Panchmahal News Update

Panchmahal News Update DIGITAL MEDIA, VEDIO,

નેશનલ અપડેટભારતના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામૂ.તેમને કહ્યુ..ભારતની યુવાશક્તિ જ, આ દેશની સાચી તાકાત છે....
25/07/2026

નેશનલ અપડેટ

ભારતના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામૂ.

તેમને કહ્યુ..
ભારતની યુવાશક્તિ જ, આ દેશની સાચી તાકાત છે.
​દેશની યુવાશક્તિને ભ્રમના કુચક્રમાં ફસાવા નહીં દઈએ, આ જ મારો સંકલ્પ છે.
​જંતર-મંતર પર અને દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, આ સ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, આપણા બાળકો પોતાનો સમય ભણતરમાં ફાળવે, કરિયર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે—આ જ વાતનો વિચાર કરીને મેં મારું રાજીનામું આદરણીય પ્રધાનમંત્રીજીને મોકલી દીધું છે.






24/07/2026

પંચમહાલ- સાર્વત્રિક વરસાદ,ખેતરો પાણીથી તરબોળ,
શૈક્ષણિક સંસ્થાઓમા રજા,ખેડુતો ખૂશખૂશાલ




પંચમહાલ જીલ્લામા આવતીકાલે ભારે વરસાદની આગાહીનેે પગલે જીલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમા રજા જાહેર કરવામા આવી છે.
23/07/2026

પંચમહાલ જીલ્લામા આવતીકાલે ભારે વરસાદની આગાહીનેે પગલે જીલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમા રજા જાહેર કરવામા આવી છે.



NARMADA UPDATEસમગ્ર ગુજરાતમા વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે ગુજરાતનુ કાશ્મીર  ગણાતા નર્મદા જીલ્લામા પણ વરસાદ પડ્યો છે. ...
23/07/2026

NARMADA UPDATE

સમગ્ર ગુજરાતમા વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે ગુજરાતનુ કાશ્મીર ગણાતા નર્મદા જીલ્લામા પણ વરસાદ પડ્યો છે. નર્મદા જીલ્લાના ખેડુતોની જીવાદોરી સમાન
નાંદોદ તાલુકાના જીતગઢ ગામ ખાતે આવેલા કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવાના ભાગરૂપે ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના પગલે કરજણ નદીમાં હાલ 43,110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીના હેઠવાસમાં આવેલા ગામોના નાગરિકોને નદીકાંઠે કે વહેતા પાણીમાં ન જવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.




# GUJARAT

પુરક માહિતિ- માહિતી વિભાગ - ગુજરાત સરકાર

ગુજરાત રાજ્યમા ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થીતીની વિગતો મેળવતા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ  ગાંધીનગરના સ્ટેટ ઇમર...
23/07/2026

ગુજરાત રાજ્યમા ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થીતીની વિગતો મેળવતા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઊભી થયેલી સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી ખાસ કરીને વલસાડ જિલ્લાની સ્થિતિ અંગે તેમણે મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર સાથે મોબાઈલથી વાત કરી બચાવ રાહતની વિગતો મેળવી જરૂર પડે NDRFની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી. સુરત અને નવસારી કલેક્ટર સાથે પણ વાત કરીને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી હતી.

માહિતી શ્રોત- માહિતી વિભાગ, ગુજરાત સરકાર



શું આપના મોબાઈલમા એલર્ટ આવ્યું...???મધ્ય ગુજરાતમા દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર, વડોદરા સહિતના જીલ્લાઓ આગામી 24 કલાકમા ભારે ...
23/07/2026

શું આપના મોબાઈલમા એલર્ટ આવ્યું...???
મધ્ય ગુજરાતમા દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર, વડોદરા સહિતના જીલ્લાઓ આગામી 24 કલાકમા ભારે વરસાદની આગાહી



પંચમહાલ અપડેટ-શહેરામા વરસાદ
20/07/2026

પંચમહાલ અપડેટ-
શહેરામા વરસાદ

Address

Godhra

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchmahal News Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category