23/07/2025
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામાજિક ઉતર દાયીત્વ વિભાગ દ્વારા પશુઓ માટે વધુ એક ઉમદા કાર્ય
છેલ્લા પાંચ દિવસમાં 600થી વધુ પશુઓને અકસ્માતથી બચાવવા રીફ્લેકટર લગાવવામાં આવ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામાજિક ઉતર દાયીત્વ વિભાગ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ તેમજ આસપાસના ગામો અને હાઇવે પર રખડતા ગાય સહિતના પશુઓને રાત્રિના સમયે થતાં અકસ્માતથી બચાવવા હજારો ગાયોને રીફ્લેક્ટર બેલ્ટ લગાવવામાં આવી રહ્યા છે. જે એક ઉમદા સેવાકીય કાર્ય છે.
જેમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ગરવાભાઈ મોરી, ઉપસરપંચ હેમુભા જાડેજા તથા રામદેવસિંહ જાડેજા, સભ્યો પ્રદીપસિંહ વાળા, યોગેશપરી ગોસ્વામી, સંજયભાઈ દાણીધારીયા, કાનાભાઈ મોરી, ભુરાભાઈ કરમટા તથા ગામના આગેવાન ભરતસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, ભરતસિંહ ચુડાસમા તથા વનરાજસિંહ, હરિભાઇ મોરી, રામશીભાઈ મોરી, રાજદીપસિંહ જાડેજા, વિમલ કરમટા તથા ગ્રામજનો અને યુવાનો પણ આ ઝુંબેશમાં સાથે જોડાઈ સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં છેલ્લા પાંચ દિવસમાં 600થી પણ વધુ પશુઓને આ રિફ્લેકર બેલ્ટ લગાવવામાં આવ્યા છે અને હજુ પણ જામનગર તરફ અને દ્વારકા તરફના રસ્તા ઉપર તેમજ આસપાસના ગામોમાં આવતા પશુઓને પણ આ રિફ્લેકટર બેલ્ટ લગાવી અને સેવાકીય કાર્ય અવિરત પડે હાથ ધરવામાં આવશે.