03/11/2023
શ્રીમાન ભીખાભાઈ ગોહિલ
સક્રિય કાર્યકર.
કોંગ્રેસ અને ભાજપ..
થોડા દિવસ થી કોડીનાર ના ઓજી વિસ્તાર ના ૭૫૦૦ લોકો ને પાણી ની સમસ્યા ને લઈને તમે રોજ નવા નવા પેતરા લઈ ને સોશિયલ મીડિયા આવો છો જેમ કે આવેદનપત્ર,આત્મવિલોપન જેના માટે મારે થોડા પ્રશ્નો છે જો શક્ય હોય તો જવાબ આપજો .
• તમે છેલ્લા ૧૫ વર્ષ થી તમે પોતે સરપંચ તરીકે હતા ત્યારે તમને આ ઓજી વિસ્તારના ૭૫૦૦ લોકો માટે શું કામગીરી કરી.
• તમે એક મધ્યમ પરિવાર માંથી આવતા હતા અને આજે તમે કરોડો રૂપિયા ની સંપતિ બનાવી તો આ આવક ના સ્ત્રોત વિશે લોકોને જણાવવા વિનંતી..
• જો શ્રી દિનુભાઈ સોલંકી અને શ્રી શિવાભાઈ સોલંકી ખરાબ હતા તો શા માટે તેમની સાથે જોડાયા હતા.બાકી તમે તો નગરપાલિકા અને ગત વિધાનસભા ના સમયે કોંગ્રેસ નો પ્રચાર કરેલ ત્યારે તમને માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની વિચારધારા યાદ ના આવી..
• તમારા સરપંચ ના શાસન વખતે દક્ષિણામૂર્તિ સોસાયટી કે ઓજી વિસ્તારમાં પ્લોટીંગ હોય કે બાંધકામ તેમની મંજુરી માટે તમે અનેક લોકો પાસે થી અનઅધિકૃત રીતે રૂપિયા લઈ ને મંજુરી આપેલ છે ત્યારે આ ૭૫૦૦ લોકો ની દયા ના આવી..
• ઉપરોક્ત લોકો તમને ખોબલે ખોબલે મત આપતા સમયસર વેરો આપતા અને આ વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવે છતાં તમે તમારા ૧૫ વર્ષના કુશાસન માં પાણી સમસ્યા નું કંઈ પ્લાનિંગ કર્યું નહિ .ફકત તમારા તિજોરી નું પ્લાનિંગ કર્યું...
• શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા સમગ્ર કોડીનાર જે નગરજનો માટે પાણી ની ને વ્યવસ્થા કરી આપી છે તે ગુજરાતભરમાં નથી એવી સુંદર આયોજન સાથે વ્યવસ્થા કરી આપેલ છે જે લોકો અને તમે પણ પોતે સારી રીતે જાણો છો .
• તમે જે ભાજપ પાર્ટી ના જે પણ હોદ્દા પર હોય અને લેટરપેડ નો ઉપયોગ કરતા પહેલા તમારી આત્માને એક વાર સવાલ કરજો કે હું આને લાયક છું..? કેમ કે અત્યાર સુધી માં તમે અનેકવાર પાર્ટી બદલો કર્યો છે તે પણ લોકો સારી રીતે જાણે છે..જે માણસ ગ્રામ પંચાયત માં બને વોર્ડ માં ખરાબ રીતે હારે એને સ્વેછિક રાજકીય નાટક નો અંત લાવી અને પ્રભુ ભજન કરવું જોઈએ..
• આ ઓજી વિસ્તાર ની આટલી ચિંતા હોય તો નગરપાલિકા પાણી સપ્લાય કરે એની રાહ જોવા કરતા તમે જાતે સ્વખર્ચે પાણીના ટેન્કર કેમ ચાલુ કરતાં નથી.
• તમે આ વિસ્તાર ના લોકો ની સમસ્યા હલ ના કરી શક્યા એટલે જાતિવાદ ના રાજકારણ પર વળાંક લીધો અને કહ્યું કે એક દલિત સમાજ ના દીકરા ને સરપંચ માં હેરાન કરવામાં આવે છે એવી વાહિયાત વાતો કરી અને લોકો ને ગુમરાહ કરવાનું કામ બંધ કરો અને લોકો ની પાણી સમસ્યા વિશે ધ્યાન આપો ભાઈ.
કોડીનાર માં દલિત સમાજ રાજકીય અને આર્થિક રીતે ખૂબ સુખી છે.
ભીખાભાઈ તમારું મૂળ ગૌત્ર કોંગ્રેસ નું છે એટલે આવું બધું તમને યાદ આવે જાતિવાદ નું રાજકારણ કરવાનું.એટલે હવે મહેરબાની મારી ને આ વિસ્તાર ને બક્ષી દયો...
ભીખાભાઈ માટે લાગુ પડતું..
*_પેટ માં દુખે અને માથું કૂટે_*