Today News

Today News Get Daily Dose of Facts ! Thoughts, Quotes Talks & Jokes

26/09/2025

ગઢને તાલુકો જાહેર ના કરાતા લોકોમાં રોષ..

04/09/2025

*અદ્દભૂત અલૌકીક માં અંબાનું ધામ અંબાજી*

03/09/2025

સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ઉપર છેલ્લા ૪૧ વર્ષથી એક અનોખો સેવાકેમ્પ યોજવામાં આવે છે.જ્યાં પદયાત્રિકોને નવી તાજગી મળે છે જાણો શાનો છે આ કેમ્પ અને કેમ આ કેમ્પ પદયાત્રીઓ માટે એનર્જી યુક્ત ટોનિક કેમ્પ બની રહ્યો છે .
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે.સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ધામે પદયાત્રા કરી અંબાજી ધામે આવી રહ્યા છે.ત્યારે અંબાજી માર્ગો પર પદયાત્રિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે અનેક સેવા કેમ્પ પણ શરૂ થઈ ગયા છે.અંબાજી માર્ગ પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી પહોંચતા પદયાત્રિકો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પ શરૂ થયા છે.ત્યારે 1985થી સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી ત્રિશૂળીયા ઘાટ ઉપર ચાનો સેવાકેમ્પ ચાલી રહ્યો છે. અને પદયાત્રીકોને ચા પીરસવાનું કામ કરે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રીઓમાં થાક ઉતરી જાય છે અને ભક્તોમાં નવી તાજગીનો સંચાર થાય છે. મજાની કડક ચા દ્વારા પદયાત્રીઓ રિચાર્જ પણ થઈ જાય છે.અંબાજી મહામેળામાં પદયાત્રામાં સૌથી વધારે અઘરો રસ્તો ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક અનુભવે છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 40 વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને પદયાત્રીઓને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.જ્યાં આ કેમ્પને પદયાત્રીઓ રકાબી ચા ના નામે થી ઓળખે છે અને આ ચાને રબડી ચા કહે છે.જોકે વર્ષોથી અહીંની ચાનો ટેસ્ટ અકબંધ છે અને તેનો ટેસ્ટ બદલાતો નથી તેના માટે આ કેમ્પના સંચાલકો માતાજીની કૃપા ગણી રહ્યા છે.. અહીં ભક્તોની સેવા કરતા આઈટીઆઈના કર્મચારીઓનું કહેવું છે કે અમારો આ સેવા કેમ્પ 1985માં શરૂ કરવામાં આવ્યો હતો, અત્યારે ૪૧ મું વર્ષ ચાલી રહ્યું છે.જ્યારે અમે આ સેવા કેમ્પની શરૂઆત કરી ત્યારે આ માર્ગ ખુબજ સાંકડો અને કઠિન હતો.ત્યારથી આ સેવા કેમ્પ પદયાત્રીકોને નવી તાજગી આપે છે.આ સેવા કેમ્પ 2 વાર ચલાવામાં આવે છે.જેમાં ચૈત્રીપુનમના 5 દિવસ ભાદરવી પૂનમમાં 10 દિવસ અને માતાજીના પ્રાગટય દિવસે એક દિવસ આ ચાનો સેવા કેમ્પ ચાલુ કરાયે છે.આ સેવા કેમ્પમાં સમગ્ર ગુજરાતના આઇ ટી આઈ વિભાગના 250 કરતા વધુનો સ્ટાફ જોડાય છે.
દૂર દૂરથી આવતા પદયાત્રિકોએ આ કેમ્પની ચા પીધા બાદ કહ્યું કે, અમે દર વર્ષે ચાલતા અંબાજી આવીએ છીએ અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી આઈટીઆઈના કર્મચારી મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પની ચા પીએ છીએ. અહીંની ચા નો એક જ ટેસ્ટ છે, જે જરાય બદલાયો નથી આ ચા પીવાથી અંબાજી પદયાત્રામાં સૌથી અઘરો પડાવ મનાતો ત્રિશૂળીયો ઘાટ ચડતા ખુબજ થાક લાગતો હોય છે.પરંતુ આ સેવા કેમ્પની ચાની ચૂસકી મારતા થાક ઉતરી જાય છે.અને નવી તાજગીનો અનુભવ થાય છે.

03/09/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

અંબાજી મેળામાં Iti કર્મચારીઓની "રબડી ચા" પીધી કે નહીં..???
03/09/2025

અંબાજી મેળામાં Iti કર્મચારીઓની
"રબડી ચા" પીધી કે નહીં..???

03/09/2025

ગૃહ મંત્રી હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે

01/09/2025

અંબાજી મેળાના પ્રથમ દિવસના અવકાશી દ્રશ્યો

01/09/2025

Address

Dhanera

Website

Alerts

Be the first to know and let us send you an email when Today News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Today News:

Share