YOGI DARPAN

YOGI DARPAN રાવળ યોગી સમાજનું મુખપત્ર "યોગી દર્પણ"

નડિયાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કલ્પેશભાઈ રાવળની નિમણૂક થવા બદલ યોગી દર્પણ ન્ય...
26/05/2026

નડિયાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કલ્પેશભાઈ રાવળની નિમણૂક થવા બદલ યોગી દર્પણ ન્યુઝ તરફથી હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. 💐💐💐
મેને. તંત્રી : ચેતન કે. રાવળ (જોટાણા)
📞 મો. 099987 45010

પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવળ દ્વારા ભેટમાં ફુલહાર કે સાલ ના બદલે ચોપડા (નોટબુક) ની ભેટ સ્વીકારી એક અનોખી પ...
26/05/2026

પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવળ દ્વારા ભેટમાં ફુલહાર કે સાલ ના બદલે ચોપડા (નોટબુક) ની ભેટ સ્વીકારી એક અનોખી પહેલ શરૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન...

રાવળ યોગી સમાજ છાત્રાલય રાંધેજા ગાંધીનગર ખાતે પીએસઆઇ અને કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ક્લાસીસનું આયોજન કરેલ છ...
23/02/2026

રાવળ યોગી સમાજ છાત્રાલય રાંધેજા ગાંધીનગર ખાતે પીએસઆઇ અને કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ક્લાસીસનું આયોજન કરેલ છે. જે અંતર્ગત શૈક્ષણિક માર્ગદર્શન માટેની મીટીંગ નું આયોજન કરાયું હતું.

આ મીટીંગમાં આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે ક્લાસીસ અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ મિટિંગમાં ગુજરાત રાજ્ય રાવળ ઉત્તેજક મંડળ પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ રાવળ કડી, મહામંત્રીશ્રી સુનિલભાઈ બી રાવળ સાદરા, જોગમાયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડાયાભાઈ એચ રાવળ, 282 ગોળ રાવળ યોગી સમાજ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ રાવળ, કનુભાઈ યોગી કડી, સમસ્ત રાવળ યોગી કર્મચારી મંડળના પ્રતિનિધિ ધીરજભાઈ રાવળ રણાસર, પ્રેરણા ઓનલાઈન રાહુલભાઈ યોગી કમાણા, જોટાણા તાલુકા પ્રમુખશ્રી જગદીશભાઈ રાવળ, રાકેશભાઈ મુલસણ, ભરતભાઈ આખજ, જગદીશભાઈ પાલજ, પૂર્વ પ્રમુખશ્રી રમણભાઈ ગાંધીનગર, કાનજીભાઈ દેવપુરા કડી, નારણદાસ મહારાજ રાધેજા તેમજ સમાજના નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્લાસીસ તારીખ : 1/3/2026 ના રોજ શરૂ થનાર છે. જેમાં પીએસઆઇ થતા પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવા વાંચન માટે લાઇબ્રેરી જેવી તમામ સગવડો છાત્રાલય ઉપર વ્યવસ્થાના ભાગરૂપે કરેલ છે. પીએસઆઇ તથા કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ ફિઝિકલ પાસ આઉટ થયેલ હોય તેમને આ ક્લાસીસ નો લાભ લેવા જણાવવામાં આવેલ છે.

યોગી દર્પણ ન્યુઝ

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે શ્રી નટુજી હાલાજી ઠાકોર તથા મંત્રી તરીકે શ્રીમતી સીતાબેન પ...
04/01/2026

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે શ્રી નટુજી હાલાજી ઠાકોર તથા મંત્રી તરીકે શ્રીમતી સીતાબેન પટેલ ની નિમણૂક કરવામાં આવેલ. જેમને રાવળ યોગી સમાજ દ્વારા ભગવાન શિવજી ની તસવીર આપી ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા, કડી, ઊંઝા, જોટાણા, બેચરાજી, માણસા, ગાંધીનગર, કલોલ, વિસનગર, વિજાપુર, પાટણ, તેમજ બનાસકાંઠા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

મહેસાણા શહેર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત  રાવળ યોગી સમાજના સ્મશાનના નવિન વિવિધ વિકાસ કામોના ખાત મુહૂર્ત સમારોહ ય...
29/11/2025

મહેસાણા શહેર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત રાવળ યોગી સમાજના સ્મશાનના નવિન વિવિધ વિકાસ કામોના ખાત મુહૂર્ત સમારોહ યોજાયો હતો.
રાવળ યોગી સમાજ સ્મશાન ખાતે નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સમાનોત્ય ગેટ, સ્નાન સુવિધા, સ્ટ્રીટ લાઇટ અને બેઠક વ્યવસ્થા જેવા કાર્યોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ગીરીશભાઈ રાજગોર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજની સેવા માટે ટ્રસ્ટની આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. રાવળ યોગી સમાજ ટ્રસ્ટ અને સમગ્ર સમાજ વોર્ડ નંબર 10 ના પૂર્વ કોર્પોરેટર કિરણસિંહ સોલંકી તથા મંડળના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ રાવળ ઉપપ્રમુખ શ્રી નટુભાઈ જયમાડી, ડાયાભાઈ રાવળ તથા મહેન્દ્રભાઈ રાવળ તથા યોગીરાજ પ્રગતિ મંડળ ના પ્રમુખ જયંતીભાઈ રાવળ તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

//યોગી દર્પણ ન્યૂઝ//

કમાણા ખાતે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા 19 મો તેજસ્વી તારલાઓનો નો સન્માન સમારંભ યોજાયો.આ સમારંભની શુભ શરૂ...
24/11/2025

કમાણા ખાતે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા 19 મો તેજસ્વી તારલાઓનો નો સન્માન સમારંભ યોજાયો.

આ સમારંભની શુભ શરૂઆત શ્રી ઘેલવાવીર મંદિરના પટાંગણમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના કરીને કરવામાં આવી હતી.

આ સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર), દેવેન્દ્રભાઈ એ.રાવળ (પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ), ચંદ્રેશભાઇ સી.રાવળ (પ્રમુખશ્રી 282 ગોળ રાવળ યોગી સમાજ), હરજીભાઈ એસ રાવળ (પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય રાવળ યોગી સમાજ કેળવણી મંડળ), બળદેવભાઈ આર રાવળ (સરકારી વકીલશ્રી), ચતુરભાઈ જી રાવળ (રાવરાપુરા), હેમતુજી કે.ઠાકોર (સરપંચશ્રી ગ્રામ પંચાયત કમાણા), કેશુભાઈ એમ.રાવળ (સરપંચશ્રી ગ્રામ પંચાયત કેલીસણા), ડાયાભાઈ એચ રાવળ (પ્રમુખ શ્રી જોગમાયા ફાઉન્ડેશન), જયંતીભાઈ રાવળ (પ્રમુખશ્રી યોગીરાજ પ્રગતિ મંડળ મહેસાણા), જયંતીભાઈ રાવળ (પ્રમુખશ્રી ઊંઝા તાલુકા રાવળ યોગી સમાજ), હીરાભાઈ રાવળ (પ્રમુખશ્રી અમદાવાદ પશ્ચિમ રાવળ યોગી સમાજ), ભરતભાઈ રાવળ (પ્રમુખશ્રી વિજાપુર તાલુકા રાવળ યોગી સમાજ), ભરતભાઈ રાવળ (મહામંત્રી શ્રી 282 ગોળ રાવળ યોગી સમાજ), મુકેશભાઈ કાનાણી (યુઝફુલ યોગી યુનિયન), કાંતિભાઈ સી.રાવળ (નિવૃત્ત સેક્શન અધિકારીશ્રી, કથાકાર સુંદરકાંડ), કાનજીભાઈ રાવળ (શિક્ષણ ચેરમેન શ્રી કડી તાલુકા રાવળ યોગી સમાજ), જગદીશભાઈ રાવળ પાલજ, બકાભાઇ રાવળ વ્યાસ પાલડી, નિલેશભાઈ રાવળ ગેરીતા, ભરતભાઈ રાવળ આખજ, ભરતભાઈ રાવળ વ્યાસ પાલડી, શંકરભાઈ રાવળ પાટણ, ભોજન દાતાશ્રી સ્વ. ગણેશભાઈ સોમાભાઈ હસ્તે. ચતુરભાઈ રાવળ તેમજ વિવિધ મંડળના સમાજના આગેવાનો, હોદ્દેદારો, વડીલો તેમજ તેજસ્વી તારલાઓ તથા સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભમાં સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓમાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં 90, 95, 98 ટકા સુધીના પરિણામ મેળવેલ તારલાઓને સ્કુલ બેગ, શિલ્ડ, પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમારંભમાં ગુરુગાદીશ્રી લક્ષ્મણદાસ મહારાજ કમાણા તથા શ્રી ઘેલવાવીર મંદિરના મહંતશ્રી ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા હતા.

આ સમારંભમાં વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ રાવળ, મહામંત્રીશ્રી વિજયભાઈ બી. રાવળ, શિક્ષણ ચેરમેનશ્રી રવિભાઈ કે રાવળ, નાયબ શિક્ષક ચેરમેનશ્રી વિષ્ણુભાઈ રાવળ, સુધીરભાઈ રાવળ કડા, વાઘજીભાઈ રાવળ ગણેશપુરા, ભરતભાઈ રાવળ લાછડી, વિષ્ણુભાઈ રાવળ ભાલક, ભલાભાઇ કડા, ન્યાય સમિતિ ચેરમેનશ્રી બલુભાઈ કે રાવળ ભાલક, ચંદુભાઈ કંસારા કુઈ, લાલાભાઇ કુવાસણા, રાહુલભાઈ યોગી (પ્રેરણા ઓનલાઈન), તેમજ સમસ્ત વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓએ જહેમત ઉપાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

//યોગી દર્પણ ન્યૂઝ//

યોગીરાજ પ્રગતિ મંડળ, મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ નિવૃત્ત કર્મચારીઓ ત...
10/11/2025

યોગીરાજ પ્રગતિ મંડળ, મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ નિવૃત્ત કર્મચારીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ રામપુરા ચોકડી મહેસાણા નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયો હતો. જે કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ મહેન્દ્રભાઈ રાવળ બલોલ, ઉદ્ઘાટક ભરતભાઈ રાવળ આખજ, મહેસાણા એપીએમસી ચેરમેન જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ, ગુજરાત રાજ્ય રાવળ યોગી કેળવણી મંડળના પ્રમુખ હરજીભાઈ રાવળ (બાલિયાસણ), સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટના પ્રમુખ લાલભાઈ રાવળ (વામજ), 282 ગોળ રાવળ સમાજ પ્રમુખ ચંદ્રેશભાઇ વાવોલ, પ્રાંતિજ તાલુકા પ્રમુખ ચંદુભાઈ રાવળ સાંપડ, બેચરાજી તાલુકા પ્રમુખ લાખુભાઇ રાવળ, કડી તાલુકા પ્રમુખ કનુભાઈ યોગી, મહેસાણા શહેર રાવળ યોગી સમાજ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવળ, પ્રેરણા ઓનલાઇન રાહુલભાઈ યોગી, મુકેશભાઈ પાટણ યુઝફૂલ યોગી યુનિયન, માણસા તાલુકા પ્રમુખ બળદેવભાઈ ઇટાદરા, વિસનગર તાલુકા પ્રમુખ નરેશભાઈ રાવળ, વિજાપુર તાલુકા પ્રમુખ ભરતભાઈ રાવળ, જીવણભાઈ રાવળ બેચરાજી, આનંદભાઈ એડવોકેટ ધોળાસણ તથા સમાજના નામી અનામી આગેવાનો, વડીલો, તેજસ્વી તારલાઓ, મોટી સંખ્યામાં સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

સમાજમાં તેજસ્વી તારલાઓના પરિણામ 90 ટકા ઊપર હતા તે પરથી સમાજ માં શિક્ષણ નું પ્રમાણ ચોક્કસ વધી રહ્યું છે તેવું ફલિત થયું. સમાજમાં આ બાળકોને યોગ્ય માર્ગદશન મળે તો વધુ આગળની કારકિર્દી બનાવવાની ક્ષમતામાં ચોક્કસ વધારો કરી શકાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ જયંતીભાઈ રાવળ, ઉપપ્રમુખ રાકેશભાઈ મુલસણ, મહામંત્રી ઈશ્વરભાઈ અંબાસણ, સહમંત્રી ભરતભાઈ આખજ, વેલજીભાઈ છઠિયારડા, સોમાભાઈ ગીલોસણ, દશરથભાઈ ધોળાસણ, સુરેશભાઈ દેલોલી, કમલેશભાઈ આખજ તેમજ મંડળના તમામ આગેવાનોએ ખૂબ જહેમત ઉપાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રહલાદભાઈ રાવળ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું..

યોગી દર્પણ ન્યૂઝ

યોગીરાજ પ્રગતિ મંડળ, મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા નવ નિયુક્ત સરકારી કર્મચારી સાથ...
03/11/2025

યોગીરાજ પ્રગતિ મંડળ, મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા નવ નિયુક્ત સરકારી કર્મચારી સાથે નિવૃત સરકારી કર્મચારી સન્માન સમારંભ તારીખ : 9/11/2025 ને રવિવારે યોજાશે.

ચાણસ્મા તાલુકા રાવળ યોગી સમાજ ઉત્તેજક મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજ...
03/11/2025

ચાણસ્મા તાલુકા રાવળ યોગી સમાજ ઉત્તેજક મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો વડીલો યુવાનો અને દાતાઓના સહયોગથી ચાણસ્મા ચાર રસ્તા નજીક આવેલ કોમ્પલેક્ષમાં સમાજ શિક્ષણ તરફ પ્રગતિ કરે તેવા શુભ આશરે સાથે વિદ્યા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રણજીતભાઈ ધીણોજ મહામંત્રી શરદભાઈ લણવા તેમજ સમસ્ત કારોબારી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિદ્યા કેન્દ્રના ઉદઘાટક તરીકે સાગરભાઇ રાવળ મંડલોપ અને સુખદેવભાઈ જોગિયાની ચાણસ્મા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ થયા હતા. કાર્યક્રમમાં અંતમાં તમામ દાતાઓ શ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજ શિક્ષણ તરફ આગળ વધે એવા સંકલ્પ સાથે મંડળના સૌ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી..

યોગી દર્પણ ન્યુઝ..

"નવી શરૂઆતનો શુભ દિવસ એટલે લાભ પાંચમ "લાભ પાંચમનો પાવન દિવસ આપ સર્વેના જીવનમાં અનેક ગણો લાભ લઈને આવે તેવી અભ્યર્થના સાથે...
26/10/2025

"નવી શરૂઆતનો શુભ દિવસ એટલે લાભ પાંચમ "

લાભ પાંચમનો પાવન દિવસ આપ સર્વેના જીવનમાં અનેક ગણો લાભ લઈને આવે તેવી અભ્યર્થના સાથે લાભ પાંચમની *યોગી દર્પણ* તરફથી હાર્દિક શુભકામનાઓ..💐💐

Address

Near Balmandir, Chamunda Chock, At & Po & Ta : Jotana
Mehsana
384421

Telephone

+919998745010

Website

Alerts

Be the first to know and let us send you an email when YOGI DARPAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YOGI DARPAN:

Share