20/10/2023
ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન વધુ સઘન કરવા માટે "૬૦ દિવસ સફાઈ ઝુંબેશ” કાર્યક્રમને સફળ બનાવવા સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત આજરોજ કતારગામ ઝોન વિસ્તારમાં કોમર્શિયલ રૂટ કતારગામ મહેતા પેટ્રોલ પંપ થી કાંસાનગર તળાવ થઇ અમરોલી બ્રિજના છેડા સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
આજ રોજ માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, આઇ.એ.એસ. એ કતારગામ ઝોન વિસ્તારમાં કાંસાનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સાફ સફાઇની ચાલી રહેલ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું તેમજ આ વિસ્તારના દુકાનદારોની મુલાકાત લઇ તેઓને સફાઇ જાળવવા તેમજ સ્વચ્છતા જાળવવા બાબતે સુરત મહાનગરપાલિકાને સહકાર આપવા અને ફરજીયાત ડસ્ટબીન રાખી સુકો અને ભીનો કચરો અલગ રાખવા સૂચનાઓ આપી હતી. વધુમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને સુકા અને ભીના કચરાના વર્ગીકરણવાળા સ્ટીકરો તૈયાર કરી લગાડવા સહિતની વિવિધ સફાઇલક્ષી સૂચના આપી હતી જેથી તમામ નાગરિકોમાં સરળતાથી સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરવામાં જનજાગૃતિ લાવી શકાય.
સદર સફાઈ ઝુંબેશ દરમ્યાન ઈજનેર વિભાગ દ્વારા પેચવર્ક, ફૂટપાથ રીપેર, કર્બ સ્ટોન કલર, ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજને લાગત સફાઈ તેમજ સમારકામ, ગાર્ડન વિભાગના કર્મચારીઓએ બીન જરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી કાર્યરત છે. સદર કામગીરી દરમ્યાન સેનીટેશનના પપ કામદારો,ર ચીફ એસ.આઇ,૧ એસ.આઇ,૬ એસ.એસ.આઇ,૬ મુકદમ, ઇજનેર વિભાગના ર. ડેપ્યુટી ઇજનેર,૧ જુ.ઇ ,૧ સુપરવાઇઝર,૧ ટી.એ,૩૦ બેલદાર,ગાર્ડન વિભાગના ૧ હોર્ટિકલ્ચર સુપરવાઇઝર,૧ આસી.સુપરવાઇઝર,૧ર કામદાર "૬૦ દિવસ સફાઈ ઝુંબેશ” કાર્યક્રમને સફળ બનાવવા સદર સફાઇ કામગીરી કરી રહયા છે.