાર લઈ રહેલા ૨૫ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.

યોજાયેલ આ કાર્યક્રમ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, દિપક ફાઉન્ડેશન માંથી ડો સંદીપ સોની તથા લક્ષભાઈ ઠાકર ,સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તથા તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી તથા પ્રા.આ.કેન્દ્ર પાંધરાના સુપરવાઇઝર પ્રમલાભાઇ રાઠવા દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓ ને ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

14/07/2025

જિલ્લા માં બ્રીજો માટે આજે ફરી એકવાર વિપક્ષી નેતાઓ આક્રમક મૂડ માં જોવા મળ્યા... DAILY BODELI NEWS

11/07/2025

બોડેલી ઓરસંગ પૂલની મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈન લીધે 🚣‍♀️🌉🏞️

10/07/2025

આજરોજ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ મોનાબેન સોશિયલ મીડિયા દ્વારા બોડેલી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જે ન્યુઝના મારફતે એવું કહેવામાં આવ્યું હતું કે કેટલા લોકો ત્યાં બ્રિજ પર જઈને વિરોધ કરીને પોતાના રોટલા શેકે છે
તો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ નો જવાબ... આ વીડિયોના માધ્યમથી
કે મેડમ તમે તાલુકા પંચાયતના પ્રમુખ છો તમારી જવાબદારી છે તમે એક જવાબદાર હોદ્દા પર બેઠા છો અને તાલુકામાં કોઈપણ સમસ્યા હોય એનું સમાધાન કરવાની જવાબદારી તમારી તેમજ તંત્રના અધિકારીઓની હોય છે કેમકે જનતા એ તમને ચુટી શાસન પર બેસાડ્યા છે.. છતાં પણ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે આ રોડ કે બ્રિજ નું સમારકામ મેં કરાવ્યું તો તમે જે રજૂઆત કરી એ બતાવો ???
લેખિતમાં આપ્યું હોય તો એ બતાવો મીડિયા દ્વારા આપ્યું હોય તો એ બતાવો
લી. મોનાબેન મન્સુરી
છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ

10/07/2025

ઓરસંગ પુલ પર કોંગ્રેસ ના કાર્યકરો એ શું કર્યું? શું કહે છે જુઓ 🤔🚣‍♀️🌉? #કોંગ્રેસ

09/07/2025

છોટાઉદેપુર જિલ્લા બોડેલી અલીપુરા ખાતે આવેલા ગોકુલ સ્ટેટ અને બચ્ચો કા ઘરને જોડતો મુખ્ય માર્ગ હાલ ભારે બિસ્માર સ્થિતિમાં છે. રોડ પર અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 🚧💔🚗

09/07/2025
08/07/2025
07/07/2025

CHHOTAUDEYPUR : મોટી SADHLI ગામે ચક્કાજામ કેમ કર્યું?

06/07/2025

છોટાઉદેપુરના ચિચોડ ગામે સોકતા કોતરમાં ટ્રેકટર ફસાયું

ચિચોડ ગામ નો યુવાન મીની ટ્રેકટર લઈ ને ખેતર ઘાસચારો લેવા જતો હતો

ટ્રેકટર નો ચાલાક ટ્રેકટર મૂકી બહાર નીકળી જતાં ચાલક નો અબાદ બચાવ થયો

04/07/2025

BANGA PURA UPDATE : યુવાન પર હુમલો? પછી શું થયું? DAILY BODELI NEWS 🤔📺📰👮

Address

Chhota Udepur

Alerts

Be the first to know and let us send you an email when Daily Bodeli News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Daily Bodeli News:

Share