27/06/2023
|| ૬૪ કલા ||
"શુક્રનીતિ" અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. "શુક્રનીતિ" અનુસાર આ ૬૪ કલાની ગણના આ પ્રકારે કરવામાં આવેલી છે. :-
(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫) શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ, (૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪) ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧) વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬) વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન, (૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ, (૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા, (૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨) દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦) વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦) તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪) સાધનાની ક્રિયા.
વિકિપીડિયા (સંકલન - ઈન્ટરનેટ પરથી)