Satya Ni Asar

Satya Ni Asar PRGI Registered No. GJGUJ/25/A0461
Independent News Platform
Truth • Transparency • Accountability
News that Matters | SatyaNiAsar

01/09/2026

જુગારના કેસમાં માર નહીં મારવાની અવેજીમાં લાંચ માંગ્યાનો ગંભીર આક્ષેપ... અને ACBના છટકામાં સતલાસણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સહિત બે આરોપી ઝડપાયા છે.

ફરિયાદ મુજબ શરૂઆતમાં એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રકઝક બાદ 83 હજાર રૂપિયા નક્કી થયા હતા.

ફરિયાદીએ 1064 પર જાણ કરતા ACBએ છટકો ગોઠવ્યો અને સતલાસણમાં 83 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા કાનજીભાઈ ચૌધરી અને આશિષભાઈ ચૌધરીને ઝડપી લીધા.

ACBએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

31/08/2026

ગેરતપુર-વિવેકાનંદ નગરનો સાંકડો રોડ... સ્કૂલથી રેલવે સ્ટેશન સુધી સુરક્ષાનો પ્રશ્ન.
watch this full video on our YouTube channel. Satya Ni Asar

31/08/2026

પોલીસની કામગીરીને લઈને ઘણી વખત નકારાત્મક ચર્ચાઓ અને વિવાદો સામે આવતા હોય છે, પરંતુ અહીં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એસપી રિંગ રોડના દહેગામ ઓવરબ્રિજ પર રાત્રિના સમયે એક આઈશર પલટી ખાઈ જતા રસ્તા પર ઓઇલ ઢોળાઈ ગયું હતું અને રોડ ચીકણો બનતા અકસ્માતનો ખતરો ઊભો થયો હતો.
ઘટનાની જાણ થતાં જ જી ડિવિઝન ટ્રાફિક પોલીસે રસ્તા પર માટી પાથરી વાહનચાલકો માટે રસ્તો વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો અને ટ્રાફિક પણ સરળતાથી ચાલુ રહે તેની તકેદારી રાખી.
જી ડિવિઝન ટ્રાફિક પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે.

31/08/2026

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શંકાસ્પદ ચિઠ્ઠી મળતા અમદાવાદ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે!
દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના બાથરૂમમાંથી ક્રૂ મેમ્બરને એક શંકાસ્પદ ચિઠ્ઠી મળી હોવાનું સામે આવ્યું છે.
ફ્લાઇટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
ફ્લાઇટમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાલ એરપોર્ટ ઓથોરિટી, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ચિઠ્ઠી કોણે મૂકી? તેનો હેતુ શું હતો? અને તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ સામે આવે છે કે નહીં?
આ તમામ સવાલોના જવાબ હવે તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

31/08/2026

08 ગુનામાં વોન્ટેડ આરોપી LCB ઝોન-8ના હાથે ઝડપાયો...

અમદાવાદમાં LCB ઝોન-8ની ટીમે ઓઢવ રિંગ રોડ વિસ્તારમાંથી મોહમ્મદ ઝૈદ ઉર્ફે બિરયાનીને ઝડપી પાડ્યો છે.

આરોપી ચાર ઘરફોડ ચોરી, વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગ સહિત કુલ 08 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોંગા ગેંગ સાથે મળી દિવસ દરમિયાન રેકી અને રાત્રે ચોરીને અંજામ આપતો હતો.

હાલ આરોપીને ઓઢવ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

31/08/2026

મોડી રાત્રે પાર્ક કરેલી ઓટો રિક્ષા અચાનક આગની લપેટમાં આવી ગઈ... અને હવે સવાલ એ છે કે આખરે આગ લાગી કેવી રીતે?

અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં રિક્ષાને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પરંતુ આગ કોઈ ટેકનિકલ કારણસર લાગી કે પછી તેની પાછળ કોઈ વ્યક્તિગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ નથી.

જો તપાસમાં કોઈ વ્યક્તિ દ્વારા જાણીજોઈને આગ લગાડવામાં આવી હોવાનું સામે આવે, તો રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થઈ શકે છે.

હાલ પોલીસે જાણવા જોગ નોંધના આધારે તપાસ શરૂ કરી છે અને આગ પાછળની સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે.

31/08/2026

અચાનક બ્રેક... અને એક પછી એક પાંચ ગાડીઓ અથડાઈ ગઈ...
અમદાવાદના અખબારનગર અંડરપાસમાં પિક અવર્સ દરમિયાન એક કારચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ ચેઇન અકસ્માતમાં પાંચ વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાછળથી આવતી BRTS બસ પણ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ હતી.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને વાહનોને રોડની સાઈડમાં કરાવી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવી હતી.
આ ઘટના વાહનચાલકો માટે પણ સંદેશ છે કે આગળના વાહનથી પૂરતું અંતર અને નિયંત્રિત ઝડપ જાળવવી અત્યંત જરૂરી છે.

હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

31/08/2026

સરદારનગર સોસાયટીમાં જુગાર રમતા 10 ઝડપાયા

31/08/2026

મહેસાણાના કુખ્યાત ભાવેશ ઝીલીયા પર જીવલેણ હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે.
નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પોતાના સાથીઓ સાથે ફોર્ચ્યુનર કારમાં હાજર હતો, ત્યારે સફેદ રંગની સ્કોર્પિયો કાર આવી અને ફોર્ચ્યુનરને વારંવાર ટક્કર મારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ઘટનાસ્થળે ફાયરિંગ થયું હોવાની માહિતી સાથે ખાલી કારતૂસના કેસ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હવે CCTV ફૂટેજ અને અન્ય માહિતીના આધારે હુમલાખોરો તથા હુમલા પાછળનું ચોક્કસ કારણ શોધવા તપાસ આગળ ધપાવી રહી છે.

31/08/2026

માતાજીના ભુવા બની ધાર્મિક શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી દર્શનાર્થીઓને છેતરતી મદારી ગેંગના બે સાગરીતો એલસીબી ઝોન-7ના હાથે ઝડપાયા છે.
વટવા વિસ્તારમાં એક મહિલાને વાતોમાં ઉલઝાવી તેની સોનાની ચેઈન કઢાવી, તેના પર માતાજીની કૃપા થશે તેમ કહી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો આરોપ છે. હવે એલસીબી ઝોન-7એ બે આરોપીઓને અસલ સોનાના દાગીના સાથે ઝડપી વટવા પોલીસના વણશોધાયેલા કેસનો ભેદ ઉકેલ્યો છે.
ધાર્મિક શ્રદ્ધાને ઢાલ બનાવી લોકોને નિશાન બનાવતી આવી મદારી ગેંગથી સાવધાન રહેવું જરૂરી છે... કારણ કે ભોળપણ અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવનારાઓ હજુ પણ સક્રિય હોવાનું આ ઘટનાએ ફરી બતાવ્યું છે.

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Satya Ni Asar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share