06/06/2026
કોડીનાર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ બાદ મહત્વ ના જવાબદાર હોદા કોંગ્રેસ પક્ષે કબ્જે કર્યા આજરોજ કોડીનાર તાલુકા પંચાયત દ્વારા નવી બોડી ની મહત્વ ની તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત ના નવયુકત પ્રમુખ અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી દ્વારા બેઠક બોલાવામા આવી હતી જે બેઠક મા કારોબારી સમિતિ તેમજ ન્યાય સમિતિ રચના કરવામાં આવી હતી જે રચના મા અરણેજ બેઠક પર થી ચૂંટાયેલા અસ્મિતાબેન અનિરુદ્ધસિહ જાદવ જેઓને કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા તેમજ ન્યાય સમિતિ ના ચેરમેન કડોદરા બેઠક પર થી ચુંટાયેલા લખમણભાઇ નાથાભાઈ પરમાર ને ન્યાય સમિતિ ના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા ઉપરાંત છેલ્લા 35 વર્ષ થી કોડીનાર તાલુકા પંચાયત નું બિલ્ડીંગ જે ભાડે રાખીને ચલાવામા આવતું હતું તે નવું બિલ્ડીંગ નિર્માણ માટે સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો તે ઉપરાંત છેલ્લા 5 ,મહિનાથી કોડીનાર પંથકમાં ચર્ચા નો વિષય બનેલો પીપળી, ગોહિલ ની ખાણ, કડવાસણ ગામ ને નગરપાલિકા મા સમાવેશ કરવા જે અગાઉ ની કમિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે ઠરાવ આજ ની તાલુકા પંચાયત ની બેઠક મા વચાણે લેતા ભાજપ ના 11 સભ્યો એ આ ગામો ને નગરપાલિકા મા સમાવેશ કરવા માટે સહમતી દર્શાવી હતી જ્યારે કોંગ્રેસે પક્ષના 13 સભ્યો એ નગરપાલિકા મા 4 ગામો ને સમાવેશ કરવા માટે અસહમતી દર્શાવે ઠરાવ ના મંજૂર કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ ના 13 તાલુકા પંચાયત ના સદસ્યો ની બહુમતી હોવાથી નગરપાલિકા 4 ગામો નો સમાવેશ ઠરાવ ના મંજૂર ગણાવામા આવતા કડવાસણ, ગોહિલ ની ખાણ, પીપળી ગામના લોકો એ કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યો તેમજ કોંગ્રેસ પક્ષ નો આભાર વ્યક્ત કર્યો.