JetpurMirror

JetpurMirror jetpur news reporting

07/06/2026

*જેતપુર ખાતે ભવ્ય 'બ્રહ્મ ચોર્યાસી (તૃતીય)' મહોત્સવ સંપન્ન*
​માલવિયા પરિવાર દ્વારા જેતપુરના 'રાજધાની ફાર્મ' ખાતે આયોજિત 'બ્રહ્મ ચોર્યાસી' મહોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો.
​આ ભવ્ય પ્રસંગે શ્રી પ્રવીણભાઈ માલવિયા અને સમગ્ર માલવિયા પરિવારના યજમાન પદે આયોજિત આ મહોત્સવમાં હજારો ભૂદેવોએ ઉપસ્થિત રહીને મહાપ્રસાદનો (બ્રહ્મ ભોજન) લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'અન્ન એ પૂર્ણ બ્રહ્મ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

05/06/2026

એક્ઝિક્યુટિવ એન્જિનિયર PGVCL જેતપુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેતપુર ની નામાંકિત હોટલ એ મીટર મા ચેડા કરવામાં આવ્યા ને લીધે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

04/06/2026

વન્યજીવ રેન્જ રાજુલા ૧: ઉચૈયા ગામમાં કુવામાં ખાબકેલા દીપડાનું સફળ રેસ્ક્યુ

રાજુલાના ઉચૈયા ગામે વન વિભાગની સરાહનીય કામગીરી: કુવામાં પડેલા દીપડાને હેમખેમ બહાર કઢાયો

અમરેલી જિલ્લાના રાજુલા વન્યજીવ રેન્જ હેઠળ આવતા ઉચૈયા ગામમાં એક દીપડો અચાનક ખુલ્લા કુવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી.સ્થાનિક લોકો દ્વારા આ અંગે તાત્કાલિક વન વિભાગ (જંગલ ખાતા) ને જાણ કરવામાં આવી હતી.જંગલ ખાતાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.પાંજરા અને દોરડાની મદદથી વન વિભાગના કર્મચારીઓએ દીપડાને હેમખેમ કુવાની બહાર કાઢી પાંજરે પૂર્યો હતો.વન વિભાગની આ ત્વરિત અને સરાહનીય કામગીરીના કારણે દીપડાનો જીવ બચી ગયો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર આ રેસ્ક્યુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વન વિભાગની કામગીરીને બિરદાવી રહ્યા છે.

03/06/2026

રાજકોટ

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હની ટ્રેપના બે ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને જેતપુર પોલીસે પકડી પાડી

પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઈ ગીણોયા નામની મહિલાને પકડી પાડી

મહિલા આરોપી વિરુધ અગાઉ ત્રણ વખત ગુન્હા નોધાઇ ચૂક્યા

આરોપીએ પાંચ જગ્યાએ પ્રેમ જાળમાં ફસાવી હનીટ્રેપ ગોઠવ્યાની કબૂલાત આપી

બાઈટ... વિજય સિંહ ગુર્જર - એસપી, રાજકોટ ગ્રામ્ય પોલીસ

02/06/2026

પક્ષીઓના સંરક્ષણ માટે વીરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા ભગીરથ પહેલ : ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ અં...
02/06/2026

પક્ષીઓના સંરક્ષણ માટે વીરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા ભગીરથ પહેલ : ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ અંતર્ગત ૧૫૧ ચબૂતરાઓનું નિઃશુલ્ક સ્થાપન
જેતપુર, પ્રતિનિધિ :
વધતી ગરમી, ઘટતા વૃક્ષો અને બદલાતા પર્યાવરણના કારણે પક્ષીઓના અસ્તિત્વ સામે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકના અભાવે હજારો પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે. આવા સંવેદનશીલ સમયમાં જીવદયા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સતત અગ્રેસર રહેતી વીરા ચેરિટેબલ ટ્રસ્ટ – સુલતાનપુર દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ અંતર્ગત જેતપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓ માટે મજબૂત, ટકાઉ અને ઉપયોગી લોખંડના ચબૂતરાઓ નિઃશુલ્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષીઓને સુરક્ષિત આશરો, ચણ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી તેમની જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો છે.
અભિયાનના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૧૫૧ ચબૂતરાઓ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો લાભ રોજ હજારો પક્ષીઓ લઈ રહ્યા છે. ચબૂતરાઓની વિશેષ રચના એવી રીતે કરવામાં આવી છે કે જેમાં પક્ષીઓને એક જ સ્થળે બેસવાની, ચણ ચણવાની અને પાણી પીવાની સગવડ સરળતાથી મળી રહે. ઉનાળાની ઋતુમાં આ ચબૂતરાઓ પક્ષીઓ માટે જીવનદાતા સમાન સાબિત થઈ રહ્યા છે.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી લોકોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા, સહિત અનેક દાતાઓએ આ અભિયાનમાં આર્થિક અને નૈતિક સહયોગ આપી જીવદયાના આ કાર્યને વધુ મજબૂત બનાવ્યું છે.
ટ્રસ્ટના સભ્યો, ગામના આગેવાનો અને સ્થાનિક યુવાનોના સહકારથી અત્યાર સુધીમાં સુલતાનપુર, જેતપુર, ફરેણી, મોટા ગુંદાળા, સાકરોડા, મેવાસા, મડલિકપુર, ભેસાણ, સેલુકા સહિતના અનેક ગામો અને વિસ્તારોમાં ચબૂતરાઓ લગાવવામાં આવ્યા છે. હજુ પણ અનેક ગામોમાં માંગ ઊભી થતાં કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
ટ્રસ્ટના સભ્ય દિવ્યેશ કાછડીયા ના જણાવ્યા અનુસાર, “પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. એક સમય એવો હતો જ્યારે ગામડાંઓમાં ચકલીઓ, કબૂતરો, હોલા અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા, પરંતુ આજે તેમનો વસવાટ અને ખોરાકના સ્ત્રોત ઘટતા જતા તેમની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. આ અભિયાન દ્વારા લોકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીની ભાવના વિકસે તેવો અમારો પ્રયાસ છે.”
સ્થાનિક ગ્રામજનો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ પણ ટ્રસ્ટની આ પહેલને બિરદાવી છે. અનેક ગામોમાં ગ્રામજનોએ સ્વયં આગળ આવી ચબૂતરાઓ માટે યોગ્ય સ્થળો ઉપલબ્ધ કરાવ્યા છે તેમજ નિયમિત રીતે તેમાં ચણ અને પાણી ભરવાની જવાબદારી પણ સ્વીકારી છે. જેના કારણે આ અભિયાન માત્ર ટ્રસ્ટ પૂરતું સીમિત ન રહી સમગ્ર સમાજનું લોકચળવળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વીરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જીવદયા, પર્યાવરણ જાગૃતિ, સામાજિક સેવા અને માનવતાલક્ષી કાર્યો સાથે જોડાયેલ છે. ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ પણ આ જ સેવાભાવનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યેની સંવેદનાને વધુ મજબૂત બનાવે છે.
ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વધુ ગામો અને શહેરોમાં ચબૂતરાઓ સ્થાપિત કરીને કુલ ૫૫૧ ચબૂતરાઓ લગાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અભિયાન થકી માત્ર પક્ષીઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને “જીવદયા એ જ સાચી સેવા”નો સંદેશ મળી રહ્યો છે.
“પક્ષી બચાવો – પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ બચાવો – જીવન બચાવો”ના સૂત્ર સાથે વીરા ચેરિટેબલ ટ્રસ્ટનું આ અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

02/06/2026

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-2 ગામમાં છેલ્લા 20 દિવસથી સિંહોના સતત આંટાફેરા જોવા મળી રહ્યા .....

ગામમાં સાતથી આઠ સિંહોનું ટોળું ઘૂસી આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો .....

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સિંહો મકાનોની દીવાલો કૂદી પશુઓ સુધી પહોંચી રહ્યા છે .....

અને પશુઓનો શિકાર કરી રહ્યા છે. જેના કારણે પશુપાલકો અને ગામલોકોમાં ચિંતા વધી ગઈ છે.

01/06/2026

જેતપુરમાં શિક્ષકોની BLO ફરજમાંથી મુક્તિની માંગ, શિક્ષક સંઘે તંત્રને આવેદનપત્ર આપ્યું

જેતપુર ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા મામલતદાર અને ચૂંટણી તંત્રને આવેદનપત્ર આપી શિક્ષકોને BLO અને મતદાર યાદી સુધારણા કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
શિક્ષક સંઘનું કહેવું છે કે રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં શિક્ષકોને આવી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે જેતપુરમાં હજુ પણ મોટી સંખ્યામાં શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવે છે, જેના કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે.
સંઘે માંગ કરી છે કે અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવે અને શિક્ષકો પરનો વધારાનો બોજ ઘટાડવામાં આવે.
શિક્ષક સંઘે ચેતવણી આપી છે કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં વધુ રજૂઆતો અને કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

31/05/2026
30/05/2026

જેતપુર તાલુકાના જુની સાંકડી ગામે અતિ ભયભીત અને જર્જરિત હાલતમાં પાણીનો ટાંકો હોવાથી કોઈ જાતની જાનહાની થાય તે પહેલા આ ટાંકા ને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે

Address

Jetpur

Telephone

+918238614600

Website

Alerts

Be the first to know and let us send you an email when JetpurMirror posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JetpurMirror:

Share