Padra Darpan News

Padra Darpan News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Padra Darpan News, Media/News Company, Padra.

:: *એ.સી.બી. સફળ ટ્રેપ* :: *ફરીયાદી* :- એક જાગૃત નાગરીક *આરોપી* :-  (૧) પો.ઇન્સ.શ્રી વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન વડોદરા...
16/04/2026

:: *એ.સી.બી. સફળ ટ્રેપ* ::


*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક

*આરોપી* :- (૧) પો.ઇન્સ.શ્રી વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય
(૨) સાજીદઅલી ગુલામરસુલ સૈયદ ઉ.વ.૩૯ ધંધો વેપાર રહે.ગામ ચાણસદ પ્રમુખ સ્વામી ગેટની બાજુમા તા.પાદરા જી.વડોદરા.(ખાનગી વ્યક્તિ)

*લાંચની માંગણીની રકમ* :- રૂા.૨,૦૦,૦૦૦/-

*લાંચ સ્વિકારી* :- રૂા.૨,૦૦,૦૦૦/-

*રીકવરી રકમ* :- રૂા.૨,૦૦,૦૦૦/-

*ગુનો બન્યા તારીખ, સમય તથા સ્થળ* :-
તા.૧૬/૦૪/૨૦૨૬, કલાક: ૧૫/૫૦ વાગે, અક્ષર ચોક, રજવાડી ટી-સ્ટોલની સામે, બાંકડા ઉપર, અક્ષર ચોક, વડોદરા.

*ટુંકી વિગત* :-
તે એવી રીતે કે, આ કામના ફરીયાદી તથા સાહેદનાઓ સાથે ગઇ તા.૯/૪/૨૦૨૬ ના રોજ બપોરના સમયે આશરે ત્રણેક એક વાગે ઝઘડો થયેલ જેમાં ફરીયાદી તથા સાહેદને પાદરા પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. જે દરમ્યાન પાદરા પોલીસે તેઓ વિરૂધ્ધમાં અટકાયતી પગલાની કામગીરી કરેલ હતી. તેમજ આ કામના આરોપી નં.૧ નાઓને ફરીયાદી સાહેદને જણાવેલ કે આમા લવજીહાદનો ગુનો બનતો હોય જેથી આગળની કાર્યવાહી ન કરવી હોય તો આરોપી નં.ર નાઓને મળી લેવા જણાવેલ. જે આધારે આરોપી નં.ર નાઓએ આરોપી નં.૧ નાઓ સાથે મળીને સૌપ્રથમ રૂા.૬,૦૦,૦૦૦/-ની માંગણી આ કામના ફરીયાદી તથા સાહેદ પાસે કરેલ હતી. પરંતુ આ કામના ફરીયાદી સાહેદનાઓ પાસે રૂપિયા ન હોય જેથી રકઝકના અંતે રૂા.૨,૦૦,૦૦૦/- લાંચ પેટે લેવાનુ નકકી કરેલ. આ કામે આરોપી નં.૨ નાઓએ ફરીયાદી તથા સાહેદનાઓને લવજીહાદ જેવા કેસમાં કાયદેસરની કાર્યવાહી નહી કરવા સારૂ રૂા.૨,૦૦,૦૦૦/- ની માંગણી આરોપી નં.૧ ના કહેવાથી કરી જે બાદ આરોપી નં.૨ નાઓ ફરીયાદી તથા સાહેદને લાંચના રૂપિયા આપી દેવા સારૂ વારંવાર ફોનથી માંગણી કરતા હતા. જે લાંચના રૂપિયા ફરીયાદી તથા સાહેદ આપવા માંગતા ન હોય જેથી તેઓએ વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પોલીસ સ્ટેશનનો પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ જે આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરૂ આરોપી નં.૨ નાઓએ લાંચની રકમ રૂા.૨,૦૦,૦૦૦/- ફરીયાદી તથા સાહેદ પાસેથી સ્વીકારી આરોપી નં.૧ નાઓ સાથે લાંચના રૂપિયા આવી ગયેલ હોય તે રીતે હેતુલક્ષી વાત કરી આરોપી નં.૨ નાઓએ લાંચના નાણા સ્વીકારેલ. જે પંચો રૂબરૂ કબજે કરેલ છે અને સ્થળ ઉપર તેઓને રંગે હાથ પકડેલ છે અને આરોપી નં.૧ નાઓ હાલ હાજર મળી આવેલ નથી. આમ આરોપી નં.૧ નાએ ફરીયાદી તથા સાહેદને લવજીહાદના કેસમાં કાયદેસરની કાર્યવાહી નહી કરવા સારૂ આરોપી નં.૨ ની મદદથી રૂા.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી આરોપી નં.૨ સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

*ટ્રેપ કરનાર અધિકારી* :-
શ્રી એ.એન.પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી.સ્ટાફ.

*સુપર વિઝન અધિકારી* :-
શ્રી બી.એસ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

*ઇન્ચાર્જ અધિકારી* :-
શ્રી બળદેવ દેસાઇ (આઇ.પી.એસ.) નાયબ નિયામક, એ.સી.બી.વડોદરા રેન્જ

'લવ જેહાદ'ના ગુનાના નામે લાંચ લેનારા PI સામે ગુનો નોંધાયો...

Address

Padra
391440

Alerts

Be the first to know and let us send you an email when Padra Darpan News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Padra Darpan News:

Shortcuts

Share