23/07/2025
ક્યાંક પતરા ધૂળમાં પડ્યા છે, તો જ્યાં જરૂર છે ત્યાં પતરા છે નય અને વાઈટ/રેડ પટી લગાવી છે. જ્યાં પટી લગાવી ત્યાં જ સેફટી માટે ખાસ જરૂર પડે એવું છે. ત્યાં ફાટક બંધ થયા પછી ટ્રાફિક હોય છે.
પેલા અયા દીવાલની હારોહાર પતરા લગાવા માટેની ઉભા લોખંડના એન્ગલ લગાવ્યા હતા. ત્યારે પણ પતરા તો નતા જ લગાવ્યા ઘણા સમયથી એમનમ જ હાલતું હતું અને પાણી ભરેલ ખાડો સાઈડમાં જ તરત આવી જતો. એ એન્ગલ હવે રોડમાં વચ્ચે ત્રણ થી ચાર ફૂટ બહાર આવ્યા, તો પણ પતરા તો નથી જ હો...( હા એમ કહી શકાય કે પટી લગાવી જ છે ) હવે અયા એક સાઈડ બંધ જેવું જ થયું. હવે જ્યારે જ્યારે ફાટક બંધ થશે ત્યારે અયા સખ્ત ટ્રાફિક થશે. બસ હવે અંડરબ્રિજમાં વરસાદનું પાણી ન ભરાય બાકી અયા આ ફાટકે કેટલી ટ્રાફિક થશે એ કલ્પના તમારી રીતે કરી લેવી. પતરાના ખૂણા ન નીકળે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. નીકળેલ પતરુ ક્યારેક કોકને ચીરી ન નાખે. ( જૂનાગઢ જોષીપુરા અંડરબ્રિજ )
અમારો પોસ્ટનો હેતુ લોકોને અકસ્માત/નુકશાન ન પહોંચે એ માટેનો છે. એ પછી તંત્ર હોય કે સામાન્ય નાગરિક હોય, સહકાર મળે અને યોગ્ય થશે એવી આશા...