
15/09/2025
એ પ્રસંગો કેવા થાતા,સાદા પ્રસંગો,સાદા મંડપ સાવ સાદી સિસ્ટમ અને એથીયે સાદા માણસો. પહેલાં લોકો કોઈ પણ પ્રસંગ માં જમણવાર રાખતા તો ભાવ થી રાખતા અને ભાવથી જમાડતા.
એમાંય પાસી પંગત બેહાડે સગવડ એટલી હોય નહી એટલે પંગત પણ એટલી જ ઉઠે જેટલી થાળીઓ હોય,બે ચાર ઘંઢીયા પંગત માં આટા મારતા હોય પીરસનારા પીરસતા હોય. પંગત માં ફરતાં ઘંઢીયા પાસા હાકલુ મારતાં હોય ....
અલ્યા આપજો... ફલાણાં ભાઇને બે કટકા વધારે આપજો...ખમતી પાલટી સે
અલ્યા આ પુરીયુ વાળા ચ્યાં મરીજયા...
હેંડો કન હટ પીરસો...
જ્યાં રસોઇ બનતી હોય ત્યાં વળી જોનારા ટોળું વળીને ઉભાં હોય.અહી પંગત માં પીરસનારા ઓછા પડે એટલે એક વડીલ રસોડા માં ઉભા હોય એમને સાદવા જાય...
અલ્યા પણ ઈયેં તમારા બાપ નું શું ડાટ્યું, આમણા ગુડો કન
આ મેમન આયા છે તૂ ખબર નહીં પડતી? કે લાવો ટાપા કરીએ ? ઇએ રહોડા વાળા કન શું તોરણે થય ને ઉભા સો.
પાછા પંગત માં જે ઘંઢીયા ફરતા હોય એમને ખબર પડી જાય કે કોણ વધારે ખાસે, એટલે તાણ કરી કરીને જમાડે, આટલું લ્યો,મારા હમ. વળી બીજો આવે, મારું માન રાખો એક લાડવો તો ખાવોજ પડશે.
આવી રીતે ગામડાં માં દરેક પ્રસંગો નો રંગ જામતો પ્રેમ ભાવ થી ઘરધણી બધાને આદર માન આપે.
અને આજ ના પ્રસંગો ? મેમાન આવે બેસે પૈસા લખાવે અને જમી ને વયો જાય એમાંય પાસી બુફે સીસ્ટમ એટલે ના કોઈ પ્રેમ ભાવ નાં કોઈ તાણ કરે , ઘરધણી ને તો ખબરેય ના હોય કોણ આવ્યું અને કોણ ગયું છેલે ચાંદલો લખવાની નોટ હોય એ જુએ ત્યારે ખબર પડે કે ફલાણો ભાઇ તો આયા તા
બુફે સીસ્ટમ ના જમણ વાર માં આજે પણ અમારા ગામના અમુક વડીલો નથી જમતા એમજ કહી દે આંશુ ધતિંગ માંડ્યા છે? અમે કાંઇ ભીખારી છીએ તે થાળી લય ને લાઇન માં ઉભા રહી એ. લાવો એય જમાડવા હોય તો આ બેઠા આય લાવો નકે આ હેડયા..