
15/04/2025
યુટ્યુબ ઉપર ગુજરાતી ભાષાનું સૌથી વધું વ્યુઝ ધરાવતું ગીત એટલે “રોણા શેરમાં”
દેશ વિદેશના ક્લબોમાં ગવાતું ગુજરાતી ગીત
“હાથમાં છે વ્હિસ્કી”
નાના છોકરાઓથી લઇ ગરઢાઓના મોઢે ચડેલું ગીત
“ચાર ચાર બંગડી વાળી ગાડી”
હજુ તો કેટલાય ગીત
“બૈરું ગયું પીયર”
“માં તારા આશિર્વાદ”
“મહોબ્બત ખપે”
અને આવા તો કરોડોમાં વ્યુ ધરાવતા અઢળક ગીતો વિશે અમુક લોકો ભલે નિંદા કરે કે અવગણે, પણ આ ગીતો લોકજીભે ચડ્યા છે અને એટલે જ લોકપ્રિય થયા છે. આજે આ વાત એટલે કહી રહ્યો છું કારણ કે ઉપર નોંધેલા દરેક ગીતોની પાછળ છે તેના મ્યુઝિક ડિરેક્ટર
“મયુર નાડીયા”
બહુ જ નાની ઉંમરે આજે એમનું અવસાન થયું છે. આટલા લોકપ્રિય ગીતો પછી પણ લોકો એમને નથી ઓળખતા, પણ લોકો એમને બનાવેલા ગીતોને જરૂર ઓળખશે…
ભગવાન એમની આત્માને શાંતિ આપે 🙏🏻