21/08/2024
*વિધાનસભામાં કૃષિમંત્રીના નેનો યુરિયા ખાતર પરના વિધાન પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા*
*""ચોર ને કહે ચોરી કર ઘરધણીને કહે જાગતા રહો"" જેવી વાત કૃષિમંત્રી એ કરી છે*
*ભાજપની જેમ કૃષિમંત્રીના પણ બોલવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે*
*કૃષિમંત્રી માત્ર દેખાડો કરવાને બદલે નેનો યુરિયા બંધ કરવાનો ઈરાદો બતાવો*
*કૃષિમંત્રી ખેડૂતોને મૂર્ખ બનાવે છે અથવા તો કૃષિમંત્રી પોતે મૂર્ખ છે તેવું વિધાનસભામાં સાબિત કરે છે*
*ડબલ એન્જીન પૈકી એક એન્જીન નેનો યુરિયાને પ્રોત્સાહન આપે ને બીજું એન્જીન તેના પર રોક લગાવવાનું નાટક કરે !!!*
*કૃષિમંત્રીશ્રી નેનો યુરિયા કોઈ વેપારી નહિ સરકાર જ બનાવે છે એ કેમ ભૂલી જાઓ છો???*
____પાલ આંબલિયા
*નેનો યુરિયાનું વિતરણ પણ સહકારી વિક્રેતાઓ દ્વારા જ કરવામાં આવે છે*
*નેનો યુરિયા ઉત્પાદન બંધ કરવાનો વિધાનસભામાં ખરડો પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલો*
_______પાલ આંબલિયા
*કૃષિમંત્રીશ્રી તમે જ્યાં સહકારી આગેવાન છો તેવા ધ્રોલ- જામનગરમાં પણ નેનો યુરિયા ફરજિયાત અપાય છે*
*લોકશાહીના મંદિર એવા વિધાનસભામાં પણ કૃષિમંત્રી જાહેરમાં ખોટું બોલી રહયા છે*
*જો નેનો યુરિયા બંધ જ કરવું હોય તો વિક્રેતા એવી સહકારી સંસ્થાઓને સરકાર ફરજ પાડવાનું સરકાર બંધ કરે*
____પાલ આંબલિયા
*યુરિયાની ચાર બેગ સાથે 1 બેગ નેનો યુરિયા ફરજિયાત કોણ કરાવે છે એ કૃષિમંત્રીને પણ ખબર છે*
____પાલભાઈ આંબલિયા