સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ

સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ Koli Jagdish Chudasma
(8)

27/06/2025

ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી
તરીકે પુજાભાઈ વંશને જાહેર કરવા ગુજરાત કોળી ઠાકોર સમાજની માંગ.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃ*ત્યુ પામેલા લોકોને વિનમ્ર  #ભાવભીની_શ્રદ્ધાંજલિ 🙏
14/06/2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃ*ત્યુ પામેલા લોકોને વિનમ્ર #ભાવભીની_શ્રદ્ધાંજલિ 🙏

24/05/2025

GPSC ની મોખીત પરીક્ષા માં જાતી વાદ થાય છે એવું
કલ હમારા યુવાન સંગઠન
વર્ષોથી કહે છે એ સાબિત થઈ ગયું

જેઓની  #પેઢીઓ_સમાજ_સેવામાં_ખપી_ગઈ, સમસ્ત કોળી સમાજ માટે  #અડધી_રાતનો_હોંકારો, હંમેશા સમાજ ને એક તાંતણે બાંધી રાખનાર, સમા...
24/05/2025

જેઓની #પેઢીઓ_સમાજ_સેવામાં_ખપી_ગઈ, સમસ્ત કોળી સમાજ માટે #અડધી_રાતનો_હોંકારો, હંમેશા સમાજ ને એક તાંતણે બાંધી રાખનાર, સમાજ #સેવાભાવી, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત #પ્રદેશ_અધ્યક્ષ, અમારા #માર્ગદર્શક, #ઉદ્યોગપતી એવા શ્રી ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
ભગવાન માંધાતા અને કુળદેવી હંમેશા એમને તંદુરસ્ત રાખે એ જ પ્રાર્થના....
Happy birthday Chandravadan Pithawalla સાહેબ..

23/05/2025
કોળી સેના ગુજરાત ના સ્થાપક ગુજરાત રાજ્ય ના મંત્રી ભાઈ શ્રી,  #પરષોત્તમભાઈ_સોલંકી ના  #જન્મ_દિવસ પર માં ચામુંડા ની સદાય ક...
23/05/2025

કોળી સેના ગુજરાત ના સ્થાપક ગુજરાત રાજ્ય ના મંત્રી ભાઈ શ્રી, #પરષોત્તમભાઈ_સોલંકી ના #જન્મ_દિવસ પર માં ચામુંડા ની સદાય કૃપા રહે તેવી પ્રાર્થના સાથેય હાર્દિક શુભકામના..!!

 #ક્રાંતિ_વીર_રાઘોજી_ભાંગરે 👏💪👏ક્ષત્રિય મહાદેવ કોળી ઈ/સ/1700 - 1800 ના સમય માં બ્રિટિશ સત્તા નાં જુલ્મ સામે મહારાષ્ટ્ર ન...
22/05/2025

#ક્રાંતિ_વીર_રાઘોજી_ભાંગરે 👏💪👏
ક્ષત્રિય મહાદેવ કોળી
ઈ/સ/1700 - 1800 ના સમય માં બ્રિટિશ સત્તા નાં જુલ્મ સામે મહારાષ્ટ્ર નાં સહ્યાદ્રિ પર્વતમાળા ના ક્ષત્રિય મહાદેવ કોળી ઓએ વિદ્રોહ કર્યો હતો. આ વિદ્રોહ ની આગેવાની રામજી અને વાલજી નામના બે કોળી ભાઇઓ એ લીધી હતી આ બે કોળી ભાઇઓ ની અટક ભાંગરે હતી જુલ્મ સામે વિદ્રોહ કરનાર આ બે કોળી ક્રાંતિકારી ઓને બ્રિટિશ સલ્તનતે કાળા પાણીની સજા આપી હતી બ્રિટિશ સલ્તનત કાળા પાણીની સજા થી ક્રાંતિકારી ઓને મારી શકી ન હતી પણ એક ઔર ક્રાંતિકારી ને જન્મ આપી ચૂકી હતી. જેનુ નામ હતું . રાઘોજી ભાંગરે . મહારાષ્ટ્ર નાં નગર જિલ્લા ના અકોલા તાલુકાના દેવગામ માં તા /08/11/1805 ના દિવસે રામજી ભાંગરે ના ઘરે એક દિકરા નો જન્મ થયો હતો. જેનુ નામ રાઘોજી રાખવામાં આવ્યું હતું રાઘોજી ને ગર્ભ માંથી જ દેશ ભક્તિ શીખવા મળી હતી રાઘોજી નો પરીવાર માં ભોમ ની રક્ષા માટે તમામ પ્રકારના બલિદાન આપવા હંમેશાં તૈયાર રહેતો રાઘોજી બાળ પણ મા મિત્રો સાથે મહારાષ્ટ્ર નાં સહ્યાદ્રિ . કોંકણ પર્વતીય ક્ષેત્રમાં ગેરીલા યુદ્ધ ની રમત રમતા હતા આ રમત થી રાઘોજી પહાડ જેવા મજબૂત અને શસકત નવ યુવાન બન્યા હતા . રાઘોજી જ્યારથી સમજદાર થયા ત્યાર થી જ બ્રિટિશ સલ્તનત ના જોર જુલમ ને જાણતા હતા દેશવાસી ઓ પર બ્રિટીશ સલ્તનતે કરેલા અત્યા ચાર અને અન્યાય જોઈ ને રાઘોજી ના મનમા ક્રાંતિકારી વિચાર ઘારા ના બીજ રોપાયા હતા.રાઘોજી ના આ ક્રાંતિકારી વિચાર ઘારા ના બીજ વિશાળ વટવૃક્ષ બની ને સહ્યાદ્રિ કોંકણ પર્વતીય ક્ષેત્રમાં ફેલાઈ ગયા હતા જુલ્મ સામે હક અને અધિકાર ની રાઘોજી ની આ લડાઇ મા તમામ દેશ પ્રેમી ઓ જોડાઈ રહ્યા હતા આ દેશ પ્રેમી ઓના ક્રાંતિકારી લોક જુવાળ થી બ્રિટિશ સલ્તનત ની ઉંઘ હરામ થઈ ગઈ હતી આ સમયે સત્તામાં છત્રપતિ શિવાજી ના વંશજ છત્રપતિ પ્રતાપ સિંહ ગાદીપતિ હતા. તા /29 જાન્યુઆરી 1844 ના દિવસે મહારાષ્ટ્રનાં સહ્યાદ્રિ . કોંકણ પર્વતીય ક્ષેત્ર વિસ્તારમાં છત્રપતિ પ્રતાપ સિંહ અને રાઘોજી ની મુલાકાત થઈ હતી આ મુલાકાત માં આ વિસ્તારના ખેડૂતો ની એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર જમીન. જે અંગ્રેજો અને તેના સાથ આપતા શાહુકારો એપચાવી પાડી હતી તે તમામ જમીન આઝાદ કરવા ની વાત થઈ હતી. આઝાદી ની આ લડાઇ મા એક લાખ ખેડૂતો એ રાઘોજી ને સાથ આપ્યો અને જમીન આઝાદી ની લડાઈ શરૂ થઈ. રાઘોજી અને તેમના સાથી ક્રાંતિકારી ઓ બ્રિટિશ ખજાનો લૂટીને ગામે ગામ વહેંચી દેવા લાગ્યા અંગ્રેજ ને સાથ આપતા શેઠ શાહુકારો ની સંપત્તિ પણ લૂંટી લૂંટી ને ગરીબ ખેડૂતો ને વહેચી દેતા અને પર્વતો માં અદ્રશ્ય થઈ જતાં હતાં કોંકણ વિસ્તાર ના ગામ વાસીઓ પણ તમેની મદદ કરતા જેથી રાઘોજી અંગે કોઈ પણ પ્રકારની બાતમી બ્રિટિશ સરકાર સુધી પહોચ શકતી જ નહોતી બ્રિટિશ સરકારે ક્રાંતિકારી ઓની બાતમી મેળવવા કોંકણ ના અમૃત રાવ નામના પોલીસ અધિકારી ને મોકલ્યા. અમૃત રાવે રાઘોજી ના પરિવાર જનોને ખૂબ હેરાન કર્યા અસહ્ય યાતના ઓ આપી પણ દેશ ભક્ત કોળી પરિવારે ક્રાંતિકારી ઓની બાતમી આપી નહીં. બ્રિટિશ સરકાર મુંબઈ ના કેપ્ટન મર્કિટોશને પોલીસ પલટન સાથે રાઘોજી ને પકડવા મોકલ્યા કેપ્ટન મર્કિટોશે રાઘોજી ની બાતમી આપનાર ને પાંચ હજાર રૂપિયા ના ઈનામ ની જાહેરાત કરી રૂપિયા ની લાલચ માં કોઇ આવ્યું નહીં ઉલટાનુ ગ્રામીણ લોકો સાથે મળી રાઘોજી એ રાતના અંઘકાર મા આ પલટન પર ગેરીલો હુમલો કર્યો આ હુમલા મા પલટન ના તમામ સૈનિકોને મારી ને એક કૂવા મા નાખી દીઘા આ બનાવ બાદ બ્રિટિશ સરકાર ના સૈનિકો રાઘોજી ના નામ માત્રથી કાંપવા લાગતા હતા. ભાગલા પાડો અને રાજ કરો ની રાજનીતિ થી દેશ પર સત્તા જમાવી ચુકેલા બ્રિટિશ રોની મુખ્ય તાકાત દેશ ના જ લાલચુ ગદ્દોરો હતા આખરે બ્રિટિશ સરકારે તેમના હુકમ ના એક્કા સમાન દેશ ના લાલચુ ગદ્દોરો ને રાઘોજી ને ફસાવવા ઉપયોગ માં લીઘા.
ઈ . સ . 1845 માં દેશ ના સત્તા લાલચુ અંગ્રેજો ના તળિયા ચાટવા દેશ ના ગદ્દોરો એ રાઘોજી અને દેશના ક્રાંતિકારી ઓની સામે વિશ્વાસ ઘાત કર્યો ખેડૂતો ની જમીન આઝાદ કરવાની વાતચીત કરવા ના બહાને વિશ્વસુ ગદ્દોરો એ રાઘોજી ને પંઢરપુર બોલાવ્યા અત્યંત ખાનગી આયોજન છે તેવુ કહી ને રાઘોજી ને ખાસ સાથીદારો સાથે જ પંઢરપુર આવવા કહેણ મોકલ્યું . મનના ભોળા અને દેશ પ્રેમી કોળી ઓએ દેશ ના આ રાજકીય આગેવાનો પર વિશ્વાસ મુક્યો રાઘોજી અને તેમના અંગત સાથીઓ ગુપ્ત માર્ગે પંઢરપુર જવા માટે નીકળ્યા.વિશ્વાસુ રાજકીય આગેવાનો એ રાઘોજી ના આ ગુપ્ત માર્ગ ની બાતમી બ્રિટિશ રોને આપી દીધી. તા /2 / જાન્યુઆરી 1848 ની કાલ રાત્રિ એ લેફટનંટ ગેલ નામના બ્રિટિશ અઘિકારી એ સૈનિકો ના કાફલા સાથે રાઘોજી અને તેમના સાથીદારો નદી કિનારા ના ગુપ્ત માર્ગ પર થી ગિરફ્તાર કરી લીઘા અચાનક થયેલા વિશ્વાસ ધાતી હુમલા થી રાઘોજી અને તેમના સાથીદારો સામે આત્મસમર્પણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહતો કોર્ટ માં કેસ ચાલ્યો પણ રાઘોજી ને વકીલ માટે મંજૂરી આપી નહીં રાઘોજી ખુદ કેસ લડ્યા. કાનુનની કિતાબ ભણેલા દેશના જ અંગ્રેજો ના ગુલામ વકીલ સામે રાઘોજી પોતાના કેસ હારી ગયા. અંગ્રેજ અદાલતે રાઘોજી ને ફાંસી ની સજા આપી. રાઘોજી એ છેલ્લા સમય સુધી એક જ વાત કરી . હું દેશદ્રોહી નથી કોઇ ચોર લૂંટારો નથી ગુનેગાર અંગ્રેજો છે અંગ્રેજો અમારો દેશ છોડીને ચાલ્યા જાવ અથવા મને ગોળી મારી વીરતાપૂર્વક નું મોત આપો તલવાર થી મારૂ મસ્તક કાપી મને વીરાજલિ આપો ફાંસી નું કાયર મોત મારી વીરતા ને શોભતું નથી પરંતુ રાઘોજી ની વીરતા ની વાત કાયરો ના બહેરા કાન સાંભળી શક્યા નહીં . તા. 13/04/1848 નાં દિવસે તેમને ફાંસી આપવા તેમના ગળામાં ફાંસી નો ગાળિયો નાખવા મા આવ્યો પરંતુ તેમના વજન થી ફાંસી આપવાનુ દોરડું જ તૂટી ગયું કોળી ક્રાંતિકારી ઓની વીરતાના વજન નો આ સૌથી પહેલો બનાવ હતો કોળી ક્રાંતિકારી રાઘોજી નાં વજન સામે ફાંસી ના ફંદાનુ વજન હલકુ સાબિત થયા બાદ . તા 02/05/1848 ના દિવસે તેમને ફરી વાર... લોખંડ ની ઝંઝીર મંગાવી ફાંસી આપી
ઈ. સ . 1838 થી 1848 સુઘી પ્રમાણા ત્મક લડાઈ બાદ તેમની પ્રેરણાથી પ્રભાવિત થયેલા ક્રાંતિકારી ઓ સહ્યાદ્રિ ક્ષેત્રમાં દેશ ની આઝાદી સુધી લડતા રહ્યા હતા . આજે પણ સહ્યાદ્રિ - કોંકણ પર્વતીય ક્ષેત્રમાં રાઘોજી ની વીરતા ના ગીતો ગુંજી રહ્યા છે . રહી વાત તર્ક વિતર્કની સાબિતી ની તો મહારાષ્ટ્ર માં સાત જિલ્લામાં રાઘોજી ની ક્રાંતિકારી લડાઈ ની માહિતી ના દસ્તાવેજ છે સંશોધન અને સરકારી દસ્તાવેજો અને ગેજેટ થી જાણવા મળેલ માહિતી મુજબ... મહારાષ્ટ્ર માં રાઘોજી સૌથી વધારે પ્રભાવશાળી ક્રાંતિકારી હતા તુઘલુખ બહામનીથી અંગ્રેજ શાસન ના જુલ્મ સુધી લાંબા સમય ની લડાઈ લડનાર રાઘોજી ને સાહિત્ય કારો સંશોધક અને સરકારી અધિકારીઓ એ
શૂરવીર યોદ્ધો ના મેડલ થી સન્માનિત કર્યો છે..

જેમનું લોહી બે ગજ જમીન નીચે ઘરબાયેલુ છે
તેવા દેશભક્ત કોળી શૂરવીરો ની અમર કહાની

100..100 સલામ સે આવા ક્ષત્રિય કોળી વિરોને જેણે દેશ માટે પોતાના પ્રાણ ની આહુતી આપી દીધી
જય હિન્દ જય ભારત..જય જય માં ભારતી
🙏જય ક્ષાત્રઘર્મ 🙏

બુક...કોળી શહીદ કથાઓ
સંપાદક - સંશોધક - લેખક - રાઘુનંદન - કરમણ ભાઈ કોળી .... ફેસબુક લેખક...D . A . Rathod
બુક મળી જછે 8000070385

22/05/2025

2025 સાલમાં જંગલમાં સિંહની વસ્તી ગણતરી થઇ ગઈ છે. આપણા પછાત સમાજની વસ્તી ગણતરી ક્યારે થશે
?

ઈતિહાસમાં પહેલીવાર GPSC સામે અવાજ ઉઠાવી કોઈ એ હાઈકોર્ટમાં 2018 કેસ ઠોક્યો હોય તો આ મારો ભાઈ રતન મહાલ (દાહોદ )ના જંગલોનો ...
21/05/2025

ઈતિહાસમાં પહેલીવાર GPSC સામે અવાજ ઉઠાવી કોઈ એ હાઈકોર્ટમાં 2018 કેસ ઠોક્યો હોય તો આ મારો ભાઈ રતન મહાલ (દાહોદ )ના જંગલોનો વાધ, નીડર, ઈમાનદાર અન્યાય સામે અડીખમ યોદ્ધા જયેશ વરિયા છે.

બેબાક અવાજ થી એકદમ મીલી ભગત વગર ઓબીસી સમાજનો અવાજ બની યુટ્યુબ ચેનલ પર ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યો છે ચાલો આપણે તેમને સાથ આપીએ.

 #વિરાંગના_ઝલકારી_બાઈ_કોળીજન્મ ૨૨ નવેમ્બર ૧૮૩૦ બલિદાન ૪ એપ્રિલ ૧૮૫૭ઇતિહાસના પાનામાં ભુલાયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી ઝલ...
20/05/2025

#વિરાંગના_ઝલકારી_બાઈ_કોળી
જન્મ ૨૨ નવેમ્બર ૧૮૩૦ બલિદાન ૪ એપ્રિલ ૧૮૫૭

ઇતિહાસના પાનામાં ભુલાયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી ઝલકારી બાઈનો જન્મ બુંદેલખંડના એક ગામમાં નિર્ઘન કોળી પરિવારમાં થયો, ઝલકારી બાળપણથી જ સાહસિક હતા,એક વાર તેમનું સાહસિક હોવાનું ઉદાહરણ બાળ અવસ્થામાં ત્યારે જોવા મળ્યું જ્યારે ઝલકારીબાઈ જંગલમાં વાધ સાથે ભીડી પડ્યા અને પોતાની કુલ્હાડીથી એક જ ઘા મારી વાધને મારી નાખ્યો.
ઝલકારી બાઈ એક સામાન્ય પરિવારના હોવાથી તેમને શિક્ષળ મેળવવાની તક નહોતી મળી છતા પણ તેઓ કુશળ હોવાથી શસ્ત્ર ચલાવતા અને ઘોડેસવારી શીખ્યા.એકવાર જ્યારે ડાકુઓએ ગામમાં રહેતા એક વેપારીના ઘરે દરોડા પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઝલકારીએ એકલા હાથે જ તેમને માત આપી હતી.

ઝલકારી બાઈ ક્યારેય રાણી લક્ષ્મીબાઈને મળ્યા નહોતા, પરંતુ તેમના વિશે ઘણું સાંભળ્યું હતું એક વખત ગૌરી પૂજા દરમિયાન ઝલકારી ગામની સંખ્યાબંધ મહિલાઓ સાથે રાણીના કિલ્લા પર જાય છે,ત્યાં સુપ્રસિદ્ધ ઝાંસીની રાણી ઝલકારીને મળે છે,ત્યારે ત્યા ઉપસ્થિત કોઈ ઝલકારીબાઈની વિરતા, સાહસિકતા અને નિડરતાના વખાણ કરે છે અને રાણી લક્ષ્મીબાઈ ઝલકારીના બહાદુર કૃત્યો વિશે માહિતગાર થતા જ તેને સેન્યની મહિલાઓમાં સામેલ કરીલે છે, ત્યાર બાદ ઝલકારીબાઈને તોપ ચલાવવાની ને હથિયાર ચલાવવાની તાલિમ આપવામાં આવે છે, કારણ કે આ સમયે બ્રિટીશરો ઝાંસી પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા.

ઝલકારીના લગ્ન ઝાંસીની સેનામાં સેન્ય તરીકે ફરજ બજાવતા પૂરણસિંધ નામના યૂવક સાથે થયા.લગ્ન પછી તેઓ ઝાંસી આવ્યા,ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં તેઓ મહિલા શાખા દુર્ગાદળની સેનાપતિ બન્યા,તેઓનો રુઆબ અને ચહેરો બન્ને આબેહુબ લક્ષ્મીબાઈ જેવા હતા,જેના કારણે દુશ્મનોનું ધ્યાન ભટકાવવા ક્યારેક તેઓ લક્ષ્મીબાઈનો વેષ ઘારણ કરીને સેના સામે ભીડી પડતા.

તે 1858નું વર્ષ હતું જ્યારે ફિલ્ડ માર્શલ હેનરી રોઝે ઝાંસી પર હુમલો કર્યો,બહાદુર ઝાંસીની રાણી 4 હજાર સેન્યના કાફલા સાથે આક્રમણની તૈયારીઓ કરી,પરંતુ તે લાંબા સમય સુધી કિલ્લા પર ટકી શક્યા નહી, અંગ્રેજોની સેનાએ રાણી લક્ષ્મીબાઈને ઘેરી લેતા ઝલકારીબાઈએ પોતાની સુઝબુઝથી સ્વામીભકિત અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો હતો ,રાણીના વેશમાં યુદ્ધ કરતા કરતા તેઓ અંગ્રેજોના હાથ લાગી ગયા, જેના કારણે લક્ષ્મીબાઈને ત્યાથી ભાગવામાં સફળતા મળી,

લક્ષ્મીબાઈના વેષમાં ઝલકારીબાઈ અંગ્રેજોના હાથમાં આવી જાય છે,જ્યારે અંગ્રેજો ઝલકારીબાઈને જ રાણી લક્ષ્મીબાઈ માની લેતા અંગ્રેજોએ પુછે છે, ‘તમે પકડાય ગયો છો,તમને શું સજા આપવામાં આવે’?-ત્યારે,ઝલકારી બાઈ આત્મવિશ્વાસ સાથે બ્રિટીશોને કહે છે ‘મને ફાંસી આપી દો’,આ વાત સાંભળતાજ બ્રિટીશો કહે છે કે, જો ભારતમાં 1% મહિલાઓ પણ તમારા જેવી હોત તો બ્રિટિશરો દેશને છોડી ચાલ્યા ગયા હોત,થોડા દિવસો પછી દુલ્હા જૂ નામનો વ્યક્તિ બ્રિટીશોને ઝલકારી બાઈ, પોતે રાણી લક્ષ્મીબાઈ નથી, તે વાતની જાણ કરે છે.ત્યારે બ્રિટીશો આશ્ચર્યચક્તિ થાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમના હાથે ન લાગ્યા.

પછી દંતકથાઓ પ્રમાણે ઝલકારી બાઈના મૃત્યુ વિશે અનેક વાતો છે,વર્ષ 1857ના યુદ્ધ સમયે તે જમીન પર ઢળી પડે છે અને મોતને ભેટે છે, તો બીજી દંતકથા પ્રમાણે તેમને બ્રિટીશ લોકો આઝાદ કરી દે છે અને વર્ષ 1890માં તેમનું નિધન થાય છે,પરંતુ તેમના વિષે એક વાતતો ચોક્કસ કહી શકાય કે તેઓ એક મહાન વિરાંગના હતા,રાણી ઝલકારીબાઈની ગાથાઓ આજે પણ બુંદેલખંડમાં ગવાતા લોકગીતો અને લોક કથાઓમાં કહેવામાં આવે છે.તેમના સમ્માનમાં વર્ષ 2001માં તેમના નામની પોસ્ટ કાર્ડ ટિકીટ બહાર પાડવામાં આવી.

કોટિ વંદન જય માતાજી જય હિન્દ

18/05/2025

સમય આવી ગયો છે સમાજમાં શિક્ષણની વાતો કરનાર માટે GPSC માં આપણા પછાત વર્ગના બેરોજગારો માટે અવાજ ઉઠાવવાનો k પછી લોલમલોલ...

હરીભાઈ ચૌધરી દ્વારા ઓબીસી એસસી એસટીને મૌખિક ઇન્ટરવ્યુમાં ભાજપા દ્વારા ખુલ્લો જાતિવાદ ચલાવી અન્યાય કરવાંમાં આવી રહયો છે ત...
18/05/2025

હરીભાઈ ચૌધરી દ્વારા ઓબીસી એસસી એસટીને મૌખિક ઇન્ટરવ્યુમાં ભાજપા દ્વારા ખુલ્લો જાતિવાદ ચલાવી અન્યાય કરવાંમાં આવી રહયો છે તે બાબતે રજૂઆત કરવાની હિંમત કરી તે બદલ અભિનંદન. ભાજપા ઓબીસી એસસી એસટીની વિરોધી પાર્ટી છે તો પછી આપના જેવા બુદ્ધિજીવીઓ શા માટે ભાજપાને સમર્થન કરો છો? જો ઓબીસી એસસી એસટીના ભાજપાના ધારાસભ્યો એકત્ર થઇ જાય તો ભાજપાની સરકાર પણ પડી ભાંગે અને ભાજપાના હાઈ કમાંડ (વાણિયા બ્રાહ્મણો) બકરી બની જાય.

Address

Gandhinagar
382002

Website

Alerts

Be the first to know and let us send you an email when સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ:

Share

કોળી ભાઈઓ આટલું કરો.

એક કોળી ભાઈ અને બહેન બીજા ૧૦૦ કોળી ભાઈ અને બહેનને આ પેજ લાઈક અને ફોલો કરવા ભાગીદાર બને અને પેજમાં ઉપર આપેલ Invite દબાવી કોળી ભાઈઓને અને બહેનોને આ પેજમાં જોડી કોલીયુગના સપનાને સાકાર કરે. તેમજ આ પેજને અને તમને યોગ્ય લગતી પોસ્ટ વધુમાં વધુ શેર કરી સમાજના વિકાસમાં ભાગીદાર બને.

ચાલો આ પેજ ના માધ્યમથી એક કરોડ કોળી ભાઈઓ એકત્રિત થઈએ.

આપના સહકાર બદલ આભાર

જય કોળી સમાજ