Week Of I ndia News

Week Of I ndia News Week of india daily news paper

*જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાવ- થરાદમાં UPSC સેમિનાર યોજાયો: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યુ...
08/03/2026

*જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાવ- થરાદમાં UPSC સેમિનાર યોજાયો: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું*
___________
*જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ.પ્રજાપતિનો વિદ્યાર્થીઓને મંત્ર: ઊંચા લક્ષ્યાંક અને મક્કમ સંકલ્પશક્તિ જ સફળતાની ચાવી છે*
____________
*વહીવટી તંત્રની પહેલ થકી કલેક્ટરશ્રી અને DDOશ્રીએ વિદ્યાર્થીઓને UPSC પરીક્ષા માટે આપ્યું સચોટ માર્ગદર્શન*
_____________
(માહિતી બ્યુરો,થરાદ)

વાવ-થરાદ પંથકના વિદ્યાર્થીઓને દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષા UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) માટે પ્રોત્સાહિત કરવા અને તેમને ઘર આંગણે જ યોગ્ય દિશા-સૂચન મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “UPSC માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હાજર રહી ભવિષ્યના ઘડતર માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

આ સેમિનારમાં જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સિદ્ધિ મેળવવા માટે સૌ પ્રથમ મનમાં ઊંચા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અનિવાર્ય છે. જો સતત મહેનત, અડગ સંકલ્પશક્તિ અને અતૂટ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવામાં આવે, તો UPSC જેવી અઘરી ગણાતી પરીક્ષાઓમાં પણ સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શિસ્તબદ્ધ અભ્યાસ, સમયનું સચોટ સંચાલન અને નકારાત્મકતાથી દૂર રહી સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણીએ વિદ્યાર્થીઓને UPSC પરીક્ષાની ટેકનિકલ બાબતોથી માહિતગાર કર્યા હતા. તેમણે પરીક્ષાનું ત્રિ-સ્તરીય માળખું, પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાની પદ્ધતિ તેમજ ઇન્ટરવ્યુના તબક્કાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સિલેબસને સમજવાની કળા, યોગ્ય સંદર્ભ પુસ્તકોની પસંદગી અને નિયમિત પ્રેક્ટિસના મહત્વ પર ભાર મૂકી, પરીક્ષા પાસ કરવા માટેની સચોટ રણનીતિ સમજાવી હતી.

આ સેમિનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી હતી. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ખૂબ જ સરળ અને સંતોષકારક ઉત્તરો આપી તેમની મૂંઝવણો દૂર કરી હતી. આ સેમિનાર માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત સૌએ વહીવટી તંત્રની આ પહેલને બિરદાવી, ભવિષ્યમાં પણ આવા માર્ગદર્શન કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.
***

પાટણ કલેકટર કચેરી ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલેકટરશ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સંકલન બેઠક યોજાઈ...
29/01/2026

પાટણ કલેકટર કચેરી ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલેકટરશ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સંકલન બેઠક યોજાઈ
CMO Gujarat Gujarat Information District Collector Patan

29/01/2026

શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ

અમદાવાદ-મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીયથી
✓ અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવે પર દૈનિક એક લાખથી વધારે વાહનોની અવરજવર
✓ મુખ્ય માર્ગનું આઠ માર્ગીયકરણ કરવાની સાથે રસ્તાની બંને બાજુ ૭ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાશે.
✓ કુલ ૫૧ કિ.મી.ના માર્ગમાં ૧ એલિવેટેડ કોરીડોર, ૮ ફ્લાયઓવર તેમજ ૮ અંડરપાસ તૈયાર કરાશે.

આ જનહિતલક્ષી નિર્ણય બદલ ઉત્તર ગુજરાતની જનતા વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીનો હ્રદયપૂર્વક આભાર...

*अनन्त आद्यशक्ति श्री राजराजेश्वरी आशापुरा माताजी मंदिर पाट स्थान नाडोल,(पाली) राजस्थान, के आज प्रातः काल दिव्य श्रृंगार...
29/01/2026

*अनन्त आद्यशक्ति श्री राजराजेश्वरी आशापुरा माताजी मंदिर पाट स्थान नाडोल,(पाली) राजस्थान, के आज प्रातः काल दिव्य श्रृंगार दर्शन दिनांक 28/1/2026 ,श्रीं आशापूरा माताजी का आशीर्वाद सदा सभी भक्तों पर बना रहे!*🙏🏻🚩 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

બનાસકાંઠા જીલ્લામાં મંદિર ચોરી કરતી ગેંગને પકડી પાડી ડીસા,ભીલડી તેમજ અન્ય જગ્યા બનેલ મંદિર ચોરીના ૧૦ થી વધુ ચોરીના ભેદ ઉ...
27/01/2026

બનાસકાંઠા જીલ્લામાં મંદિર ચોરી કરતી ગેંગને પકડી પાડી ડીસા,ભીલડી તેમજ અન્ય જગ્યા બનેલ મંદિર ચોરીના ૧૦ થી વધુ ચોરીના ભેદ ઉકેલી ત્રણ ઈસમોને પકડી પાડતી એલ.સી.બી.પાલનપુર-બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અન્વયે,

શ્રી એ.વી.દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., બનાસકાંઠા નાઓએ બનાસકાંઠા જીલ્લામાં મંદિર ચોરી, ઘરફોડ ચોરીના બનેલ બનાવો શોધી કાઢવા સારૂ અલગ-અલગ ટીમોનુ ગઠન કરેલ તેના ભાગરૂપે પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી પી.એલ.આહીર નાઓની ટીમ ડીસા ડીવીઝન વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય,

ઉક્ત ટીમને મળેલ લીડ આધારે તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જુના ડીસા વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલિંગ દરમ્યાન ત્રણ શકમંદ ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય જેઓની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતાં આરોપીઓ (૧) ભાવેશભાઈ પીરાજી ઠાકોર હાલ રહે.લોરવાડા તા.ડીસા જી.બનાસકાંઠા મુળ વતન.કમોડી તા.લાખણી જી.વાવ-થરાદ (ર) ભરતસિંહ ચંપુજી રાઠોડ (દરબાર) રહે.મુડેઠા, ગજનીપુરી ગજનીપુરી ભલાણી પાટી તા.ડીસા જી.બનાસકાંઠા (૩) લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ (દરબાર) રહે.મુડેઠા,ગજનીપુરી ભલાણી પાટી તા.ડીસા જી.બનાસકાંઠા (૪) કિરણસિંહ પીરાજી ઠાકોર રહે.લોરવાડા (૫) ગેમરસિંહ ભમરસિંહ વાઘેલા રહે.લોરવાડા (૬) નારણસિંહ પોપટજી વાઘેલા રહે.લોરવાડા વાળાઓએ ભેગા મળી અલગ-લગ મંદિરોમાં રહેલ દાનપેટીઓ તોડી તેમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતાં હોય તથા હાલના પકડાયેલ આરોપી પાસેથી અલગ-અલગ મંદિરોમાંથી ચોરી કરેલ રોકડ રકમ કિ.રૂ.૩૦,000/- તથા મોબાઈલ ફોન-03 કિ.રૂ.૧૦,૫૦૦/- તથા ગુનામાં વાપરેલ લોખંડનો સળીયો નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૪૦,૫૦૦/- ના મળી આવેલ હોઈ જે કબ્જે કરેલ હોય તેમજ મળી આવેલ ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ.૩૫(૧)(ઈ) મુજબ અટક કરેલ છે તેમજ મળી આવેલ મંદિર ચોરીનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૦૬ મુજબ કબ્જે કરેલ કરેલ છે અને પકડાયેલ ઈસર્મો તથા મળી આવેલ મુદામાલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-(૧) ભાવેશભાઈ સ/ઓ પીરાજી વિહાજી જાતે ઠાકોર ઉવ.૨૩ ધંધો. મજુરી હાલ રહે.લોરવાડા તા.ડીસા જી.બનાસકાંઠા મુળ વતન.કમોડી તા.લાખણી જી.વાવ-થરાદ મોનં.૭૯૮૪૩ ૨૭૭૧૬.

(ર) ભરતસિંહ સ/ઓ ચંપુજી મગનજી જાતે રાઠોડ (દરબાર) ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.મુડેઠા, ગજનીપુરી ભલાણી પાટી તા.ડીસા જી.બનાસકાંઠા મોનં.૯૯૦૯૨૪૭૫૮૮

(૩) લક્ષ્મણસિંહ સ/ઓ અજમલજી કપુરજી જાતે રાઠોડ (દરબાર) ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.મુડેઠા, ગજનીપુરી ભલાણી પાટી તા.ડીસા જી.બનાસકાંઠા મોનં.૮ર૩૮૩ ૨૫૩૪૦

નહી પકડાયેલ આરોપી:-

(૧) કિરણસિંહ પીરાજી ઠાકોર રહે.લોરવાડા

(ર) ગેમરસિંહ ભમરસિંહ વાઘેલા રહે.લોરવાડા

(૩) નારણસિંહ પોપટજી વાઘેલા રહે.લોરવાડા

કબ્જે કરેલ મુદ્દામાલઃ- રોકડ રકમ કિ.રૂ.30000/- તથા મોબાઈલ ફોન નંગ.૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા લોખંડનો સળીયો નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦

શોધાયેલ ગુનાઓ

1. ભીલડી પો.સ્ટે ગુના નં.૧૧૧૯૫૦૦૮ર૬૦૦૬૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૫(ડી),૩૩૧ મુજબ

2. ડીસા રૂરલ પો.સ્ટે ગુના નં.૧૧૧૯૫૦૦૧૯૦૨૬૦૦૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૫ (ડી),૩૩૧ મુજબ

૩. ભીલડી પો.સ્ટે ગુના નં.૧૧૧૯૫૦૦૮ર૬૦૦૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૩(૨),૩૩૧(૪),૫૪ મુજબ 4. ડીસા રૂરલ પો.સ્ટે ગુના નં.૧૧૧૯૫૦૧૯૨૬૦૦૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૫(ડી),૩૩૧ મુજબ

5. વાસણા (જુના ડીસા)ના સરયુનગરમાં ખેતલાબાપાના મંદિરમાં રહેલ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ

6. લોરવાડા ખાતે બ્રહ્માણી માતાના મંદિરમાંથી મંદિરમાં રહેલ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ

કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત

PI શ્રી એ.વી.દેસાઈ

PSI શ્રી પી.એલ.આહીર

૭૦ મદેશભાઈ શાંતિભાઈ

PSI શ્રી આર.બી.જાડેજા

ASI બળવંતસિંહ મોતીસિંહ

નરેશભાઈ લક્ષ્મણભાઈ

27/01/2026

રાજ્યપાલશ્રીએ ફરી એકવાર
શંકરભાઈના નેતૃત્વમાં બનાસ ડેરીની કામગીરીની નોંધ લીધી.

26/01/2026

77મું પ્રજાસત્તાક પર્વ: પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરેડનું આયોજન થયું કે જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે-સાથે વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત

26/01/2026
77મું પ્રજાસત્તાક પર્વતમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે!ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચ...
26/01/2026

77મું પ્રજાસત્તાક પર્વ

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે!

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચોથી વખત વિજેતા બનાવો...

તા. 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરેડનું આયોજન થયું કે જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે-સાથે વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા...

ગુજરાત દ્વારા પ્રદર્શિત થયેલ ટેબ્લો 'સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્'ને અહીં આપેલ લિંકનો ઉપયોગ કરીને, ભરપૂર વોટિંગ કરીને આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ!

આ લિંક આપના મિત્રો, પરિચિતો, પરિજનો અને કચેરીના સભ્યોને વધુને વધુ શેર કરી તેઓને વોટિંગ કરવા વિનંતી કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો...

વોટિંગ કરવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો :

• Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/
• ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
• નીચે લીલા બટનમાં Log in to Participate છે તે દબાવો
• ત્યારબાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેઈલ આઈડી લખો
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
• આ OTP લખતાં થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

વોટિંગ લિંક તા. 26 જાન્યુઆરી, 2026ના રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલ્લી હોઈ ભરપૂર વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ...

77મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામના; ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓન...
26/01/2026

77મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામના; ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન...

ગાર્ડ ઓફ ઓનર દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન...માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 77મા પ્રજા...
25/01/2026

ગાર્ડ ઓફ ઓનર દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત 'એટ હોમ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો તેમજ નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું...

નર્મદાના નીરથી વાવ-થરાદ જિલ્લો સમૃદ્ધ બન્યો; ગુજરાત આજે દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે : માન. રાજ્યપાલશ્રી

ગાર્ડ ઓફ ઓનર દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન...માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 77મા પ્રજા...
25/01/2026

ગાર્ડ ઓફ ઓનર દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત 'એટ હોમ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો તેમજ નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું...

નર્મદાના નીરથી વાવ-થરાદ જિલ્લો સમૃદ્ધ બન્યો; ગુજરાત આજે દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે : #માન. #રાજ્યપાલશ્રી

Address

Disa

Alerts

Be the first to know and let us send you an email when Week Of I ndia News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share