22/05/2026
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો ગોધરા નગર ના પ્રમુખ ભક્તિબેન સોનીના માતૃશ્રી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન સોનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રેડ ક્રોસ હોલ ગોધરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા સોની સમાજ સહિત વિવિધ સમાજના રક્તદાતાઓએ રક્તદાન કરી 70 જેટલી બોટલ રક્ત એકત્રિત કરી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. હાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ નીતિનભાઈ શાહ એ 109મી વાર રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન ને રક્તદાતાએ અધિક માસમાં દાન પુણ્યના મહિમામાં રક્તદાન કરી સદગતના આત્માને શ્રદ્ધાંજલિ અર્પી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડોક્ટર હરેશ દુધાત ગોધરા ભાજપ શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, મહામંત્રી હિતેશ ભટ્ટ,નગરપાલિકાના પ્રમુખ જસોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઈશાંત સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર આનંદ ઘડિયાળી, નગરપાલિકા સભ્યો, રેડક્રોસ સોસાયટી, ગોધરાના ડોક્ટર સુજાત વલી, વ્હોરા સમાજના ઇમરાનભાઈ ઈલેક્ટ્રીકવાલા, લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ કેતકીબેન સોની, લાયન્સ ક્લબ ગોધરાના સભ્યો, મહિલા મોરચા ના હોદ્દેદારો,શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ પ્રદિપ સોની, સોની સમાજના પ્રવીણભાઈ સોની, હરીશભાઈ સોની, હેમાંગભાઈ સોની વકીલ, મયુરભાઈ ચોકસી, પ્રજયભાઈ સોની , વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.