12/08/2026
ભચાઉના આમરડીમાં પત્નીની
હત્યા કરનાર પતિ ઝડપાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના આમરડી ગામે વાડીમાં રહી કામ કરતા ભાગિયાએ શાક રોટલી બનાવવાની બાબતે બોલાચાલી થતાં પોતાની પત્ની કૈલાસબેનની ધોકા ફટકારી નિર્મમ હત્યા કરી નાખી છે. વાડી માલિક વિજયભાઈ કરશનભાઈ ગામી (પટેલ) ની ફરિયાદના આધારે ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી હત્યા કરી ભાગી છૂટેલા મૂળ પંચમહાલના આરોપી રમેશ બળવંતસિંહ બારીયાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પોલીસે બીએનએસની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.