19/06/2026
🚨 અમદાવાદમાં ગેસ બ્લાસ્ટ 🚨
અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી ભારત ગેસ એજન્સીમાં LPG સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
🔥 બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઊઠી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.
🏥 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
🔍 હાલ બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
📍 સ્થળ: ગીતા મંદિર, અમદાવાદ
#ચાવીસંદેશન્યૂઝ