30/04/2023
મિત્રો,
શબ્દ અને કલમ, લેખન અને પ્રકાશન એકાકાર થઈને સપનાને સાકાર કરે ત્યારે 'સ્વપ્નોત્વ' ઉજવાતો હોય છે. આપણા સાહિત્યમિત્રોની લાગણીને વશ થઈને સફળતાના આકાશમાં સ્વર્ણિમ હસ્તાક્ષર કરવાની ચાલો, સહિયારી ફરી પહેલ કરીએ.
‘ડ્રીમ્સ પબ્લિકેશન’નો સૌથી પહેલો સંગ્રહ દિવાળી અંક ‘સંગાથ’ અને તે પછી લેખકમિત્રોની સતત હૂંફથી અને અમારા પરના ભરોસાથી અમે ઘણા સંગ્રહ પ્રકાશિત કર્યાં જેને ખૂબ બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે અને હજુ મળી રહ્યો છે.
ફરીથી પ્રસ્તુત કરીશું લઘુકથાસંગ્રહ રૂપે એક સહિયારું નવલું નજરાણું આપને આપની રચના ઈ-મેઈલ પર મોકલી આપવા નિમંત્રણ આપીએ છીએ: [email protected]
નિયમો:
1) લેખકે ફક્ત એક જ રચના ૪૦૦ શબ્દની મર્યાદામાં મોકલવાની રહેશે.
2) જેમની રચના પસંદગી પામશે એમને આ સંગ્રહનું એક પુસ્તક ખરીદવાનું રહેશે.
3) લઘુકથા બને તેટલી જલદી મોકલી આપશો. 30મે પછી સ્વીકારવામાં નહીં આવે.
૪) લઘુકથા આપેલ ઈમેલ પર જ મોકલાવવી.
૫) આપની રચના વર્ડ ફાઈલમાં અને shruti ફોન્ટમાં મોકલવાની રહેશે. જોડણી અને ભાષાશુદ્ધિ બરાબર તપાસીને મોકલવી.
૬) વાર્તા સ્વીકારવાનો નિર્ણય એડિટર લેશે.
૭) વોટ્સએપ પર મોકલાવેલી રચના અમાન્ય રહેશે.
૮) પુસ્તક જ્યારે પ્રિન્ટિંગ માટે જશે એ પહેલાં આ પુસ્તકની રકમ ભરવાની રહેશે.
૯) લેખકે વાર્તા સાથે પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મોકલવાનો રહેશે કે જે પુસ્તકમાં પ્રકાશિત થશે.
મિત્રો, આશા છે આ સંગ્રહ માટે આપની રચના અમને મોકલીને સહભાગી બનશો.
આપણે સહુ એક મહાગ્રંથ બનાવીને યાદગાર સ્વપ્નને મળીને પૂરું કરીશું.
આભાર સહ,
નીતા કોટેચા 'નિત્યા'
9867665177
https://www.facebook.com/dreamzpublication
We are here to make your thoughts to be stored in pages.