07/04/2025
ચોટીલામાં બાળ વાર્તા સંગ્રહ નું વિમોચન યોજાયું.
મારા જેવા અનેક લઘુનાં ગુરુ એવા સુરેન્દ્રનગર જિલ્લા રાજગોર કાઠી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ, લીંબડીનાં પ્રમુખ તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ, સૌરાષ્ટ્રનાં ઉપ પ્રમુખ આદરણીય રતિલાલ મહેતા સાહેબનાં પુત્ર જે સુરેન્દ્રનગર પ્રા. શિક્ષણ જગતનું ઘરેણું, ચુડાનાં જેપર નું ઝરણું, પ્રતિભાસંપન્ન, ઇનોવેટિવ શિક્ષક ડૉ. દીપકકુમાર 'દીપ' દ્વારા બાળ સાહિત્ય ક્ષેત્રે સર્વ પ્રથમ પદાર્પણ તેમના લિખિત પ્રથમ બાળવાર્તા સંગ્રહ "ઊગતો સૂરજ" પુસ્તકનું ભરાડ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશન કરાયું છે. જેમાં કિશોરોને કેન્દ્ર સ્થાને રાખીને જીવન ઘડતરમાં સોનેરી કિરણો પાથરનાર અને રાષ્ટ્ર ચેતનાનો વિકાસ કરનાર ખૂબ જ ઉત્તમ કક્ષાની બાળવાર્તાઓ સમાવિષ્ટ છે.
કાર્યક્રમનાં અધ્યક્ષ ભરાડ ફાઉન્ડેશનના સ્થાપક, કેળવણીકાર ગીજુભાઇ ભરાડ , સુરેન્દ્રનગર જિલ્લા DIET નાં પ્રાચાર્ય ડો. સી. ટી. ટૂંડિયા, જાણીતા સાહિત્યકારો, ડૉ. રાઘવજી માધડ, કિશોરચંદ્ર ત્રિવેદી, તેમજ લેખક-કવી મનોજભાઇ પંડ્યા સહિતનાની જ્ઞાનસભર વાતો સાંભળવાનો લ્હાવો મલ્યો.
ગુરૂ પુત્ર દીપકકુમાર મહેતા (દીપ) ના પ્રથમ બાળ વાર્તા સંગ્રહ "ઉગતો સૂરજ" પુસ્તક વિમોચન પ્રસંગે જાણીતા સાહિત્યકાર રાઘવજી માધડનાં કરકમળો દ્વારા સન્માનિત ગૌરવ પ્રાપ્તિ તેમજ જાણીતા કેળવણીકાર ભરાડ સાહેબને મળવાનો અવસર પ્રાપ્ત થયો.