29/10/2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા માવઠાના કારણે મગફળી, કપાસ સહિત પશુઓ માટેના ઘાસચારાને ભારે નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોની મુશ્કેલીના સમયમાં કલ્યાણપુર તાલુકા ભાજપ યુવા મોરચા ના મંત્રી જયેશભાઈ વાજા એ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તેવી રજૂઆત કરી છે.