Global News

Global News Global News was Started on 18-09-2011.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ ભવન, અમદાવાદ ખાતે આવેલ કૌશલ્યા–ધ સ્કીલ યુનિવર્સિટીની ‘ડ્રોન મંત્ર લેબ’ની મુલાકાત ગુજરાત સરકારના ક...
08/09/2026

ગુજરાત શ્રમયોગી કલ્યાણ ભવન, અમદાવાદ ખાતે આવેલ કૌશલ્યા–ધ સ્કીલ યુનિવર્સિટીની ‘ડ્રોન મંત્ર લેબ’ની મુલાકાત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબે લીધી.

આ તકે ડ્રોન ટેક્નોલોજી, ડ્રોન નિર્માણ તથા યુવાનોને આપવામાં આવતી કૌશલ્યલક્ષી તાલીમ અંગેની કામગીરીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. ડ્રોન ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજી સાથે યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય અને ગુજરાતમાં નવી તકોનું નિર્માણ થાય તે દિશામાં કૌશલ્યા યુનિવર્સિટીની કામગીરી પ્રશંસનીય છે.

કૌશલ્યથી રોજગાર, ટેક્નોલોજીથી વિકાસ અને નવીનતાથી આત્મનિર્ભર ગુજરાત!

કૌશલ્ય કેન્દ્રમાં પર્યાવરણ સમૃદ્ધિનું રોપણ!પર્યાવરણ સંરક્ષણ, હરિયાળા ગુજરાતનું નિર્માણ અને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્ય...
06/08/2026

કૌશલ્ય કેન્દ્રમાં પર્યાવરણ સમૃદ્ધિનું રોપણ!

પર્યાવરણ સંરક્ષણ, હરિયાળા ગુજરાતનું નિર્માણ અને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગરૂકતા લાવવાના પાવન આશય સાથે ઔધોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ઉપસ્થિત રહીને છોડ સમૃદ્ધિનું રોપણ કર્યું.

આજરોજ રાજ્યની કુલ 288 સરકારી તથા અનુદાનિત ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં 10,000થી વધુ વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થાના અધિકારીઓ, પ્રશિક્ષકો, કર્મચારીઓ તથા તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતાની સાથે વૃક્ષોના વાવેતર અને જતનનો સઘળો સંકલ્પ લેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લાઓની ITI માટે 40 ઇલેક્ટ્રીક કારનું ગાંધીનગરમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્...
12/03/2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લાઓની ITI માટે 40 ઇલેક્ટ્રીક કારનું ગાંધીનગરમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ફ્લૅગ-ઓફ કરાવી વિતરણ કર્યું હતું.

ઇલેક્ટ્રીક વાહનોના વધતા જતા વ્યાપ અને તે ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો વધી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને વિતરણ કરવામાં આવેલ ઇલેક્ટ્રીક કાર થકી ITIમાં મોટર મિકેનિક ટ્રેડના 8000થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે ઇલેક્ટ્રીક વ્હીકલ સંબંધિત નવીનતમ ટેકનોલોજીની પ્રેક્ટિકલ તાલીમ મેળવી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે લોકર્પિત થયેલ ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ વાન સાથે રાજ્યભરના 34 જિલ્લાઓમાં કુલ 206 ધનવંતરી આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન બાંધકામ શ્રમિકો અને સંસ્થાઓના શ્રમયોગીઓ તથા તેમના પરિવારજનોને તેમના ઘર આંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, ગંભીર રોગ થતા અટકે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર કાર્યરત કરવામાં આવ્યા છે.

કૌશલ્ય વિકાસ — આત્મનિર્ભર યુવાનો તરફ એક મજબૂત પગલું.આજરોજ વડોદરા જિલ્લાના દશરથ મુકામે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી....
28/02/2026

કૌશલ્ય વિકાસ — આત્મનિર્ભર યુવાનો તરફ એક મજબૂત પગલું.

આજરોજ વડોદરા જિલ્લાના દશરથ મુકામે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)ની મુલાકાત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા સાહેબે લઈને તાલીમાર્થીઓ તથા પ્રોફેસરો સાથે વિશેષ સંવાદ સાઘ્યો. તેમજ કેમ્પસમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની સ્થળ પર મુલાકાત લીધી અને સમીક્ષા કરી કામોની ગુણવત્તા તથા સમયબદ્ધ પૂર્ણતા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ કર્યા.

યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ સાથે રોજગારમુખી તાલીમ મળે અને સ્થાનિક ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તે માટે આ સંસ્થા વધુ સશક્ત બને તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Address

Gandhinagar
382021

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919429027657

Website

Alerts

Be the first to know and let us send you an email when Global News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Global News:

Shortcuts

Share