OUR JHALOD CITY

OUR JHALOD CITY • page since 2018
•ઝાલોદ તાલુકાની તમામ માહિતી આ?

25/08/2023

[[ OASIS FERTILITY ]]
_ મધર કેર હોસ્પિટલ : ડૉ. રીટા નાયક હાડા ( સ્ત્રી રોગ નિષ્ણાંત )
- ડો.હિમાની પટેલ ( ફર્ટીલિટી નિષ્ણાંત )

> નીચે મુજબ ની કોઈ પણ સમસ્યા માટે તાત્કાલીક સંપર્ક કરો
• સ્ત્રીબીજ ના બનવા
• સ્ત્રીબીજ નળીમાં અવરોધ / એક થી વધારે ગર્ભપાત
• અગાઉ ની IUI / IVF સારવાર માં નિષ્ફળતા
• શુક્રાણું ની ઓછી સંખ્યા / શુક્રાણું ના બનવા
• વ્યંધત્વ ની બધી જ સારવાર / માર્ગદર્શન

> 90000+ થી વધુ સુખી પરિવાર : વ્યંધત્વ ની સારવાર ના અગ્રણી નિષ્ણાંત હવે દાહોદ માં નિયમિત ઉપલબ્ધ

✓ Date - 27/08/2023 Sunday
✓ સમય : સવારે 11:00 થી બપોરે 1:30 સુધી

📞 એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક : ૦૨૬૭૩-૨૪૭૬૮૭ , ૦૯૬૨૪૩૩૧૩૦૦
📞 વધુ માહિતી માટે : 8905030123 / 8155005333

📍 મધર કેર હોસ્પિટલ , આસોપાલવ સોસાયટી રોડ , પ્રસંગ પાર્ટી પ્લોટ ની બાજુમાં , ટોપી ની પાસે , ગોવિંદ નગર , દાહોદ

*દેવસત્ય જવેલર્સ* માં પધારો .શુકન નું સોનું ખરીદવા પધારો અને મેળવો સાથે આકર્ષક ઉપહાર. .સુવર્ણ શુકને સંગ સાર્થક બનાવો ધનત...
22/10/2022

*દેવસત્ય જવેલર્સ* માં પધારો .શુકન નું સોનું ખરીદવા પધારો અને મેળવો સાથે આકર્ષક ઉપહાર. .સુવર્ણ શુકને સંગ સાર્થક બનાવો ધનતેરસ નો શુભ અવસર... સમૃદ્ધિનો સોનેરી સત્કાર કરવાનો સુવર્ણ અવસર એટલે..... ધનતેરસ તો આવો સુવર્ણ મુહુર્તે સુવર્ણ લક્ષ્મીનું આહ્વાન કરીએ. શનિવાર 22/10/2022 ઝવરી કુવા ફુવારા ની સામે ,પંચાલ ઓફસેટ ની બાજુમાં ,ભારત ટાવર નજીક ,ઝાલોદ ફોન નં .9978982707

▪ દેવસત્ય જ્વેલર્સ ▪દેવસત્ય જવેલર્સ લઈ ને આવ્યું છે પુષ્ય નક્ષત્ર ના પાવન યોગ પર સોના ના આભૂષણો ની ખરીદી પર સુવર્ણ ઓફરનો...
18/10/2022

▪ દેવસત્ય જ્વેલર્સ ▪

દેવસત્ય જવેલર્સ લઈ ને આવ્યું છે પુષ્ય નક્ષત્ર ના પાવન યોગ પર સોના ના આભૂષણો ની ખરીદી પર સુવર્ણ ઓફરનો લાભ

શુકનનું સોનું ખરીદવા પધારો અને મેળવો સુવર્ણ ઓફરનો લાભ

Address: ઝવેરી વેલ ફાઉન્ટેનની સામે, પંચાલ ઓફસેટની બાજુમાં, ભરત ટાવર નજીક, ઝાલોદ

Contact no: 9978982707 / 02679 226501

ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીડોડ દ્વારા હાઈ પ્રેસર અલ્ટ્રા મીની ફાયર બ્રિગેડ ને કંકુ ચોખા થી વધામણ...
14/10/2022

ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીડોડ દ્વારા હાઈ પ્રેસર અલ્ટ્રા મીની ફાયર બ્રિગેડ ને કંકુ ચોખા થી વધામણી કરી હતી.
ઝાલોદ નગરપાલિકા ને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા આજરોજ ઝાલોદ નગરપાલિકા ને હાઈ પ્રેસર અલ્ટ્રા મીની ફાયર બ્રિગેડ ફાળવણી કરવામાં આવતા શહેરના લોકો માં આનંદની લાગણી ફેલાઇ હતી
ઝાલોદ શહેર નાં મુખ્ય રસ્તા તથા નાના મોટા ગલીયારા આવેલા છે ત્યારે શહેરમાં મુખ્ય માર્ગો ઉપર દુકાનો શોપિંગ સેન્ટરો હોય જેના કારણે માર્ગ સાંકડા હોવાથી દુકાનો અને મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ ને સરળતાથી કાબુમાં મેલવા માટે તથા આમ લોકોનું અગ્નિ કાંતિ વધુ નુકસાન અટકાવવા માટે આ ફાયર બ્રિગેડ ઉપયોગી થશે જેથી આમ લોકો માં આનંદની લાગણી ફેલાઇ છે ફાયર નું ઝાલોદ શહેરમાં આગમન થતાં તેનાં સ્વાગત માટે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીડોડ તથા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો તમામ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ ઝાલોદ

ઝાલોદ નગરમાં ફરી એકવાર બાઇક ચોરીનો બનાવ.ઝાલોદ નગરનાં માળીની વાડીમાંથી દિન દહાડે થઇ બાઇકની ચોરીલીમડી ગામનાં કારઠ ફળીયામાં...
22/09/2022

ઝાલોદ નગરમાં ફરી એકવાર બાઇક ચોરીનો બનાવ.
ઝાલોદ નગરનાં માળીની વાડીમાંથી દિન દહાડે થઇ બાઇકની ચોરી
લીમડી ગામનાં કારઠ ફળીયામાં રહેતા ઘનશ્યામકુમાર મણીલાલ ચૌહાણ ગત તા. 16-09-2022 ના રોજ બપોરના દોઢ વાગ્યાના સુમારે પોતાની રૂા . 20,000 ની કિમતની જીજે - 20 એ.એન - 7527 નંબરની હોન્ડા સાઈન કંપનીની મોટર સાયકલ ઝાલોદ માળીની વાડીમાં રહેતા જેન્તીભાઈના ઘરની સામે લોક મારીને પાર્ક કરી હતી . તે મોટર સાયકલ કોઈ બાઈકચોર ધોળે દહાડે પોતાનો કસબ અજમાવી ચોરીને લઈ ગયો હતો. ઝાલોદ પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ દાહોદ

ઝાલોદ માલધારી સમાજ અને હિંન્દુ એકતા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ.લંમ્પી વાયરસના નિદાન અને ૧૯૬૨ ની સેવ...
22/09/2022

ઝાલોદ માલધારી સમાજ અને હિંન્દુ એકતા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
લંમ્પી વાયરસના નિદાન અને ૧૯૬૨ ની સેવા સમયસર મળી રહે તે અંગે
રજૂઆત કરાઇ
ગેર કાયદેસર કતલખાના બંધ કરાવવા અંગે માંગણી કરાઈ
હાલ સમગ્ર ભારતમાં લંમ્પી વાયરસના કારણે કેટલીય ગૌ માતાની દયનીય
હાલત બનેલ છે અનેક ગૌv માતાના મરણ થયેલ છે તો જે પણ પશુપાલકોના પશુઓનું લંમ્પી વાયરસના લીધે મરણ થયેલ છે તેમને તાત્કાલિક અસરથી સહાય ચુકવવામાં આવે અને ઝાલોદ તેમજ લીમડીના ગ્રામીણ વિસ્તારમાં લમ્પી વાયરસ ખૂબ ફેલાયેલો જોવા મળેલ છે તો સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતી ૧૯૬૨ ની સેવા ખૂબ સારી છે પરંતુ તેની સેવા ઝાલોદ તેમજ લીમડી ગામમાં મળી રહેતી નથી, તો ૧૯૬૨ ની સેવા ૨૪×૭ મળી રહે અને ઝાલોદ તેમજ લીમડીમાં જે પશુ દવાખાના છે ત્યાં પણ પશુ દવાખાના માટે ૨૪×૭ સેવા અને પશુ ચિકિત્સક હાજર રહે તેવી વ્યવસ્થા કરવા તેમજ જે ગૌવંશ બિનવારસી છે તેમના માટે યોગ્ય વ્યવસ્થા જે તે ગ્રામ પંચાયત અને નગર પાલિકા દ્વારા કરાવી તેમજ લીમડી અને ઝાલોદ વિસ્તારમાં ગૌચરની જમીન પર 5ભુમાફીયાઓ દ્વારા દબાણ કરેલ છે તે તાત્કાલીક ખાલી કરાવવા, તેમજ ઝાલોદ નગરમાં ચાલતા ગેર કાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા અંગે નું આવેદનપત્ર ઝાલોદ પ્રાંત ઓફિસ ખાતે માલધારી સેના અને હિન્દુ એકતા મંચ દ્વારા આપવામાં આવ્યું.
Source:

ઝાલોદ બ્રેકિંગઝાલોદ ASP વિંજયસિંહ ગુર્જરની પ્રમોસન સાથે બદલી!વલસાડ ખાતે કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-14 ના પદે થઇ પોસ્ટીંગગુજર...
17/09/2022

ઝાલોદ બ્રેકિંગ
ઝાલોદ ASP વિંજયસિંહ ગુર્જરની પ્રમોસન સાથે બદલી!
વલસાડ ખાતે કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-14 ના પદે થઇ પોસ્ટીંગ
ગુજરાત સરકાર દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ની અનુલક્ષીને IPS તેમજ Dy SP ની બદલીઓ કરવામાં આવી
જેમાં ગુજરાત સરકાર દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ની અનુલક્ષીને ગુજરાત રાજ્યના 22 IPS ની બદલી તેમજ 84 Dy SP ની પણ બદલી કરવામાં આવી.
રીપોર્ટર: દક્ષેશ ચૌહાણ, દાહોદ

ઝાલોદ શહેરમાં ગણેશ વિસર્જનમાં રાત્રી દરમિયાન બે કોમ વચ્ચે થઈ હતી માથાકુટ..ત્યારથી લઇને આજ સુધીની સંપુર્ણ માહિતી.▪તારીખ: ...
14/09/2022

ઝાલોદ શહેરમાં ગણેશ વિસર્જનમાં રાત્રી દરમિયાન બે કોમ વચ્ચે થઈ હતી માથાકુટ..ત્યારથી લઇને આજ સુધીની સંપુર્ણ માહિતી.
▪તારીખ: 10-9-2022
ઝાલોદ શહેરમાં ગણેશ વિસર્જનમાં રાત્રી દરમિયાન બે કોમ વચ્ચે કોઇ કારણોસર થઈ હતી માથાકુટ. માથાકુટ પગલે હિન્દુ સંગઠનો દ્વારા તારીખ 10-9-2022 ના રોજ ઝાલોદ સજ્જડ બંધ રાખી રેલી કાઢી ઝાલોદના એએસપી વિજયસિંહ ગુર્જર સામે ગંભીર આક્ષેપો સાથે સુત્રોચાર કરવામાં આવ્યા હતાં અને આવેદનપત્ર દાહોદ એસપીને આપી તેઓની બદલી કરાવવાની માંગણી કરવામાં આવી હતી.
▪તારીખ: 13-9-2022
ઝાલોદ વિભાગનાં એએસપી શ્રી વિજયસિંહ ગુજ્જર ના સમર્થનમાં આદિવાસી સમાજ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધન કરતું આવેદનપત્ર ઝાલોદ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવ્યું હતું. ઝાલોદ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્રમાં જણાવ્યું ઝાલોદ વિભાગ નાં એએસપી વિજયસિંહ ગુજ્જર ના આવ્યા પછી ઝાલોદ તાલુકામાં દારૂ જુગાર જેવી ગેર પ્રવૃત્તિ, ઝઘડા, દંગા, બબાલ, તથા મહિલા સંબંધી અપરાધોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં બે બોર્ડરો આવેલી છે જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર લાગતી હોય છે ત્યારે દારૂ તથા અન્ય માદક પદાર્થોની હેરાફેરી જેવી ગેર પ્રવૃતિઓ પર પણ ઘણું નિયંત્રણ આવ્યું છે. તથા ગુનેગારોને સુધારી તેઓએ ઘણા સારા કાર્યો કર્યા છે. જેના અમો સાક્ષી છીએં. તેવુ આવેદનપત્ર દ્વારા જણાવ્યું હતું.ગત તારીખ 9 -9- 2022 ના રોજ ઝાલોદ શહેરમાં ગણેશ વિસર્જનમાં એએસપી ગુર્જરની સતકૅતા અને નિયંત્રણને કારણે એક મોટો બનાવ બનતો અટકી ગયો હતો. તે સમય તથા પરિસ્થિતિને જોતાં એએસપી ગુર્જરે કરેલ કાર્યવાહી યોગ્ય હતી. તેમ છતાં કેટલાક લોકો બિનજરૂરી વિરોધ કરી તેમની સાથે ખરાબ વર્તન કરી રહેલ છે. જે ખરેખર ખોટું છે. એએસપી શ્રી વિજયસિંહ ગુજ્જર જેવા અધિકારીની ઝાલોદમાં પોસ્ટિંગ છે જે અમારા માટે ગર્વની વાત છે. અને તેઓને અમારું આદિવાસી સમાજ થકી સમર્થન છે.
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.દાહોદ

ઝાલોદમાં આજરોજ કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતીમાં વિશ્વાસથ...
12/09/2022

ઝાલોદમાં આજરોજ કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પ્રાંત કક્ષાનો કાર્યક્ર્મ યોજાયો
રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરે અહીંથી ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે આ તાલુકાઓના રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
રાજ્ય કક્ષાનાં મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો જેમા જીલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી, પૂર્વ ધારસભ્ય મહેશભાઈ ભુરીયા સહિત પ્રમુખ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદ મહીપ હોસ્પિટલની બાજુ ખુલ્લા પ્લોટ માથી કચરામાં તાજુ જન્મેલ મ્રૃત બાળક મળી આવ્યુ બાળક ચાર માસ નુ હોવાનુ પ્રાથમિક તા...
14/07/2022

ઝાલોદ મહીપ હોસ્પિટલની બાજુ ખુલ્લા પ્લોટ માથી કચરામાં તાજુ જન્મેલ મ્રૃત બાળક મળી આવ્યુ
બાળક ચાર માસ નુ હોવાનુ પ્રાથમિક તારણ
મૃત બાળક મળી આવતા અનેક ચર્ચાઓ
ઝાલોદ પોલીસ ને જાણ થતા ધટના સ્થળે પોંહચી.

▪રિપોર્ટર દક્ષેશ ચૌહાણ દાહોદ

ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા એક મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા ૨૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝાલોદ પોલીસે ઝડપી પ...
09/07/2022

ઝાલોદ નગરના ખાંટવાડા વિસ્તારમાં જુગાર રમતા એક મહિલા સહિત ૪ પુરુષોને રૂપિયા ૨૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યા.
૧.) રૂપેશભાઈ મણીભાઈ શાહ/ વાવડી ફળિયા, ઝાલોદ.
૨.) શાજીદભાઇ અબ્દુલભાઈ મતદાર/ માંડલી ફળિયા, ઝાલોદ.
૩.) નાથુભાઇ દેવલાભાઈ વશુનીયા/ કલજીની સરસવાણી, ઝાલોદ.
૪.) સુરેશભાઈ દેવાભાઇ ભુનાતર/ ડુંગરી ફળિયા, ઝાલોદ.
૫.) કાલીબેન વાલકાભાઈ સંગાડા/ ખાંટવાડાં, ઝાલોદ.
➡ ૧ જુગારી ફરાર જેની તપાસ ચાલુ છે
➡ ઝાલોદના ખાંટવાડાં વિસ્તારમાં રહેતા કાલીબેન વાલકાભાઇ સંગાડા રહેણાંક વિસ્તારમાં ઘરમાંથી ગંજી પત્તા પાના વડે રૂપિયા પૈસાના હારજીતનો જુગાર રમી રમાડતા અંગ ઝડતી માંથી કુલ રૂ!.૧૨,૬૯૦/- તથા પાનાં પત્તા નંગ – ૫૨ કિંમત રૂ.૦૦-૦૦ તથા આકરણી પત્રક કીમત.રૂ.૦૦.૦૦ મળી કુલ રૂ.૨૧.૫૦૦/- મુદ્દામાલ પકડી પાકી કાયદેસરની કાર્યવાહી ઝાલોદ પોલીસ દ્વારા કરી ગુન્હો રજીસ્ટર કરેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Address

Jhalod

Alerts

Be the first to know and let us send you an email when OUR JHALOD CITY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to OUR JHALOD CITY:

Share