23/08/2025
🚨 મુંદરા પોર્ટ પર મોટો કાંડ!
DRIએ ₹14 કરોડનો ગેરકાયદેસર ડીઝલ જથ્થો જપ્ત કર્યો.
આયાતકર્તા ડિઝલ સ્મગ્લર શ્રીનિવાસન ની ધરપકડ
મુંદરા પોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન "હેવી એરોમેટિક ઓઈલ" (HAO) તરીકે દર્શાવવામાં આવેલા ૨,૩૫૦ મેટ્રિક ટન ડીઝલનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે ₹14 કરોડ જેટલી છે.
આયાતકર્તા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસન ને ગેરકાયદેસર આયાતના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
DRIના જણાવ્યા મુજબ દર મહિને આશરે ૧૦,૦૦૦ મેટ્રિક ટન જેટલો ડીઝલ ગેરકાયદેસર રીતે આયાત થતો હતો. આ મામલાને લઈને રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે.
👉 તમારો અભિપ્રાય શું છે?
#વંદેવિશ્વ