Khabar Communication Private Limited

Khabar Communication Private Limited KHABAR COMMUNICATION (P) LTD. A company which under "DHYEY Publication" publishes a leading Local Ev

10/07/2026

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.10/07/2026, શુક્રવારની આરતીના દર્શન

10/07/2026

જામનગરના મેયર મોનિકાબેન વ્યાસનો સુરીલો અંદાજ, જાહેેર મંચ પર ગીત ગાયું

10/07/2026
શું તમે ભૂખ લાગવાથી ખાઓ છો કે મૂડના કારણે? સાચી ભૂખ તેમજ ક્રેવિંગ વચ્ચેનો તફાવત સમજીએ.....
10/07/2026

શું તમે ભૂખ લાગવાથી ખાઓ છો કે મૂડના કારણે?

સાચી ભૂખ તેમજ ક્રેવિંગ વચ્ચેનો તફાવત સમજીએ.....

09/07/2026

સિંહને ડિસ્ટર્બ ન કરો, એ તમને ડિસ્ટર્બ નહિં કરે : પરિમલ નથવાણી

09/07/2026

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.09/07/2026, ગુરૂવારની આરતીના દર્શન

09/07/2026

આશવર્કર બહેનોના પડતર પ્રશ્ર્નોને લઇ આવેદનપત્ર પાઠવાયું

અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘ દ્વારા રજૂઆત

આશાવર્કર બહેનોના પડતર પ્રશ્ર્નોને લઇ અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘના નેજા હેઠળ કલેક્ટર મારફત વડાપ્રધાન, કેન્દ્રિય આરોગ્ય મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને પડતર પ્રશ્નોનો નિરાકરણની માંગણી કરવામાં આવી છે.

અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘ (ભારતીય મજદૂર સંઘ)ના જણાવ્યા અનુસાર તાજેતરમાં પુણે ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા હોદ્દેદારોએ આશા કર્મચારીઓના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અગાઉ 7 ઓક્ટોબર, 2025ના રોજ પણ દેશભરના જિલ્લા મથકો ખાતે એક દિવસીય ધરણા-પ્રદર્શન કરીને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ ન આવતા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આશા વર્કર બહેનોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, આશા કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેમજ તેમના હિતમાં યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે.

જેઓની મુખ્ય માંગણીઓમાં આશા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. આશા યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓને યોગ્ય વેતન અને સેવાકીય સુરક્ષા આપવામાં આવે. અગાઉ રજૂ કરાયેલા માંગપત્ર પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે., આશા કર્મચારીઓના હિતમાં સ્થાયી અને કલ્યાણકારી નીતિઓ અમલમાં મુકવામાં આવે. મહાસંઘના હોદ્દેદારો તથા આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

09/07/2026

રખડતા શ્વાનનો આતંક યથાવત્, ભાણવડમાં બાળકીને બચકા ભર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક ગંભીર ઘટનામાં રખડતા શ્વાને એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભાણવડના ખરાવડ વિસ્તારમાં પરપ્રાંતિય મજૂર પરિવારની એક વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી. તે દરમિયાન અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી આડેધડ બચકાં ભર્યા હતા. હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવારજનો તાત્કાલિક તેને ભાણવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

તબીબોએ બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાની આ બીજી ગંભીર ઘટના હોવાનું સામે આવ્યું છે. સતત વધી રહેલા શ્વાનના આતંકને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક લોકોએ તંત્રને રખડતા શ્વાનોના પ્રશ્ને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવા તેમજ આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

Address

502, Swagat Complex, P. N. Marg.
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Khabar Communication Private Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khabar Communication Private Limited:

Shortcuts

Share

Category