
11/08/2025
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભીખાપુરા હરિ ઓમ શાળાની ભવ્ય તિરંગા રેલી
જેતપુર પાવી તાલુકાના ભીખાપુરા ગામમાં આવેલી હરિ ઓમ શાળાએ દેશના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે, કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં શાળાના નાનાં-મોટાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.