13/08/2026
જૂનાગઢમાં નકલી GPCB અધિકારી અને પ્રેસની ગેંગ ઝડપાઈ: કારખાનેદારોને ડરાવી વસૂલતા હતા ખંડણી!
જૂનાગઢ:સરકારી અધિકારી કે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને નિર્દોષ લોકોને ડરાવતા તત્વો સામે જૂનાગઢ પોલીસે લાલઆંખ કરી છે. કારખાનું સીલ કરવાની ધમકી આપી ખંડણી વસૂલતી એક શાતિર ગેંગને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધી છે.
**📌 શું છે સમગ્ર મામલો?**
* **રૂપિયા ૨૧,૦૦૦ની પડામણી:** આ ગેંગે એક કારખાનેદારને GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારી અને પ્રેસ મીડિયાના માણસો હોવાની ખોટી ઓળખ આપી, કારખાનું સીલ કરવાની ધમકી આપીને 21,000 પડાવી લીધા હતા.
પોલીસની તાબડતોબ કાર્યવાહી:** ગુનો નોંધાતા જ જૂનાગઢ તાલુકા પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ જેતપુરથી **3 આરોપીઓને ઝડપી પાડ્યા** છે. જ્યારે અન્ય **2 આરોપીઓ હજુ ફરાર** છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
**🔍 તપાસમાં ચોંકાવનારા ખુલાસા:**
* પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે એ જ દિવસે અન્ય કારખાનેદારોને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા.
* આ મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે અને પોલીસ હાલ ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવી રહી છે.
જાગૃત બનો:** આવા કોઈ પણ નકલી અધિકારીઓ કે ધમકી આપતા તત્વોથી ડરવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.