Bhai Gujarati Atle Gujarati ho

Bhai Gujarati Atle Gujarati ho Welcome To Our Page

05/11/2023

એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચમી તારીખના એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતા અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરીનું ડ્રો કરતાં એમાં જેનું નામ નીકળતું એને ૬ લાખ રૂપિયા બક્ષિસ રૂપે મળતાં.

એ કંપનીમાં ઝાડું પોતા કરવાવાળી બાઇને આ રૂપિયાની બહુ જરૂર હતી. કારણકે એનાં દિકરાનું ઓપરેશન કરાવવાનું હતું.

પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને એક હજારનું નુકસાન થાય એમ હતું. છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે.

બોસને એની દયા આવતી હતી. અને એ પણ ચાહતા હતા કે ઈનામ એને જ લાગે.

એણે પોતાના નામની કાપલી પર પોતાના નામને બદલે બાઈનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી. અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ બાઈને જ લાગે.

આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઈનામ એને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા.

બધાની કાપલી એકઠી થયાં બાદ લોટરી ડ્રોનો સમય આવી પહોંચ્યો. બોસે એક કાપલી કાઢી. કામવાળી અને બોસ અને તમામ સ્ટાફની ધડકન વધી ગઇ.
હવે કોનું નામ નીકળશે.? એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યાં.

એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો.

એ નામ કામવાળી બાઈનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઈ ગયાં. બોસની આંખો પણ ભીની થઈ ગઈ.

બોસે કામવાળી બાઇને ઈનામની રકમનું કવર આપ્યું. ત્યારે બાઈએ આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહુ નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે.

બોસ અમસ્તા જ લોટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને જસ્ટ જાણવા ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઈનું જ નામ હતું.
એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું.
પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું.
એમની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ.
ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી.

એ લોકો ચાહત તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી.

હમેશાં યાદ રાખજો,
જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશો તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.

18/10/2023
Jay Mataji 🙏
16/10/2023

Jay Mataji 🙏

Ram Ram
14/10/2023

Ram Ram

Jay Shree Krishna 🙏
10/10/2023

Jay Shree Krishna 🙏

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhai Gujarati Atle Gujarati ho posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share