01/07/2025
ચલો સરા ગામે આવેલા એક ચમત્કારી મંદિરના દર્શન કરવા ઝાલાવાડમાં (સુરેન્દ્રનગર) જિલ્લાના હળવદ તાલુકાના ‘સરા’ ગામે વિખ્યાત શ્રી દોશી આંબા ખીમજી પરિવારના શ્રી મેલડી માતાજી મંદિરે દર્શને અઢારે વરણના ભકતો અને દીન-દુ:ખીયા આવે સરાના આ મેલડીમાં જાગતિ જયોત છે. કળયુગમાં આ મેલડી માતાજીની શ્રદ્ધા રાખો તો તમારા ધાર્યા કામ કરે છે અને અહીં દર્શને રોજના અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એટલે સમાષ્ટિગત જેવા મેલડી માતાજી છે. સરા ગામની વચ્ચોવચ્ચ મંદિર આવેલ છે. પણ માતાજીની કૃપા થતા જૂના મંદિરની જગ્યાએ ભવ્યતાતિભવ્ય શ્ચેત આરસનું કલાનયન મંદિર અંદાજે દશક વર્ષના સમય બાદ પૂર્ણ થયું છે. પણ આ મેલડી માતાજીનું મંદિર કલાનો ભવ્ય ભંડાર ઠાસી ઠાસીને ભરેલ છે. તેમના શિખરો, ગુંબજ, દીવાલો તમામ જગ્યાએકલા કલાત્મક બારીક કોતરણી નજરે પડે. ખરેખર તન, મન, ધનથી આ મંદિર બનાવેલ છે. ખરેખર ઝાલાવાડ પંથકનું ગૌરવ સમાન તિર્થાટન બની ગયું છે. સરા ગામ આમ તો રાજવી સમયનું નાનું ગામ છે. પણ સરાના મેલડી માતાજીના હિસાબે વિશ્ર્વ વિખ્યાત બની ગયું છે. ત્યાના ભૂવાશ્રી ભક્તજનો માટે પ્રસાદ રહેવાની થોડી જાજી વ્યવસ્થા કરી આપે છે, પણ આ શ્વેત (સફેદ) સંગેમરમરવાળું ભવ્ય દિવ્ય મંદિર એક અજાયબી સમાન છે. તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે, આ મંદિરમાં વિશેષતા એ છે કે વિરાટ મંદિરની અંદર એક નાનું ચારસનું મંદિર બનાવી તેમાં પ્રાચીન મૂર્તિ જ છે જેથી મંદિર માહાત્મ્ય જાળવી રાખેલ છે....... મિત્તલ જાડેજા https://www.instagram.com/mittal_jadeja?igsh=YTVrcXRlOW5nZWhz