16/08/2025
આ એક તસ્વીર ઘણું બધું કહી જાય છે.
હર ઘર ત્રિરંગા યોજના માટે સાહેબ ઘર જ નથી તો ત્રિરંગો ક્યાં ફરકાવું માસૂમ સાવલ.
એક તરફ લોકો પોતાના ઘર પર ત્રિરંગા લગાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ બાળકો પોતાનું પેટ ભરવા મથી રહ્યા છે.
સાહેબ ત્રિરંગો છે પણ ઘર નથી ઘર બનાવી આપો તો હું પણ ત્રિરંગો લેહરવું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા કોટ અહીંયા રૂબરૂ જોઈ શકાય.
કેમેરામાં એવા ફોટો કેદ થયાં છે જે વાસ્તવિકતા રજૂ કરી રહ્યાં છે એક બાજુ સ્વચ્છ કપડાં બુટ મોજા અને બધી સવલતો ત્યારે બીજી બાજુ એનાથી તદન વિપરીત બપોરનું એક ટંક નું ભોજન મેળવવા માટે આવા વરસાદ કાદવ કીચડમાં બધી જ સવલતોથી વંચિત પોતાનું અને પોતાના નાના ભાઈ બહેનોનું પેટ ભરવાની ચિંતા અને જવાબદારી શિક્ષણ અને તાલીમ મેળવવાની ઉમરમાં જ આ બાળકો પોતાનું પેટ કંઈ રીતે અને ક્યાં થી ભરાય એ શોધી રહ્યા છે.
હાલમાં સરકાર દ્વારા હર ઘર ત્રિરંગા યોજના ચાલી રહી છે દરેક લોકો પોતાના ઘર પર ત્રિરંગા લગાવી રહ્યા છે ત્યારે એક એવી તસ્વીર કેમેરામાં કેદ થઈ છે જે આજની વાસ્તવિકતા અને સરકારના પોકળ દવાઓને ખોટા સાબિત કરી રહી છે એક બાજુ કોલેજના વિદ્યાર્થીઓ ત્રિરંગા યાત્રા યોજી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગરીબ બાળકો ભર વસાદે ભણવાની ઉમરમાં પોતાના હસી મજાક મસ્તી મોજ શોખ કરવાની ઉમરમાં પોતાના ભવિષ્ય ની અને ઉંમર ની ચિંતા કર્યા વગર પોતાની સવલતો અને ઈચ્છાઓને અવગણના કરી માત્રને માટે પોતાનાં પરિવાર અને પોતાનું પેટ ભરવા મજબુર બન્યા છે.
હાથમાં પ્લાસ્ટિકનું કટ્ટુ લઈને ખભે વળગાડીને આખો દિવસ કચરાના ઢગલા અને રોડ પર પ્લાસ્ટિક અન્ય ચીજો વીણીને જે ૫/૨૫ મળે તેમાં પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા મજબૂર બન્યા છે શું આમના સપના નથી બીજાના બાળકોને જોઈને આમને મનમાં ઈચ્છા નહિ થતી હોય પણ પરિસ્થિતિ અને જવાબદારીના બોજા તળે બધું દફન કરી સપનાઓને રોળતા મૂકી બસ એકજ ચિંતા સતાવી રહી છે અને એ છે ઘરે રાહ જોતા નાના ભાઈ બહેન માતા પિતા અને પરિવારની ભૂખ સંતોષવા બે ટંકનું ભોજન માટે બાળકો ભડકતા જોઈ શકાય છે.( કોઈની નિંદા કરવા નહિ માત્ર જાગૃતિ લાવવાનો હેતુથી પોસ્ટ કરેલ છે)
વિશાલ નાઈ
અમીરગઢ