
14/07/2025
થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયા માધ્યમમાં ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો વાઇરલ થયો હતો. આ અંગે સુદર્શન સેતુના સુપર વિઝન એજન્સીના ઈજનેર સાથેની વાતમાં સામે આવ્યું કે દૈનિક મેન્ટેનન્સના ભાગરૂપે સોશિયલ મીડિયામાં સફાઈ દરમિયાન ડસ્ટ નીચે પડતી હોય એ વિડિયો બનાવી પોપડા પડતા હોવાનું બતાવાઈ રહ્યું છે, હકીકતમાં સુદર્શન સેતુ સંપૂર્ણ પણે સુરક્ષિત છે.