31/08/2026
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હવામાં ઉડાન દરમિયાન ટિશ્યુ પેપર પર 'BOMB' લખેલી શંકાસ્પદ ચિઠ્ઠી મળતાં જ નવી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઇટને તાબડતોબ અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્લેનને આઇસોલેશન-બે માં ખસેડી તમામ ૩૨ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને CISF દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અફવા કે ધમકી આપનાર ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.