Bhoomi Daily Newspaper - Jamnagar

Bhoomi Daily Newspaper - Jamnagar Bhoomi Daily Newspaper - Jamnagar

09/08/2026

🏗️ ધ્રોલમાં ૩૦ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત

ભૂચરમોરી પાસે આવેલી ૫.૫ લાખ લીટર ક્ષમતાની ટાંકી સુરક્ષાના કારણોસર પાણી પુરવઠા વિભાગે તોડી પાડી.
લાંબા સમયથી ઉભું રહેલું સંભવિત જોખમ દૂર થતાં સ્થાનિકોમાં રાહત.

09/08/2026
09/08/2026

*💧 જામનગરમાં પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ!*

શહેરના જોગર્સ પાર્ક નજીક પાણીની જૂની લાઈન તૂટી જતાં અડધા કિલોમીટરથી વધુ વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતું થયું હતું.

એક તરફ ડેમોમાં પાણીનો જથ્થો ઘટતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ રીતે હજારો લિટર પાણી વેડફાતાં લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

લાઈન તૂટવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તંત્રના જણાવ્યા મુજબ પાણીની લાઈન જૂની હોવાથી ભંગાણ સર્જાયું છે.

08/08/2026

🚨 ધ્રોલમાં રૂ.25.92 લાખના વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ

જામનગર જિલ્લા પોલીસ દ્વારા ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના વિવિધ ગુનાઓમાં પકડાયેલી કુલ 6,157 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

💰 અંદાજિત કિંમત: રૂ.25.92 લાખ
📍 સ્થળ: આહિર કન્યા છાત્રાલય પાછળ, ધ્રોલ

ધ્રોલ મામલતદાર, પ્રાંત અધિકારી અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી દારૂના જથ્થાનો નાશ કરાયો.

07/08/2026

🚨 જામનગરમાં 112ના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના બે આરોપી ઝડપાયા

મારામારીના કોલ પર પહોંચેલી જનરક્ષક ટીમ સાથે જીભાજોડી કરી કોન્સ્ટેબલને ઝાપટ મારવા તથા સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાનો આક્ષેપ.

સીટી એ-ડિવિઝન પોલીસે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરાને ઝડપી ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.

06/08/2026

🔥 મોટી ખાવડી નજીક ફરસાણની દુકાનમાં ભીષણ આગ

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક આવેલી ફરસાણની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. આગમાં ફરસાણ, ખાદ્ય તેલ, ફર્નિચર સહિતનો સામાન બળીને નષ્ટ થયો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Address

Jamna

Telephone

+912882679080

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoomi Daily Newspaper - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhoomi Daily Newspaper - Jamnagar:

Shortcuts

Share

Category