Mumbai Samachar Official

Mumbai Samachar Official The Bombay Samachar, (Mumbai Samachar) Official Asia's oldest continuously published newspaper

13/12/2025

Ambaji Violence | અંબાજીમાં ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ પર હુમલો | Mumbai Samachar

13/12/2025

વઢવાણના મરચાનો સ્વાદ વિદેશમાં વસતા ગુજરાતીઓના દાઢે વળગ્યો | Women Empowerment | Wadhwan Chilli





સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ મહિલા ગૃહ ઉધોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે સાથે સાથે આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગૃહ ઉધોગ દ્વારા પચાસ થી વધુ મહિલાઓને રોજીરોટી પુરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ મહિલા ગૃહ ઉધોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.આ સંસ્થામાં કામકરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે

13/12/2025

Biker Dadi | આ છે અમદાવાદની Super "દાદી" , જે મહિલાઓને આપે છે અનોખો સંદેશ | Inspiring India







No matter your age, if the engine of your heart is running, life never slows down. People fondly call Mandakini Shah from Ahmedabad the "biker grandma". She is a living example of life defying age. Even at the age of 87, she rides a scooter with her younger sister Usha, like Jai-Veer from the movie "Sholay". Their passion is strong. This is not just a fun ride for the two sisters, but a message for all women: Our lives are not based on age.
Two sisters from Ahmedabad have won the hearts of people as the "biker grandmas" who roam the city streets on scooters and sidecars.
87-year-old Mandakini Shah enjoys a cheerful ride with her younger sister, easily seen on the roads of Ahmedabad with peace and confidence in the bustling traffic of Ahmedabad. And when people ask how you can do this at this age, you answer with passion and confidence that would put even a young man to shame. Every woman should understand that age does not matter at all in life. If you have passion and confidence, age never matters in any work.

તમારી ઉંમર ગમે તેટલી હોય, જો તમારા હૃદયનું એન્જિન ચાલતું હોય, તો જીવન ક્યારેય ધીમું પડતું નથી. લોકો અમદાવાદની મંદાકિની શાહને પ્રેમથી "બાઇકર દાદી" કહે છે. તે ઉંમરને પડકારતી જીવનનું જીવંત ઉદાહરણ છે. 87 વર્ષની ઉંમરે પણ, તેમની નાની બહેન ઉષા સાથે સ્કૂટર ચલાવે છે, જેમ કે "શોલે" ફિલ્મના જય-વીરુ. તેમનો જુસ્સો મજબૂત છે. આ ફક્ત બે બહેનો માટે એક આનંદ દાયક સવારી નથી, પરંતુ તમામ મહિલાઓ માટે એક સંદેશ છે: આપણુ જીવન ઉંમર પર આધારિત નથી..

13/12/2025

પાટણ Cyber Crime સેલએ કર્યો મ્યુઅલ હન્ટ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ | Cyber Fraud | FinancialFraud



પાટણ સાયબર ક્રાઇમ સેલ એ મ્યુઅલ હન્ટ એકાઉન્ટ કૌભાંડનો પરદાફાશ કર્યો છે.
2.19 કરોડ સાથે ચાર ખાતાધારકો એ ટ્રાન્જેક્સન કર્યા હતા . ઓનલાઇન ઠગાઇનુ રેકેટ ખુલ્યું છે. જે અંતર્ગત ઈંડુસઇન્ડ, બંધન, આઈ ડી એફ સી બેન્ક મા અલગ અલગ ચાર એકઉન્ટમાં વ્યવહારો કર્યા હતા. એન સી સી આર પોર્ટલ થકી ટ્રાન્જેક્સન થયા હતા. ભારત સરકારની દિલ્હી સાયબર ક્રાઇમ ઓફિસ થી પાટણ સાયબર ક્રાઇમ ને જાણ કરવામાં આવી હતી . કુલ છ ખાતા ધારકોમાંથી ચારના નામ ખુલ્યા છે જયારે બે ખાતા ધારકો ફરાર થયા છે.

13/12/2025

Bihar Police Viral Video | ડ્રાઈવરો પાસે નાણાં ઉઘરાવતા પોલીસનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો બિહારનો હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદે ઉઘરાણાં કરતાં પોલીસમેન પર ડ્રાઇવર ભારે પડ્યો હતો.

13/12/2025

Messi Kolkata Visit Chaos આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની કોલકાતા મુલાકાત અરાજકતાથી ભરેલી હતી. મેસ્સીએ આજે ​​70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, પરંતુ તે માત્ર થોડી મિનિટો માટે સોલ્ટ લેક સ્ટેડિયમમાં રોકાયો, જેના કારણે ચાહકો ગુસ્સે થયા. ટિકિટ પર હજારો રૂપિયા ખર્ચનારા ઘણા ચાહકોને મેસ્સીની યોગ્ય ઝલક પણ મળી ન હતી. ગુસ્સે ભરાયેલા, ગુસ્સે ભરાયેલા ચાહકોએ બોટલો ફેંકી અને સ્ટેડિયમમાં તોડફોડ કરી, ખુરશીઓ તોડી નાખી. આ ઘટનાએ મેસ્સીના "ગોટ ઇન્ડિયા ટૂર" પર પ્રશ્નો ઉભા કર્યા છે અને પ્રવાસની છબી ખરડાઈ છે.

13/12/2025

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી આજે ભારતના 3 દિવસના પ્રવાસ પર કોલકાતા પહોંચી ગયા છે. કોલકાતા એરપોર્ટની બહાર ચાહકો મેસ્સીને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકો મેસ્સીની જર્સી અને આર્જેન્ટિનાના ધ્વજ સાથે "મેસ્સી મેસ્સી" ના નારા લગાવી રહ્યા હતા. એરપોર્ટથી હોટેલ સુધી મેસ્સીના ચાહકો એકઠા થયા હતા. મેસ્સી મધ્યરાત્રિ પછી લગભગ 2:00 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન દ્વારા કોલકાતા એરપોર્ટ પહોંચ્યો હતો અને તેના ચાહકો ઠંડીમાં આટલા મોડા સુધી રાહ જોતા રહ્યા હતા અને તેમનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

13/12/2025

Rajkot SOG | યુવાધનને નશાથી બચાવવા પોલીસનું સઘન ચેકિંગ | Mumbai Samachar


Rajkot Police SOG Checking | ગુજરાતમાં વધતા જતા નશાના પ્રમાણને રોકવા અને યુવાનોને વ્યસનમુક્ત રાખવા માટે રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ પોલીસ એક્શન મોડમાં

13/12/2025

86 Talk Show | ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ , ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં વોટ ચોરી? | Gujarat Politics



જીગર પંડયા ( મુંબઈ સમાચાર )
સાથે

પુષ્પરાજસિંહ જાડેજા , પ્રવક્તા કોંગ્રેસ

દિલીપ પટેલ વરિષ્ઠ પત્રકાર

ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ છે. રાજ્ય ચૂંટણી પંચના મતે, ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે પૈકી 4.32 કરોડ ફોર્મની ચકાસણી થઈ શકી છે. મહત્ત્વની વાત એ છે કે, 67.98 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી. 2025ની મતદાર યાદીમાં નામ હાજર છે પણ 2002ની મતદાર યાદીમાં નામ મેચિંગ થતુ નથી. આ સંજોગોમાં મતદારોએ હવે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે. મતદાર યાદીમાં નામ છે કે નહીં તે મુદ્દે હવે ડ્રાફ્ટ મતદાર યાદી પર સૌની નજર મંડાઇ છે.
કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 60 લાખ વોટની ચોરી થઇ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી રહ્યા હતા, પરંતુ હવે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે કુલ 5.08 કરોડ મતદારોમાંથી 14.61% – એટલે 74 લાખથી વધુ નામો – મૃત, ડુપ્લિકેટ અથવા સ્થળાંતરિત છે. તેમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું. ચૂંટણીપંચના તાજેતરના આંકડાઓ ઉપરથી સાબિત થાય છે કે 2002થી આજ સુધી ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં આશરે 14% વોટચોરીનો મોટો ફાળો છે. લોકશાહી બચાવવા માટે દેશભરમાંથી એકત્રિત થયેલી કરોડો સહીઓ સાથે 14 ડિસેમ્બરે દિલ્હી રામલીલા મેદાન ખાતે યોજાનારી ઐતિહાસિક વોટ ચોર, ગાદી છોડ મહારેલી યોજાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વોટચોરીના નેક્સસને ખુલ્લું પાડ્યું હતું.

13/12/2025

Khabaro na Khabar antar 13 Dec | મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર અંતર્ગત જુઓ મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છાપતાં સમાચારની સંક્ષિપ્ત ચર્ચા

13/12/2025

મહારાષ્ટ્રના નજીકના એક વિસ્તાર વિશે તમને જણાવી દઈએ જ્યાં અચાનક એક ડીઝલ ટેન્કર ફાટ્યો. વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ભયાનક તસવીરો સામે આવી છે. જો તમે તસવીરો જોશો તો તમને ખ્યાલ આવશે કે વિસ્ફોટ કેટલો ભયાનક હતો, જેના કારણે આગ લાગી હતી. તો જુઓ, આ ભયાનક અકસ્માત હાઇવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયા પછી થયો હતો. ટેન્કરમાં રહેલું બધુ ડીઝલ 500 મીટર લાંબા પ્રવાહમાં છલકાઈ ગયું હતું, જેના કારણે આખા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે હાઇવે પર આમતેમ દોડતા જોવા મળ્યા હતા. ટેન્કરમાં લાગેલી આગ જ્વાળામુખી ફાટી નીકળતી હોય તેવું લાગતું હતું.




13/12/2025

રાજસ્થાનના સાંભર તળાવ પર હજારો ફ્લેમિંગો આવી પહોંચ્યા છે, જે તળાવને "ગુલાબી સ્વર્ગ" માં પરિવર્તિત કરે છે. શિયાળાની શરૂઆતમાં આ પક્ષીઓનું આગમન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત દૃશ્ય રજૂ કરી રહ્યું છે. આ મનમોહક દૃશ્ય દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, અને તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે..



(Flamingo, Rajasthan, sambhar lake , wildlife , India tourism , Jaipur ,Sambhar Salt Lake )

Address

RED HOUSE, S A BRELVI ROAD, HORNIMAN Circle, FORT
Mumbai
400001

Alerts

Be the first to know and let us send you an email when Mumbai Samachar Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share