Adharshila Education Trust-Nadiad

Adharshila Education Trust-Nadiad This is an Educational and Motivational content based page.

22/02/2025
22/02/2025
પુસ્તકોને ગોઠવતાં અચાનક જૂની ડાયરી હાથ લાગી તેના એક પાન પર મુગ્ધભાવે અપરિપક્વ શાબ્દિક છોકરમત.
17/10/2024

પુસ્તકોને ગોઠવતાં અચાનક જૂની ડાયરી હાથ લાગી તેના એક પાન પર મુગ્ધભાવે અપરિપક્વ શાબ્દિક છોકરમત.

ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું.જે સ્મૃતિઓ...
15/10/2024

ડેઝ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખેછે કે " જે પ્રેમ હતો જ નહિ એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું.
જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું.
જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી એ સત્ય માટે હું ખૂબ જ આભારી છું.
કેટલા જુઠ્ઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે.
તેં મને ક્યારેય પ્રેમ નથી કર્યો એ માટે હું હૃદયથી આભારી છું."

આ નાનકડી કવિતામાં તમે એક પરિપક્વ પ્રેમનો અહેસાસ કરી શકો છો. પ્રથમ પ્રેમની વાત કરીએ તો તો એ પ્રેમ પહેલા વરસાદના છાંટા જેવો હોય છે પણ લોરેન નામની યુવાન લેખિકા પ્રથમ પ્રેમ વિષે લખેછે : My first love. He was my first favorite mistake" મારો પ્રથમ પ્રેમ એ મારી ફેવરિટ ભૂલ છે. તો વળી મેન્ડી મૂરે જેવો સંગીતકાર કહેછે કે " music is my first love " શેક્સપિયર તો પ્રથમ પ્રેમને musical કહેછે . પ્રેમ એ બીજું કાઈ નથી પણ અન્ય વ્યક્તિઓમાં પોતાની જાતને પામવાની શોધયાત્રા છે .

પહેલા પ્રેમની વાત કરીએ તો યુવાનીમાં કોઈની સાથે પહેલો પ્રેમ થઇ ગયો .પણ સંજોગો એવા ઊભા થયા કે પ્રેમી બીજે પરણી ગયો .છોકરી બિચારી ઝૂરતી રહી .આ વાતને વર્ષો વીતી જાય .બે પ્રેમીઓ એકબીજાને વર્ષો સૂધી એકબીજાને મળતા નથી આખરે જીવનની સંધ્યાએ ઓચિંતા અકસ્માતે જ આ વિખૂટો પડેલો પ્રેમી હવે છોકરીમાંથી પ્રૌઢા થઇ ગયેલી એની પૂર્વ પ્રેમિકાને મળે છે ત્યારે પ્રેમિકા શું ફિલ કરેછે એનું અતિસુંદર કાવ્ય પોલેન્ડની વિખ્યાત કવિયત્રી શિમ્બોર્સ્કાએ લખ્યું છે .શિમ્બોર્સ્કાને 1996માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું .આ કવિતાનું શીર્ષક " આકસ્મિક મુલાકાત " છે કાવ્યમાં જૂનો પ્રેમી આકસ્મિક રીતે પ્રેમિકા સામે આવીને ઉભો રહેછે ત્યારે કાવ્યનાયિકા શું ફિલ કરેછે ? શિમ્બોર્સ્કાની આ કવિતા એન્જોય કરો . વો ભૂલી દાસ્તા લો ફિર યાદ આ ગઈ "

અમે મળ્યા ખૂબ જ સલુકાઈથી
સંસ્કારી શિષ્ટાચાર સાથે
અમે એકબીજાને કહ્યું
તમને ઘણા વર્ષો પછી જોઇને ખૂબ આનંદ થયો

પણ અમારી ભીતર ઘણું બધું થાકીને સૂઈ ગયું હતું
સિંહ ઘાસ ખાતો હતો
બાજ પક્ષીએ એની ઉડાન છોડી દીધી હતી

માછલીઓ ડૂબી ગઈ છે
અમારા સર્પોએ પણ પોતાની કાંચળી બદલી લીધી છે
મયુંરોની પાંખ ખરી ગઈ છે
રાતે હવે ચામાચીડિયા પણ ઉડતા નથી
અમારા વાક્યો હવે તૂટી તૂટીને ખામોશ થઇ ગયા છે
અમારી ઈન્સાનિયત બેસહારા મુસ્કાનમાં ખોવાઈ ગઈ છે
વાક્યો તૂટી રહ્યા છે
ખબર પડતી નથી કે આગળ શું કહેવું?
-લેખક _કવિ _અનિલ જોશી

Don't leave anything for later.Later, the coffee gets cold.Later, you lose interest.Later, the day turns into night.Late...
15/10/2024

Don't leave anything for later.
Later, the coffee gets cold.
Later, you lose interest.
Later, the day turns into night.
Later, people grow up.
Later, people grow old.
Later, life goes by.
Later, you regret not doing something...
When you had the chance.

Life is a fleeting dance, a delicate balance of moments that unfold before us, never to return in quite the same way again.

Regret is a bitter pill to swallow, a weight that bears down upon the soul with the burden of missed chances and unspoken words.

So, let us not leave anything for later. Let us seize the moments as they come, with hearts open and arms outstretched to embrace the possibilities that lie before us. For in the end, it is not the things we did that we regret, but the things we left undone, the words left unspoken, the dreams left unfulfilled.

- Toshikazu Kawaguchi,
Before the Coffee Gets Cold
(2015)

THIS POEM IS DEDICATED TO ALL TEACHERS (Source Unknown)I AM A TEACHER...I May be a School Teacher,I May be a College Lec...
13/10/2024

THIS POEM IS DEDICATED TO ALL TEACHERS (Source Unknown)

I AM A TEACHER...

I May be a School Teacher,
I May be a College Lecturer,
I May be a University Professor !

Behind That Doctor,
It is Me, a Teacher •••

Behind That Engineer,
It is Me, a Teacher ••

Behind That Statistician,
It is Me, a Teacher •••

Behind That Nuclear Physicist,
It is Me, a Teacher•••

Behind That Mathematician,
It is Me, a Teacher •••

Behind That Scientist,
It is Me, a Teacher •••

Behind That Zoologist,
It is Me, a Teacher •••

Behind That Entomologist,
It is Me, a Teacher •••

Behind That Botanist,
It is Me, a Teacher •••

Behind That Economist,
It is Me, a Teacher •••

Behind That Entrepreneur,
It is Me, a Teacher •••

Behind That Lawyer,
It is Me, a Teacher •••

Behind That Political Scientist,
It is Me, a Teacher •••

Behind That Psychologist,
It is Me, a Teacher •••

Behind That Architect,
It is Me, a Teacher •••

Behind That Astrologer,
It is Me, a Teacher •••

Behind That Astronomer,
It is Me, a Teacher •••

I Carry the Light Even though they mostly make Fun of Me by their Uncharitable Jokes •••

But I am a Teacher •••

I don't Qualify for a Bungalow or a Villa nor Earn enough to buy an Expensive House or a Car like Corrupt Officers and Corrupt Politicians.

But Yes, I am a Teacher •••

Some Think or even Say that I have too many Holidays. They never know that I Spend those Holidays either correcting Papers or Planning what and how I am going to Teach when I go back to Blackboard or Whiteboard ...

Because I am a Teacher •••

Sometimes I get Confused and even get Stressed by the Ever-changing Policies over what and how I have to Teach ...

Despite All That, I am a Teacher and I Love to Teach and I am Teaching •••

On Pay-days I don't Laugh as Corrupt Officers and Others do, But by the Next day I Love to come with a Smile to those that I Teach ...

Because I am a Teacher ••

The main Source of My Satisfaction is when I see them Grow. I See them Succeed. I See them having all those Assets. I See them Bravely Face the World and its Challenges. And I Say yes I have Taught in Spite of Living in a World Opened by Google...

Because I am a Teacher ••• Yes I am a Teacher •••

It doesn't Matter how they Look at Me, It doesn't Matter how much more they Earn than I Do.

It Doesn't Matter that they Drive while I Walk because All what they have is through Me, A Teacher ...

Whether they Acknowledge Me or Not ... I am a Teacher ....❤️👍

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,છેલ્લે ક્યારે રજા આવી એ ય...
12/10/2024

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.

:~ #અજ્ઞાત

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાંપણ આખા આ આયખાનું શું?ખુલ્લી આ આંખ અને કોરી કિતાબએને ફરીફરી કેમ કરી વાંચશું?મા...
09/10/2024

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
– જગદીશ જોષી

બાપૂ , Facebook પરતમને વખાણતાં  ને તમને વખોડતાં રાત પડી જશે. તમે ય હવે ટેવાઇ ગયા હશો એનાથી. આજે ફરી એકવાર અમે વાણી સ્વાત...
02/10/2024

બાપૂ ,
Facebook પર
તમને વખાણતાં ને તમને વખોડતાં રાત પડી જશે. તમે ય હવે ટેવાઇ ગયા હશો એનાથી.
આજે ફરી એકવાર અમે વાણી સ્વાતંત્ર્યનો લ્હાવો લેશું.
તમારી ભૂલો અને નિષ્ફળતાઓ
અને મર્યાદાઓ ગાશું.
તમે મુસ્લીમોની તરફદારી કરી,
તમે પાકિસ્તાનને મદદ કરી,
તમે તમારા પુત્ર હરીલાલને અન્યાય કર્યો,
તમે જવાહરલાલનો પક્ષ લઇ
સરદારને અન્યાય કર્યો,
તમે આંબેડકર કે સાવરકર કે ટાગોર કોઇને સમજ્યા નહીં,
તમે વારેવારે ઉપવાસ પર ઉતરીને લાગણીનું દબાણ સર્જ્યું,
તમે કસ્તુરબાને અપમાનિત કર્યાં,
તમે બ્રહ્મચર્યના અયોગ્ય પ્રયોગ કર્યા..
તમે...
બાપૂ, ,
યાદી તો હજીય લાંબી કરવા
અમે સજ્જ છીએ
ને એ માટે જ સંશોધનરત છીએ . . કારણકે અમે સ્વતંત્ર છીએ!
પણ ,
હવે વિશ્વને તમારી વાતોમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે.
વિશ્વ સામેની સમસ્યાઓનો ઉકેલ ગેખાય છે.
ઠેરઠેર એ સંદર્ભે અભ્યાસ થાય છે . તમારાં પૂતળાં ઉભા થાય છે.
બાપૂ,
કાલે એ લોકો તમારો મહિમા કરશે ત્યારે અમે તમને " અમારા " જાહેર કરીશું
બાપૂ,
ત્યારેપણ તમને ન સમજનારા હતા, આજે ય છે
ને કાલે ય હશે
એનું કારણ તમારી પારદર્શીતા છે. અપારદર્શકો અને અર્ધપારદર્શકોની વચ્ચે કોઇ માણસ
પોતાને વિષે આટલો પારદર્શક
હોઇ જ કઇ રીતે શકે
એ સવાલ ત્યારે ય હતો,
આજે ય છે
ને કાલે ય રહેશે.
બાપૂ ,
તમારી વિદાય પછીની ત્રીજી પેઢી ય આજની નાગરિક થઇ ગઇ
ને ચોથી આવતીકાલની !
ચાર ચાર પેઢીએ
સાધારણ વ્યક્તિ જ વિસ્મૃત થઇ જાય ત્યાં વિચારનું તો શું થાય ?
પોતાના ઘરના દિવાનખંડની દિવાલ પર તસ્વીર થઇ ઝૂલવાનું સૌભાગ્ય પામેલા ને પ્રસંગોપાત
તાજા ફૂલનો હાર પામતા દાદાજીને
આમ તો બનાવટી બારમાસી ફૂલના હારમાં જ રાજી રહેવાનું હોય .
કોઇકવાર જ ઘરનાંના હાથે
હળવાશથી કાચ લૂછાય .
બાકી તો ઘાટી જ
ઝડઝાપટમાં જે ધૂળ ઉડાડે તે.
દાદા હતા ત્યારે એમનો ખાટલો
જેમ ખસતો ખસતો
સ્ટોર રુમમાં પહોંચી ગયેલો એમ જ આવી તસ્વીર પણ સમય જતાં દિવાનખંડમાં રહેતી નથી.
દિવાલ સાથે મેચ નથી થતીને ! ત્યાં દાદાના વિચારોને તો
યાદ પણ કોણ કરે ?
ને કોઇ યાદ કરે કે કરાવે
તો એને વિષે બે મિનિટનું મૌન !
દાદાના વારાના વાસણની જેમ
એમના વિચાર પણ
રોજના વ્યવહારમાં નકામા.
હા, એને માળિયે કે અભેરાઇએ
ચડાવીને રાખ્યા હોય તો વળી
એન્ટીક વેલ્યુ માટે
પ્રસંગે પ્રદર્શન થાય એ ખરું.
એટલાં પૂરતો એના પર
ઘરઘાટીને બદલે કોઇ પરિવારજનનો હાથ ફરે
ને એ ઉજળાં થાય તો નસીબ !
હવે એ કોણ સમજાવે કે
આ હાથ ફેરવવાથી
એ નહીં
આપણે ઉજળાં થઇએ છે.
સ્હેજ ધ્યાનથી જોઇએ તો
એમાં આપણો ચ્હેરો દેખાશે.
બાપૂ,
આજે એ દિવસ છે,
ઉજળા થવાનો.
અમને અજવાળવાનો.
ભલે કાલ પાછા અભરાઇ પર ,
પણ હજી એક દિવસ પૂરતા ય
તમે યાદ આવો છો.
બાપૂ,
ગાંધી ચીંધ્યો માર્ગ એટલે કયો માર્ગ ?
તમે કોઇ માર્ગ ચીંધ્યો તો ક્યાં ?
તમે તો જાતે ચાલ્યા હતા ત્યાં..
તમે કહ્યું કે
મારું જીવન એ જ મારી વાણી .
My life is my message.
પણ
અમને એ ન ફાવે .
અમને તો ઉપદેશ ખપે, આચરણ નહીં.
તમે એમાં થાપ ખાઇ ગયા , બાપૂ !
એટલે જ
અમે જોઇ શક્યા તમે જ બતાવેલી
તમારા જીવનમાં તમે કરેલી ભૂલો ..
પછી તમે ભલે એ સુધારી
પણ અમે એ ન જોઇ .
અમને અનુકૂળ હોય એ જ જોવાની
ને અર્થઘટન કરવાની
અમને ફાવટ છે.
અમે તો અમારા ત્રાજવે તોલ્યા
તમારા સત્યના પ્રયોગોને,
ને અમને ગમ્યું તે નમતું જોખ્યું..
તમારા જેવું જીવવાથી નહીં,
તમારી ટીકા કરવાથી બૌધ્ધિક ગણાવાના સરળ માર્ગના પ્રવાસીઓ અમે,
તમારા રુણી છીએ ,
કારણકે તમે હતા તો અમે છીએ , intellectuals .
તમને તો ખ્યાલ હશે જ કે
ભવિષ્યમાં અમે તમારા ભાગ પાડશું ..
તમારી વાત માનનારા
ને
તમારી ભૂલ કાઢનારા
એમ બે ભાગ.
પણ અમે ,
તમને વહેંચનારા,
કોઇ તમને વાંચીશું નહીં.
વાંચ્યા સમજ્યા વગર જ
વિરોધ કરવાની
કે
વ્હાલ કરવાની
અમને જૂની આદત છે.
પણ એક વાત ખરી કે
અમે સહુ હજી તમને ભૂલ્યા નથી.
બાઝવા -બોલવા ય અમને તમે જોઇએ હોં , બાપૂ !

( જન્મભૂમિ પ્રવાસી ..)

Address

Nadiad

Telephone

+919428658640

Website

Alerts

Be the first to know and let us send you an email when Adharshila Education Trust-Nadiad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share