
25/07/2025
ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન નડાબેટ BSFના જવાનો-અધિકારીઓને મળી તેમની સાથે સંવાદ ગોષ્ઠી કરી ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પાઠવ્યા.
રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટૂરિઝમને વેગ આપે છે : મુખ્યમંત્રીશ્રી