Our Story
મોરબી અપડેટ
મોરબી જિલ્લાની દરેક ખબર હરેક સમાચાર
સત્ય, સરળ, સ્પષ્ટ અને સ્થાનિક સમાચાર
મોરબી...માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું ઔદ્યોગિક શહેર. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. દિન દુગની - રાત ચૌગની વિકાસ અને પ્રગતિ પામતા આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી હોનારતો દરમિયાન મળતો આવ્યો છે. આજે મોરબી પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ મોરબી જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર મોરબી અપડેટ સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત છે.
મોરબી અપડેટ....
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોરબી જિલ્લાના લોકલ સમાચારની વેબસાઈટ એટલે મોરબી અપડેટ.
વિશ્વ અને ભારતનાં સૌથી ઝડપી વિકાસ પામતાં મોરબી વિસ્તારની પળેપળ હર ક્ષણ દર ખબરની વિસ્તૃત અને વિશ્વસનીય જાણકારી આપતું ડિઝીટલ પ્લેટફોર્મ એટલે મોરબી અપડેટ.
લોકલ સમાચારો જાણવા છે જે જરૂરી તે બધા જ નાના-મોટા સમાચારો, છેવાડા માનવીઓનાં અવાજ અને ગ્રાઉન્ડ ઝીરોની જમીની હકીકતને દુનિયાનાં ખૂણેખૂણા સુધી પહોંચાડવી પોતાની ફરજ અને સ્વૈચ્છિક જવાબદારી સમજતું લોકલ સમાચારનું ગ્લોબલ ન્યૂઝ પોર્ટલ એટલે મોરબી અપડેટ.
જેનો ઉદ્દેશ પ્રજાની લાગણીઓને વાચા આપવાનો અને હેતુ દરેક સમસ્યાઓનાં નિરાકરણ લાવવાનો તથા સરકાર અને સમાજનો સમાધાનકારી સેતુ બનાવાનો છે એ સમાચારો, સંદેશા અને અભિવ્યક્તિઓનો સેતુ એટલે મોરબી અપડેટ.
મોરબી અપડેટ એક એવી ન્યૂઝ વેબસાઈટ, જે રાખશે પ્રત્યેક ગુજરાતીને મોરબીનાં તમામ ન્યૂઝથી વાકેફ. નીડર અને નિષ્પક્ષ સમાચારો સાથે પહેલાં અને વહેલાં સત્ય સમાચારોની વિસ્તારથી વિશ્વસનીય જાણકારી આપવાનાં પ્રયાસની નેમ લેતું સમાચારી સ્થળ એટલે મોરબી અપડેટ. ખબર છે જ્યાં સત્ય અને સત્ય સમચારો છે જેની ઓળખ એટલે મોરબી અપડેટ.
contact no. +919227432274