07/07/2025
આજરોજ 6 જુલાઈ 2025 ના રવિવાર ના રોજ વિરમપુરના રમણીય અને શાંત કુદરતી વાતાવરણમાં આવેલા અરણ્ય ધામ ખાતે જિલ્લા યુવા સંગઠન, જિલ્લા મહિલા સંગઠન અને પાલનપુર શહેર - તાલુકા કારોબારીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠક સમાજના મુખ્ય કન્વીનર શ્રી ડૉ. યજ્ઞેશ દવેના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીની સૂચનાઓ અનુસાર યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનની રચનાને મજબૂત કરવી અને સમાજના હિતમાં આગળની દિશામાં કાર્ય કરવા માટે નવા હોદ્દેદારો ની નિયુક્તિ હતો. આ બેઠક દરમિયાન, સંગઠનના વિવિધ હોદ્દાઓ માટે નવા હોદ્દેદારોની રચના કરવામાં આવી અને જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું ખેસ પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું,
આ પ્રસંગે, સંગઠનના સભ્યોએ જવાબદારી ની ભાવના સાથે, સમાજના વિકાસ અને ઉત્થાન માટે ઉપયોગી કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે યુવા સંગઠન, મહિલા સંગઠન અને મુખ્ય સંગઠન દ્વારા આવનાર સમય માં બ્રહ્મ સમાજ માટે પંચતત્વ રૂપે પાંચ વિશિષ્ટ મહત્વપૂર્ણ સામાજિક ઉત્થાન ના કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમો નો ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોના સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય જાગૃતિ અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
સમાજના ઉત્થાન માટે સંગઠનના સભ્યોને સતત ગતિશીલ, પ્રયત્નશીલ અને સમર્પિત રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું. આ બેઠકમાં હાજર તમામ હોદ્દેદારો એ સમાજના કલ્યાણ માટે એકજૂટ થઈને કામ કરવાનો સંકલ્પ લીધો.
આ પ્રસંગે માધવન ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત બ્રહ્મત્વ ઉદ્બોધન કાર્યક્રમ ના સમાપન માં બાલિકા ઋતુ ધ્વારા સંવિધાન માં રહેલ પૂર્ણ રાષ્ટ્રીય વંદે માતરમ્ ગાન અને
"એક પેડ સમાજ કે નામ"
અંતર્ગત સમાજ ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.