30/09/2025
જૂનાગઢ: હર્ષદનગરમાં રાહત દરે ‘અલ ખૈર દવાખાનાની’ શરૂઆત
સૈયદ શીરાઝી શાહ બાવા ખિદમતે ખલ્ક ટ્રસ્ટનો માનવ સેવા માટે ઉમદા પ્રયાસ
જૂનાગઢ :
શહેરના હર્ષદનગર વિસ્તારમાં આવેલ તૈબાહ મસ્જિદ પાસે આરોગ્ય સેવાઓને લઈને એક ઉમદા પગલું ભરવામાં આવ્યું છે. સૈયદ શીરાઝી શાહ બાવા ખિદમતે ખલ્ક ટ્રસ્ટના સંચાલન હેઠળ સાર્વજનિક અલ ખૈર દવાખાનાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના આગેવાનો દ્વારા જણાવાયું કે, “આરોગ્ય સેવા એ જ સાચી માનવ સેવા છે. ખાસ કરીને સામાન્ય અને નબળા વર્ગના લોકો માટે કિફાયતી દરે સારવાર સુલભ કરાવવાનો હેતુ લઈને આ દવાખાનાનું આયોજન કરવામાં આવ્યું છે.”
આ દવાખાનામાં નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવશે. સાથે સાથે દર્દીઓને જરૂરી માર્ગદર્શન તથા દવાઓ પણ રાહત દરે ઉપલબ્ધ કરાશે. તમામ ધર્મના લોકો માટે આ સેવા ખુલ્લી રહેશે.
દારૂલ ઉલુમ ફૈઝુર રહેમાન પ્રમુખ મૌલાના યાકુબ સિદ્દીકી સાહેબે ઉદઘાટન કર્યું હતું, જ્યારે જામા મસ્જિદના ખતીબ અને શહેર કાઝી અલી મોહમ્મદ રહેમાની સાહેબ, રાજુભાઈ સાંધ, સુહેલ સિદ્દીકી, હનીફ ખોખર, અમીન સિડા, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું કે, “અલ ખૈર દવાખાનાની શરૂઆતથી હર્ષદનગર તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે આરોગ્યની નવી સુવિધા ઊભી થઈ છે. મધ્યમ વર્ગના લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ બનશે.”
દવાખાનાની શરૂઆતથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમ અંતે આરોગ્ય સેવા માટેના આ માનવતાભર્યા પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મૌલાના અલ્તાફબાપુ બુખારી, પ્રોફેસર અબ્દુલ મઝીદ ખોખર, જાવેદભાઈ ઠેબા, જાફરભાઈ પલેજા, સલીમભાઈ ખોખર, વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
*************
જૂનાગઢ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*
વ્હોટસએપ follow
https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b
*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenn
*YouTube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 9426457264
*Email:* [email protected]