Maru Jamnagar

Maru Jamnagar News�Meme�Food�Travel�History�Knowledge�Entertainment� Positive Thoughts � Motivatinal Quotes

22/07/2026

ઉપ સરપંચ પર હુમલો કરવો ભારે પડ્યો

અલીયા ગામમાં ઉપસરપંચ પર થયેલા હુમલાના આરોપીઓને પંચ એ ડિવિઝન પોલીસે ગામની બજારમાં લઈ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યુ

19/07/2026

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં યુવાનની હત્યાના કેસમાં સિટી 'સી' પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં કુલ 7 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા

19/07/2026

ધ્રોલમાં ખારવા રોડ પર અકસ્માત

ધ્રોલના ખારવા રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
અકસ્માત બાદ બાઇક ચાલકને મદદ કરવાના બદલે કાર ચાલક માર મારવા લાગ્યો ધ્રોલમાં સતત બનતા અકસ્માતોના બનાવોને લઈને પ્રશાસન સામે ઉઠ્યા સવાલ

18/07/2026

જામનગરના ચંદ્રાગાના ત્રણ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ₹3.10 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર તાલુકાના ચંદ્રાગાના માં આવેલા ત્રણ મંદિરોમાં થયેલી આશરે ₹3.10 લાખની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી પંચધાતુ અને સોનાના છતર સહિત કુલ ₹1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

આ સમગ્ર કાર્યવાહી પંચ બી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના શૈલેન્દ્રસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

17/07/2026

જામનગરમાં હુમલાનો બનાવ હત્યામાં પાલટાયો

જામનગરના ગોકુલનગરમાં એક યુવાન પર અમુક ઈસમો દ્વારા હુમલો કરાયો ; સારવાર દરમિયાન યુવાનનુ મોત

17/07/2026

સંબંધીના મકાનમાં સંતાડ્યો હતો ઈંગ્લિશ દારૂ, 64 બોટલ ઈંગ્લિશ દારૂ સાથે આરોપી ઝડપાયો

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલા રાજા બુકસ્ટોર વાળી ગલીમાં એક મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા CTC પોલીસે દરોડો પાડયો. તપાસ દરમિયાન મહેશ વલાણીએ પોતાના સંબંધીના મકાનમાં ઈંગ્લિશ દારૂની 64 બોટલો સંતાડી રાખી હોવાનું સામે આવ્યું કુલ ₹37,379ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

આ સમગ્ર કાર્યવાહી CTC પોલીસ સ્ટેશનના પીઆઈ એન. બી. ડાભી તથા પીએસઆઈ આર. એલ. કંડોરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર અને રાજેશભાઈ બથવાર દ્વારા કરવામાં આવી.

15/07/2026

જામનગરના દરેડમાં પંચ 'બી' પોલીસનો દરોડો, વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ 100 ખોલી પાસેના એક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પંચ 'બી’ પોલીસ દ્વારા દરોડો પાડતા સ્થળ પરથી વિદેશી દારૂની 32 બોટલ અને 80 ચપટા સહિત કુલ ₹55,200નો મુદ્દામાલ કબજે કર્યો. આ કાર્યવાહી દરમિયાન આરોપી રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતાં તેને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ કાર્યવાહી પંચ 'બી' પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જે રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના શૈલેન્દ્રસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

14/07/2026

જામનગર માં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમા ફૂટ પેટ્રોલીંગ કરાયું

ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, દરબારગઢ વિસ્તાર તેમજ બાલાહનુમાનજી મંદિર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Maru Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share