We Are Gujarat

We Are Gujarat Digital News Broadcasting of Gujarat State,
By an Experienced Director with a demonstrated history of working in the broadcast media industry.
(2)

Skilled in Political Commutation. Media And Legal Advisory

આજ થી શરૂ થતાં પવિત્ર નવલી નવરાત્રી  આપના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી  માં આદ્યાશક્તિ ના પવિત્ર નવલા...
22/09/2025

આજ થી શરૂ થતાં પવિત્ર નવલી નવરાત્રી આપના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી માં આદ્યાશક્તિ ના પવિત્ર નવલા નોરતા ના આગમન થી તમને અને તમારા પરિવારજનો ને મારા તથા મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના
*માં આદ્યાશક્તિ તમારા જીવન માં આનંદ અને અનેરી ખુશીઓ લાવે તેવી પ્રાર્થના...*
*સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે*
*શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે*💐🙏🙏💐

📌 *દૂધધારા ડેરી ઇલેક્શન અપડેટ*   : પરિણામ જાહેર...નાંદોદ પશ્ચિમ ઝોનમાં ઘનશ્યામ પટેલ 2 મત થી   વિજેતા.... કુલ 26 માંથી અર...
20/09/2025

📌 *દૂધધારા ડેરી ઇલેક્શન અપડેટ* : પરિણામ જાહેર...નાંદોદ પશ્ચિમ ઝોનમાં ઘનશ્યામ પટેલ 2 મત થી વિજેતા.... કુલ 26 માંથી અરુણસિંહ રાણા પેનલના ઉમેદવાર સુનિલ પટેલને મળ્યા 12 મત

વાંચો તમારું 20 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્યમેષ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો, વાણીની મી...
20/09/2025

વાંચો તમારું 20 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો, વાણીની મીઠાશથી લાભ- ફાયદો જણાય.

વૃષભ : આપ હરો- ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.

મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ, સહકાર્યકર વર્ગ, નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે, પરદેશના કામ થાય.

કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના વીમા, કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

કન્યા : આપના કામકાજમાં પ્રતિકૂળતા રહે, કોર્ટ- કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં.

તુલા : સંતાનના પ્રશ્ને દોડધામ- શ્રમ જણાય પરંતુ ચિંતા પરેશાની ઓછી થાય, વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

વૃશ્ચિક : જમીન- મકાન- વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે પરંતુ દિવસ દરમ્યાન વ્યસ્તતા- દોડધામ રહે.

ધન : નોકરી- ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ભાઈભાંડુનો સાથ- સહકાર મળી રહે.

મકર : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક ચિંતા જણાય.

કુંભ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય, ઇચ્છિત વ્યક્તિની સાથે મુલાકાતથી આનંદ થાય.

મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

- અગ્નિદત્ત પદમનાભ

18/09/2025

Bharuch ના આમોદમાં પાલિકાના અધિકારીઓએ ફોટો સેશન માટે રોડ પર કચરો પથરાવ્યો! | Gujarat Samachar

ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં મેઘરાજાની એક્સ્ટ્રા ઈનિંગ્સ, આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહીGujarat Rain Forec...
15/09/2025

ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં મેઘરાજાની એક્સ્ટ્રા ઈનિંગ્સ, આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: દેશભરમાં નૈઋત્ય ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, આ વચ્ચે હજી પણ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેતાં પહેલા હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

હવે પૈસા ઉપાડવા માટે ATM જવાની જરૂર નથી...ફોનથી સ્કેન કરો QR કોડ અને મેળવો તાત્કાલિક રોકડ
15/09/2025

હવે પૈસા ઉપાડવા માટે ATM જવાની જરૂર નથી...ફોનથી સ્કેન કરો QR કોડ અને મેળવો તાત્કાલિક રોકડ

એશિયા કપમાં પાકિસ્તાન સામે જીત બાદ ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યો!
15/09/2025

એશિયા કપમાં પાકિસ્તાન સામે જીત બાદ ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યો!

15/09/2025

📌 કંથારીયામાં તંત્ર દ્વારા મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું

કંથારિયા- દેરોલ રોડ ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર ફેરવાયું બુલડોઝર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાતા દબાણ કરતા ઓ માં ફફડાટ

15/09/2025

ભારતે ક્રિકેટમાં પણ પાકને કર્યું પરાસ્ત
ભરૂચની પ્રજા પરંપરા મુજ પાંચબત્તી ઉજવણીમાં ઉમટી

ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક
પાંચબત્તી પોલીસ પેહરા વચ્ચે પ્રજાનો વિજ્યોત્સવ

પરિણામ આવે તે પેહલા જ પોલીસે પાંચબત્તી સર્કલ ટેકઓવર કર્યું

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટ પ્રેમીઓએ તિરંગો લહેરાવી, ઢોલ નગારા અને આતશબાજી સાથે કરી ઉજવણી@ # #

ભારતીયનું માથું વાઢી નાખવાની ઘટના પર ભડક્યાં ટ્રમ્પ, કહ્યું- ગેરકાયદે ઈમિગ્રન્ટના દિવસો પૂરાં થયાDonald Trump News : અમે...
15/09/2025

ભારતીયનું માથું વાઢી નાખવાની ઘટના પર ભડક્યાં ટ્રમ્પ, કહ્યું- ગેરકાયદે ઈમિગ્રન્ટના દિવસો પૂરાં થયા

Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. ટ્રમ્પે આ ટિપ્પણી ક્યુબનના નાગરિક દ્વારા એક ભારતીય નાગરિકની હત્યા બાદ કરી હતી.

ટ્રમ્પે લીધી પ્રતિજ્ઞા

ગયા અઠવાડિયે ટેક્સાસના ડલ્લાસમાં એક ક્યુબન ઇમિગ્રન્ટે ભારતીય નાગરિક ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા કરી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ જ ઘટના પર આ પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે મારી સરકાર મારા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં અપનાવે.

ભારતીયનું માથું વાઢી નાખ્યું હતું

ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, "મને ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા સંબંધિત ભયાનક સમાચારની જાણ છે, જેની ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, આવી ઘટના અમેરિકામાં ક્યારેય ન બનવી જોઇએ."

વાંચો તમારું 15 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્યમેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સ...
15/09/2025

વાંચો તમારું 15 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક- વ્યવહારિક કામકાજ રહે.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા- દ્વિધા જણાય.

કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે.

સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમ ઘટે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામમાં ધ્યાન રાખવું.

તુલા : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવતા આનંદ રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થઈ શકે.

મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કુંભ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો થાય.

મીન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી. મિત્રવર્ગની ચિંતા જણાય.

અગ્નિદત્ત પદમનાભ

14/09/2025

ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીને લઇ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પેનલના 6 સભ્યોને BJP પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા પ્રમુખ પ્રકાશ મોદી

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when We Are Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to We Are Gujarat:

Share

Cinemas & Multiplexes Advertising & Digital Social Media Marketing

Advertising/Marketing

WE ARE AD WALL

Cinemas & Multiplexes Advertising & Digital Social Media Marketing Marketing…Social Media Marketing, Advertisement & Printing Marketing, , Call Centre And Telemarketing, SMS Marketing, Direct Marketing, Online & Offline Marketing, E-MAIL Marketing, Viral Marketing, Capital Events Marketing All types Marketing.