28/08/2026
આરક્ષણ આર્થિક આધાર પર કેમ ન હોવું જોઈએ?
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી Y. પૂરણ કુમારની અંતિમ નોંધમાં તેમણે પોતાની સાથે થયેલા જાતિ આધારિત ભેદભાવ, અપમાન અને માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા હતા.
વિચારવાની વાત એ છે કે...
જો કોઈ વ્યક્તિ IPS અધિકારી બનીને દેશની સેવા કરી રહી હોય, છતાં તેની જાતિ તેના સાથેના વર્તનને અસર કરી શકે છે, તો માત્ર આવક ઓછી કે વધારે હોવીથી જાતિભેદ ખતમ થઈ જાય છે?
ના.
આરક્ષણનો મૂળ હેતુ માત્ર ગરીબી દૂર કરવો નથી.
તેનો હેતુ સદીઓથી ચાલતા જાતિ આધારિત સામાજિક અને સંસ્થાગત ભેદભાવ સામે પ્રતિનિધિત્વ અને તક સુનિશ્ચિત કરવો છે.
ગરીબીને દૂર કરવા માટે આર્થિક સહાય, સ્કોલરશિપ, ફી માફી અને અન્ય યોજનાઓ હોવી જોઈએ.
પરંતુ...
જાતિ આધારિત અસમાનતાનો જવાબ માત્ર આવકના માપદંડથી આપી શકાય નહીં.
👉 ગરીબી આર્થિક સમસ્યા છે.
👉 જાતિભેદ સામાજિક સમસ્યા છે.
👉 બંનેનો ઉકેલ એક જ માપદંડથી થઈ શકે નહીં.
આરક્ષણને આર્થિક આધાર સુધી સીમિત કરવું એટલે જાતિભેદના મૂળ પ્રશ્નને ગરીબીનો પ્રશ્ન માની લેવું.
જ્યાં સુધી જાતિ આધારિત ભેદભાવ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી સામાજિક ન્યાય માટેની નીતિઓની જરૂરિયાત પણ રહેશે.